Tuesday, December 18, 2007

સંયોગી નથી

આજે નેટ પરથી લીધેલી થોડી પંક્તિ. આમ તો ભાષા અને છંદનો પુરો મેળ નથી પણ મને વિષય ગમી ગયો. ખરેખર એક સારો પ્રયાસ છે.

એ એક વખતની વાત છે જ્યારે હુ અને તમે સાથે હતા.
એ એક વખતની વાત છે જ્યારે સંયોગી આપણે હતા...

ત્યારે તમે નજીક આવવા મથ્તા હતા,
આજે દુર જવા વલખા મારો છો
જાણે એવુ લાગે કે આપણે સાથે છીએ પણ સંયોગી નથી?

ત્યારે એક-બીજા ને ઓળખવા માંગતા હતા,
આજે ઓળખાઈ ગયાને એક-બીજાથી અળગા
જાણે એવુ લાગે કે આપણે સાથે છીએ પણ સંયોગી નથી?

ત્યારે સમય શોધતાતાં સંગે રહેવા,
આજે સંગ જાણે અંગ પુરતો જ સીમીત
જાણે એવુ લાગે કે આપણે સાથે છીએ પણ સંયોગી નથી?

ત્યારે પ્રેમ છે કેવા શરમાતા હતા,
આજે ક્યારેક તમને શરમ છે
કે અમે તમારા પ્રેમી છીએ
આપણે સાથે છીએ પણ સંયોગી નથી?

ત્યારે ઝગડામાં પણ પ્રેમની ભાષા હતી,
આજે સમજદારીનુ મૌન પણ નડે છે
જાણે એવુ લાગે કે આપણે સાથે છીએ પણ સંયોગી નથી?

આ આજ વખતની વાત છે જ્યારે હુ અને તમે સાથે છીએ..
આ આજ વખતની વાત છે જ્યારે સંયોગી નથી.......

કસુંબલ આંખડી

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી!
-: અમ્રુત "ઘાયલ"

Monday, December 17, 2007

જળકમળ છાંડી જાને

આજે નરસૈંયાનુ બહુજ જાણીતુ અને સૌ ગુજરાતીઓને જીભે ચડેલુ ગીત (પ્રભાતિયુ )

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે …

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવીઓ
નિશ્ચલ તારો કાળ ખૂટ્યો, અહીંયા તે શીદ આવીઓ …

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવીઓ,
મથુરા નગરીમાં જુગટુ રમતાં નાગનું શીશ હું હારીઓ …

રંગે રૂડો રૂપે પુરો દિસંત કોડિલો કોડામણો,
તારી માતાએ કેટલા જનમ્યાં તેમાં તું અળખામણો …

મારી માતાએ બે જનમ્યાં તેમાં હું નટવર નાનેલો
જગાડ તારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો …

લાખ સવાનો મારો હાર આપું, આફું તુજને દોરીઓ,
એટલું મારા નાગથી છાનું આપું તુજને ચોરીઓ …

શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીઓ,
શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ …

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,
ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવીયો …

બેઉ બળિયા બાથે વળગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો …

નાગણ સૌ વિલાપ કરે જે, નાગને બહું દુઃખ આપશે,
મથુરાનગરીમાં લઇ જશે, પછી નાગનું શીશ કાપશે …

બેઉ કર જોડી વિનવે સ્વામી ! મુકો અમારા કંથને,
અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને …

થાળ ભરીને નાગણી સર્વે મોતીડે, શ્રીકૃષ્ણ વધાવિયો,
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવીયો …
-: નરસિંહ મહેતા

Friday, December 14, 2007

ચમન તુજને સુમન

ઘણા સમયથી કૈલાસ પંડીતની આ ગઝલ રજુ કરવાનુ વીચારતો હતો આજે આખરે મોકો મળી ગયો.

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે.
પ્રથમ એ પ્યાર કરશેને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનીયાના લઈને હુ ઘડાયો તો
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો તો એવા આશયથી
હશે જો લાગણી એના દીલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો તો પરંતુ ખબર નહોતી
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ કૈલાસને બસ રાખજો એમ જ
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
-: કૈલાસ પંડિત

Thursday, December 13, 2007

ભોગવું છું આગવી રીતે હું જીવનને

કવિ છું ભોગવું છું આગવી રીતે હું જીવનને
મધુરપ જ્યાં ચહું ત્યાં, એકધારી મેળવી લઉં છું.
મળે છે એક પળ જો કોઈની મોહક નજર મુજથી
તો હું એમાંથી વર્ષોની ખુમારી મેળવી લઉં છું
-: મુસાફિર પાલનપુરી

Monday, December 10, 2007

ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર

ચાલ ફરી આ ઉપવન મહેકાવવાની વાત કર,
ચાલ ફરીથી ટટ્ટાર ઊભા થવાની વાત કર.

અશ્રુઓના ધોધને શું થયું પુછો નહી,
નિ:સહાય આંખ પર બંધ ધરવાની વાત કર.

જડ થયેલા હૈયાની જડતા સમાવવા આજ,
લાગણીથી ફરી ચેતન અવતારવાની વાત કર.

Friday, December 7, 2007

પાન લીલું જોયુ ને તમે યાદ આવ્યા

પાન લીલું જોયુ ને તમે યાદ આવ્યા
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રાજ
એક તરણુ કોળ્યુ ને તમે યાદ આવ્યા

ક્યાંક પંખી ટહુક્યુને તમે યાદ આવ્યા
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રાજ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યા

જરા ગાગર છલકીને તમે યાદ આવ્યા
જાણે કાંટા તોડે છેને કોઈ મરામળીઓ રાજ
સહેજ ચાંદની છલકીને તમે યાદ આવ્યા

કોઈ આંગણે અટક્યુ ને તમે યાદ આવ્યા
જાણે પગરવની દુનીયામાં શોર થયો રાજ
એક પગલુ ઉપડ્યું ને તમે યાદ આવ્યા

Wednesday, December 5, 2007

બહુ જ ખોટું થયું

હાલમાં બરકત વિરાણી "બેફામ"ની ગઝલોનુ એક પુસ્તક ખરીદ્યુ. પુસ્તકના પાછળના પુઠા પર આપેલી મારી હાલતને બંધ બેસતી કેટલીક પંક્તિ

બહુ જ ખોટું થયું જે અમે રડી લીધું
અમારા દુ:ખ ઉપર પાણી ફેરવી લીધું.


કરું ના દાન તો કોઈ મને કંજૂસ ના કહેશો
કે મારી પાસ તો પૂંજી ફકત મારી પીડાની છે.

Tuesday, December 4, 2007

કોરી રહી ગઈ જિંદગી

પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી

Monday, December 3, 2007

તમારા ગયા પછી

એક મિત્રએ ઘણા સમય પહેલા મને આ લાગણી ભરેલો એક કાગળ આપ્યો હતો મને એમ કહી કે આ વાત તમારા જીવનમાં બંધ બેસે છે.

ઘરમા લાગે છે બધુ શૂનસાન તમારા ગયા પછી.
અકળાઈ રહ્યો એકલો આજ તમારા ગયા પછી!

પથારીમાં પડતાં જ ઊંઘ જે મને આવતી હતી,
ઊડી ગઈ કોણ જાણે એ આજ, તમારા ગયા પછી!

બપોરની નીંદ પછી ચા મસાલાની જે મળતી'તી
ન શિખ્યાના થયા છે બે હાલ, તમારા ગયા પછી!

ખાવા મળે છે ખુબ વાનગીઓ આપણા મિત્રોને ત્યાં,
ઊડી ગયો છે રસોઈનો સ્વાદ, તમારા ગયા પછી!

લખવાનું મળશે મોકળાશે ઘણુ-બધુ હતુ જે મને,
કલમ મારી રહે છે ઉદાસ, તમારા ગયા પછી!

પી લઉ છુ બિયર બે-ચાર ઓફિસથી આવી ક્યારેક,
નથી થતી નશાની કોઈ અસર, તમારા ગયા પછી!

સમજાઈ નથી જે વાત તમારી મને આજ સુધી,
ઉતરી ગઈ છે ગળે એ વાત, તમારા ગયા પછી!

મિત્રો ભલેને કહે ચમન લાગે છે પત્નીમાં પાગલ,
સમજાઈ છે મને સ્નેહ ની વાત, તમારા ગયા પછી!

Tuesday, October 23, 2007

જીંદગીના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા

પ્યાલો લૈ જ્યાં હું પહોંચ્યો તરસ છીપાવા માટે,
કમનશીબ મારું કે મને જોઈ કીનારા જ સુકાઈ ગયા.

પતઝડ ની કશ્મ્કશ તો જીરવી ગયા અમે પરંતુ,
જીંદગીના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા.

તૂફાન માંથી કશ્તી બચાવી લાવનારા એવા ધણા છે
જેમના વહાણ કીનારે આવી જ ડૂબી ગયા.

મોસમ ની મહેર હોય તો હેલી આવી ચઢે છે ઘરમાં,
અમારા જેવા તો કૈં કીન્તુ ભર વરસાદે પણ કોરા રહી ગયાં.

હજારો લાશો ને મંઝીલ સુધી પહોંચાડી હતી 'મક્કુ' પરંતુ,
ખુદ અમારાં જનાજા ચાર કાંધા ના મહોતાજ રહી ગયા.....
-: ભાવેશ 'મક્કુ'

વર્ષો બાદ

વર્ષો બાદ વર્ષોની તરસ છીપાવવા
મારુ દિલ એ જ નદી કીનારે પહોચી ગયુ
વીરડા ગાળેલા હતા, તરસ્યો હુ હતો પરંતુ
તરસ છીપાવનાર એમના જેવા કોઇજ નહોતા.!!
-: જિગ્નેશ શાહ

અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.

ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.

ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દીધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.

ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દીધો છે.

માયાએ કાયાને પ્રેમ કરતો કરી દીધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દીધો છે.
તમે તમારા આત્માને ખોખલો કરી દીધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દીધો છે.
-: શૈલ્ય

Thursday, October 4, 2007

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ

આજે થોડુ અલગ. હુ ઘણા સમય થી શોધતો હતો તે ઝવેરચંદ મેઘાણીના કંઠે સાંભળો અને શુરાતન સાથે ઝૂમી ઉઠો તેવી ઝવેરચંદ મેઘાણીની રચના.

લાગ્યો કસુંબીનો રંગ.-
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં,
પીધો કસુંબીનો રંગ;

ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ;

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;

વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચુમ્યો કસુંબીનો રંગ;

ઘરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ;

-: ઝવેરચંદ મેઘાણી

પ્રેમીઓ એવા પણ આવી જાય છે

આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,
જે વચન દેતાં નથી તેયે નભાવી જાય છે.
-: મરીઝ

Friday, September 28, 2007

વાત થઈ પૂરી

રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી;
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યૂં, વાત થઈ પૂરી.
-: નાથાલાલ દવે

Wednesday, September 19, 2007

કોઈ તો આવે

કોઈ તો આવે, બુઝાવે આગને!
કોઈ તો આવે, ખિલાવે બાગને!
-: દીપક બારડોલીકર

Monday, September 17, 2007

કૈક તો એવું ગમે છે

નથી ગમતું ઘણું, પણ કૈક તો એવું ગમે છે
બસ, એને કારણે આ ધરતીમાં રે'વું ગમે છે!
-: કરસનદાસ માણેક

મિચ્છામી દુકડમ

મારા સર્વે મિત્રો અને શત્રુઓ ને

"મિચ્છામી દુકડમ"

બે દિવસ બહાર હતો એટલે સમયસર લખી ના શક્યો.
બે શબ્દો ઘણુ કહી જાય છે. "વિતેલ વર્ષમાં મારી જાણમાં કે અજાણતા મારાથી કોઇ ભુલ થઈ હોય, કે મેં તમારુ દિલ દુભાવ્યુ હોય, તમને હાની પહોચાડી હોય તો મને માફ કરજો. હુ દિલગીર છું અને મારી ભુલ/મારા વર્તન માટે ક્ષમા માંગુ છુ."

Thursday, September 13, 2007

ટકી ગયું વેરાન

કો'ક કામળી, કો'ક બંસરી કો'ક અધૂરું ગાન,...
બધું ગયં વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન !
-: રઘુવીર ચૌધરી

Wednesday, September 12, 2007

લોક મરવા પણ નથી દેતાં

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.

Tuesday, September 11, 2007

રાધા કોઈ મળે-ન-મળે

રાધા કોઈ મળે-ન-મળે, ના મળે ભલે;
એ આપણી ફરજ છે કે વેણુ વગાડી એ.
-: મરીઝ

Monday, September 10, 2007

ક્યાં સુધી?

શબ્દના સૌ ખેલ ચાલે ક્યાં સુધી?
મૌન ના મુકે મલાજો ત્યાં સુધી.
-: જયંત પાઠક

Thursday, September 6, 2007

કેમ રોકશો

આજે Orkut પર સર્ફ કરતા કરતા આ ગીત મળી ગયુ

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદિરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વિતાવતો કેમ રોકશો મને !!
-: શૈલ્ય

तुमसे मिला था प्यार

आज पहेली बार एक हिंदी फिल्म का एक गाना। वैसे तो मुजे इस गाने का कैसेट किसी ने ख़रीद कर दिया था और मे उसे लगातार सुन भी रहा हूँ और देनेवाले को याद भी करता हूँ लेकिन कुछ दिनों पहेले ये फिल्म भी देखी तो सोचा के आजे ये गाना भी यहाँ पेश किया जाये।

तुमसे मिला था प्यार कुछ अच्छे नसीब थे।
हम उन दिनों आमिर थे जब तुम करीब थे।

सोचा था महे जिंदगी और जिंदगी कि महे।
प्याला हटा के तेरी हथेली से पियेंगे
वो ख्वाईशे अजीब थी सपने अजीब थे।

पूछेंगे एक बार कभी हम तुमसे रूठ कर।
हम मर गए तो आप कैसे जियेंगे ?
वो ख्वाईशे अजीब थी सपने अजीब थे।

जीने को तेरे प्यार कि दौलत मिली तो थी।
जब तुम नही थे उन दिनों हम भी गरीब थे।

Wednesday, September 5, 2007

જોઈ લેવાશે

જવાનીમાં જ આફતનાં અનેરાં ઝેર પી લીધાં,
હવે શું આવશે એથી ભયંકર? - જોઈ લેવાશે!
-: હેમંત દેસાઈ

Monday, September 3, 2007

સૂના આ ઘરમાં

સૂના આ ઘરમાં આજે કેટલે વર્ષ હા!
ફરી મૂકું પગ, રહે ત્યાં તો સ્મ્રુતિનાં પુર ઉછળી.
-: ઉપેન્દ્ર પંડયા

Thursday, August 30, 2007

मेरी तरह तुम भी जुठे हो

आज थोडासा change रोज के गुजराती के बदले आज हिंदी मे।
आज ऑफिस मे गाने सुनते हुए जगजीत सिंह कि गाई हुई एक गज़ल पसंद आ गयी। खास कर पहली और आखरी कडियाँ।

मुजसे बिछड के खुश रहेते हो,
मेरी तरह तुम भी जुठे हो ।

एक टहेनी पर चाँद टिका था,
मैंने समजा तुम बैठे हो।

उजले उजले फूल खिले थे,
बिल्कुल जैसे तुम हसते हो।

मुज्को शाम बता देती है,
तुम कैसे कपडे पहेने हो।

तुम तन्हा दुनिया से लडोगे,
बच्चो सी बाते करते हो।

Wednesday, August 29, 2007

દેશે હોંકારો કોણ હૂંફથી

ઉંબરે ઊભાં રહી રાહ કોણ જોશે, હવે દેશે હોંકારો કોણ હૂંફથી?
-: નીતિન વી. મહેતા

Friday, August 24, 2007

નીર હતું નિર્મળ થોડું

અમ્રુત તો હાથે નહોતું ચઢ્યું, પણ નીર હતું નિર્મળ થોડું -
દુર્ભાગ્ય જુઓ, રે તેય હલાહલ સંગાથે ઘોળાઈ ગયું !
-: કરસનદાસ માણેક

Wednesday, August 22, 2007

પ્રેમનો સંબંધ

પ્રેમનો સંબંધ કોઈ સરોવર નથી જે લાગણીની નદીનો પ્રવાહ અટક્યો એટલે સંકોચાઈ કે સુકાઈ જાય.
એતો ઘુઘવાતો દરીયો છે. જે લાગણી ભરેલ અનેક નદીઓ ને પોતાનામાં સમાવે છે. છતા નથી ભરાતો કે નથી ખાલી થતો.
-: એકલો

Monday, August 20, 2007

આવો સન્નટાને તોડી જોઈએ

આવો સન્નટાને તોડી જોઈએ
પાડીએ રાડો ને બોલી જોઈએ

નિત્ય શું પ્યાલે કસુંબો ઘોળવો
ઝેર પણ ક્યારેક ઘોળી જોઈએ
-: દીપક બારડોલીકર

Friday, August 17, 2007

ચાલને સાથે ઉડી લઈએ

મહોબતના ગગન માં ચાલને સાથે ઉડી લઈએ
ફરી પાંખો નહી આવે પવન આવો નહી આવે

અરીસો જોઈલો જાતે તમારા પ્રેમાં પડશો
પછી મારા પ્રણય પર આપને ગુસ્સો નહી આવે

ફરી ત્યા દર્દ, બેચેની ઝખમ ઉજગરા મળશે
લુટી લો અબ ઘડી પાછો તો આ લાહવો તો નહી આવે

પ્રણયમાં દુ:ખ મળ્યુ તો દુ:ખને સાથે રડી લઈએ
પછી ક્યાંક એકલા રડવાનો વારો નહી આવે.

Thursday, August 16, 2007

તને હુ ક્રુર પણ કહેતો નથી, કાયર નથી કહેતો

તને હુ ક્રુર પણ કહેતો નથી, કાયર નથી કહેતો,
મને ખમોશી ઓ ભોંકાય છે, ખંજર નથી કહેતો.

મિલનના રંગ ઘુટું છુ વિરહરસના કસુંબામાં,
કરું છું કેફ, પણ એ કેફને બખ્તર નથી કહેતો.

સમંદરના તરંગોનું સમન થતું સમંદરમાં,
બન્યુ મઝધારમાં તે હુ કિનાર પર નથી કહેતો.

કહ્યુ કો શિલ્પકારે અણઘડેલા સંગેમરમરને,
તને મૂર્તિ નથી કહેતો અને પથ્થર નથી કહેતો.

મિલનની બંસરી છેડાય ને હૈયાં અજંપામાં,
ઘડીભર થરથરે, તેને કદી હુ ડર નથી કહેતો.

જીવનમાં આપણો તો આ સદા તરસ્યો જ સંગમ છે,
હ્રદયના નેક પ્રેમીને કદી પામર નથી કહેતો.

રહું છું પ્રેમભક્તિમાં જ ભિંજાતો અને ગાતો,
વસુ છુ જે જીગરમાં તને હું પિંજર નથી કહેતો.

ખરાબામાં ચડે છે નાવ મોજાંના ભરોસા પર
અજાણ્યા કોઇ કાંઠાને કદી બંદર નથી કહેતો.

કલેજામાં પડી છે રાખ ઉર્મિની ને આશાથી,
પ્રણયની ભસ્મને હુ કોઈ દિન કસ્તર નથી કહેતો.

તને તારી સમજદારી મુબારક હો મહોબ્બતમાં
મને આશક કહુ છું, પણ હું કીમિયાગર નથી કહેતો.
-: વેણીભાઇ પુરોહિત

Friday, August 10, 2007

સાચી છે મહોબત તો

સાચી છે મહોબત તો એક એવી કલા મળશે
મળવાના વીચારોમાં મળવાની મજા મળશે.

માનવ નેય મળવામાં ગભરાટ થતો રહે છે,
શુ હાલ થશે મારો જ્યારે એ ખુદા મળશે.

થોડાક અધુરા રહી છુટા જો પડી શકીએ
તો પાછુ મીલન થાતા થોડીક મજા મળશે

સમજી મરીઝ એની સૌ આશ નીરાળી છે
હામાં કદી ના મળશે નામાં કદી હા મળશે

Wednesday, August 8, 2007

મ્રુગજળ

ઉદાસ તારા ચહેરા પર
એક મુસ્કાન લાવવા મથુ છુ

તારી યાદમાં ડુબેલો રહુ છુ
મ્રુગજળની પાછળ દોડુ છુ.
-: એકલો

Monday, July 30, 2007

હીરણને કાઠેં

શનિ-રવી ની રજા માં ચેનલ બદલતા બદલતા ઝી ગુજરાતી પર અટકી ગયો। સામે હતા ગુજરાતી સુપર સ્ટાર જોડી નરેશ કનોડીયા અને સ્નેહલતા. મન માં થયુ લાવ થોડી વાર જોવ તો ખરો કે એવુ શુ હતુ કે આટલા બધા અને આટલા સારા ગુજરાતી અદાકાર ના હોવા છતા પણ ગુજરાતી સિનેમા નથી ચાલતા. મારો ઉદેશ્ય જુદો હતો અને મારુ નિરીક્ષણ કાઈ ઔર રહ્યુ.

ગુજરાતી સિનેમા હોય એટલે રમેશ મહેતા વગર ના ચાલે કમ સે કમ નરેશ કનોડીયા અને સ્નેહલતાના જમાનામાં.

આજ કાલ ભુલેચુકે જ્યારે પણ રમેશ મહેતાને જોઉ છુ ત્યારે મને સવાલ થાય છે. ગુજરાતી ચિત્રપટ પર સુપર સ્ટાર કોણ નરેશ કનોડીયા કે રમેશ મહેતા? કારણ કે નરેશ કનોડીયા વગર કદાચ સિનેમા હોય પણ રમેશ મહેતા વગર ના ચાલે. રમેશ મહેતાની પણ શુ વાત કરુ એક અલગ પ્રકાર નો હાવભાવ કે જે તેમનો ટ્રેડમાર્ક છે તે વડે તેમણે લોકો ને કેટલી વાર હસાવ્યા હશે અને કેટલી વાર રોવડાવ્યા પણ છે. એજ હાવભાવ વડે કેટલી વાર જીવનની ફિલસુફી પણ કહી દીધી છે.

"હીરણને કાઠેં" માંથી રમેશ મહેતાનો એની હીરોઈન (હુ ઓળખી ના શક્યો ) નો એક સંવાદ.
અલા તે મોઢુ કેમ બગાડ્યુ.?
ર.મે.- તારી હાજરી માં મારુ મોઢુ કદી બગડ્યુ નથી પણ આ સમાચાર સાંભળીને જીવતર બગડી ગયુ. માંડ માંડ સગપણની વાત ગોઠવાય હતી ત્યા વળી વડીલોના વેરઝેર વચ્ચે ક્યાં આવ્યા.

કેટલી સાચી અને મહત્વની વાત કેટલી સાદગી થી એક-બે વાક્યામાં કહી દીધી છે.એક એવી વ્યક્તી કે જેને જોતા કદી મોઢુ ના બગડે તેની આગળ પણ મન ઉદાસ થઈ જાય છે. કારણ કોઈ બે યુવાન હૈયા માંડ મળે છે ત્યાં જેની સાથે કાઈ નીસ્બત નથી તેવી માં-બાપની દુશ્મની વચ્ચે આવે છે. માં-બાપ પણ બાળકો ને ચાહવા છતાં માત્ર પોતાના ઘમંડ અને ખોટા નામ માટે થઈ ને બાળકોને છુટા પાડવા મહેનત કરે છે. જે તેમના મીત્રો ને દેખાય છે તે શુ હમેશ સાથે રહેતા માં-બાપને નહી દેખાયુ હોય.

Tuesday, July 24, 2007

વિયોગ વધારે આકરો છે

હુ મીરાબાઈની જેમ ઝેરના પ્યાલા પી શકુ એમ છું,
સરપ કોઈ ગળે વીંટાળે તો તે સહન કરી શકુ એમ છું,
પણ આ વિયોગ એ કરતા વધારે આકરો છે.

Monday, July 23, 2007

તમને સંભારુ

કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુને ખીલે છે ગુલાબ

-: દીપક બારડોલીકર

Saturday, July 21, 2007

વેવિશાળ Book review

આજે એક પુસ્તકનો રિવ્યુ.

આમ તો મારી કોઇ ઓકાદ નથી "ઝવેરચંદ મેઘાણી"ની નવલકથા "વેવિશાળ" વિષે કાઈ લખી શકુ, પણ વેવિશાળની વાર્તા મારા જીવનની કથા સાથે ઘણી મળતી આવે છે.

વાત છે ગામમાં રહેતા સુખલાલની અને સુશીલાની. સુખલાલની સગાઈ શહેરમા રહેતી સુશીલા સાથે થયેલ છે. સુખલાલના જીવનમાં સુખ નથી. સુશીલા સુશીલ છે એને સુખલાલ સાથે સંબંધનો એને વાંધો નથી પણ બાપુજી અને મોટા બાપુજીની દખલઅંદાજી ના કારણે પોતાના મનની વાત પણ નથી કરી શકતી. સુખલાલ મરતી માંના એક બોલ પર કે "બેટા, તારો સંબંધ ટુટે તો આમારુ જીવવુ ઝેર થઈ જાય. આખરે તો આ તારા જીવનનો પ્રશ્ન છે. જા શહેરજા અને ગમે તે રીતે વહુ ને લઈ આવ."

સુખલાલ શહેર જઈને શેઠ સસરાની ગુલામી કરે છે. કારણકે તેને માંને આપેલા વચનની ચિંતા છે. દીવસો સુધી પોતાના જીવનસાથીનો ચેહરો નથી જોઈ શક્તો બિમારીમાં પણ કોઈ તેનો હાલ પુછવા નથી આવતુ. આખરે ચાર દીવસ પછી જ્યારે તેના પિતા જ્યારે આવે છે ત્યારે તે હોસ્પિટલની બહાર આવે છે.
બિચારો બાપ પણ પુત્રના દીલ આગળ લાચાર છે. જે વ્યક્તી એને બેઈજ્જત કરી ચુક્યો છે તેના ઘરે જમવા બેસવુ પડે છે.

સુશીલાને પણ પોતાના ભાવી ભરથાર માટે પુરેપુરી લાગણી છે પણ બાપની હીટલર શાહી આગળ કશું ચાલતુ નથી.

મોટા બાપુ અને માં એ તો એને બીજે ઠેકાણે થાળે પાડવાનુ નક્કી કરી નાખ્યુ છે. સુખલાલ જાણે છે પણ સુશીલાનુ મન જાણ્યા વગર આગળ વધવા નથી માંગતો. સુશીલા સુખલાલને પોતાનો ભરથાર માની ચુકી છે અને એને એક ભવમાં બીજો ભવ નથી કરવો.

છેલ્લે કેવી રીતે સુશીલા પોતાના બાપનુ ઘર છોડીને સુખલાલની જાણ વગર સુખલાલના ઘરમાં - પોતાના ઘરમાં પહોચે છે અને સુખલાલ કેવી રીતે તેની ખાતર નાત સામે ઉભો રહી જાય છે તે તો "ઝવેરચંદ મેઘાણી"ના શબ્દોમાં જ વાંચવાની મઝા આવે

જો જીવનમાં પ્રેમને મહત્વ આપતા હો તો આ નવલકથા વાચવી જરુરી છે. પ્રેમ કોને કહેવાય અને પ્રેમનો સંબંધ કેવો હોય તે ખબર પડશે

Thursday, July 19, 2007

દિલ મહી છુ

આમ તો જવાબ આપવો જ જોઈએ તેવુ જરુરી નથી પણ મને કશુ જમાં રાખવાની આદત નથી

થોડીવાર વીચારમાં પડ્યો
જીંદગીની જંજાળમાં પડ્યો
થોડો અથડાયો, થોડો કુટાયો
આખરે તો હું તહીનો તહી છુ તહી છુ તહી છુ

થોડુ પાછળ વળીને જોયું
સમય પાછો લાવવાનુ વીચાર્યુ
ગયો જીંદગી ફરી એ અદાથી જીવવા
ત્યાં તો અવાજ દીધો કે હું કહી છુ? કહી છુ? કહી છુ?

દુર નથી તારાથી ગયો નથી
હું તને ભુલી ગયો
હર ક્ષણ તો છે મારી પાસે
તુ તો મારા શ્વાસમાં વણી છુ વણી છુ વણી છુ

આપવા નથી મારી પાસે કોઈ પુરાવા
નથી કરવા હવે કોઈ ખુલાસા
રોકીને મે તો કદી નથી પુછ્યું
તુ કેમ મારું દિલ ચોરી ગઈ છુ ગઈ છુ ગઈ છુ

પ્રેમ નથી કોઈ કહેવાની વસ્તુ
જાહેર ન કરાય એવી છે દોલત
હાથ લંબાવો તો હોય એ શૂન્ય અવકાશ
નઝર કરો તો "એકલો" દિલ મહી છુ મહી છુ મહી છુ

Wednesday, July 18, 2007

જવાબ: સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે

સાચી વાત છે એટલે જ કહુ છુ કે ...................
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં,
કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?
એજ સવારે એજ સાંજે,
એજ રાત્રીના પ્રથમ પ્રહોરે
કીંતુ હું જ્યાં શોધુ એ સ્પર્શનો ભાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ હરિયાળી એજ ખેતરો
એજ વરીયાળી ન ઉચા છોડો
કીંતુ જ્યા શોધુ એ અહેસાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ ગુલમહોર એક કેસુડો
એજ લાલ પીળા રંગોની છોળો
કીંતુ જ્યાં હુ શોધુ એ રંગોની વસંત
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ ઉનાળાની ઉની લહેરો
એજ ભીની માટીની મીઠી સુગંધો
કીંતુ જ્યાં હુ શોધુ શ્વાસની એ સુવાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ કોયલના મીઠા ટહુકાઓ,
એજ ખળખળ વહેતા પાણીના સંવાદો
કીંતુ જ્યાં હુ શોધુ એ સુર ભરેલો સાદ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ સવાલ અને એજ જવાબ
એક વિટંબણા એજ વિવાદ
કીંતુ જ્યાં હુ શોધુ આ વિવાદોમાં અપવાદ
આ તે કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ આ શૂન્ય અવકાશની દુનિયામાં
મારો ખોવાયેલ આત્મા ક્યાં ?

Tuesday, July 17, 2007

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે

આજથી ત્રણ વર્ષ પહેલા મે "આસીમ રાંદેરી"ની એક નઝમ લખીને મોકલી હતી અને એના જવાબમાં બીજી બે રચના થઈ હતી જે ત્રણે હવેના દીવસોમાં

એજ બગીચો એજ છે માળી
એજ ઉષા સંધ્યાની લાલી
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી
કોયલ બુલબુલ ડાલી ડાલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
............કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ બહારો બાગની અંદર
પ્રેમના જાદુ રુપના મંતર
એજ પતંગા દીપના ઉપર
એજ કમળ છે એજ મધુકર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ ફુવારો ને ફૂલવારી
રંગબેરંગી પ્યારી પ્યારી
મખમલ સમ આ ઘાસ પથારી
જે પર દિલની દુનીયા વારી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ હજુ છે જૂઈ ચમેલી
આગીયાઓની જ્યોત ઘડેલી
આંબા ડાળે જુઓ ફેલી
એજ ચકોરી ચંદા ઘેલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

ચાંદ સિતારા એજ ગગનમાં
માટી એની એજ પવનમાં
તાપી પણ છે એજ વહનમાં
એજ ઉમંગો મારા મનમાં
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

થડ પર બંને નામ હજી છે
થડ પર કોતર કામ હજી છે
બે મનનુ સુખધામ હજી છે
સામે મારુ ગામ હજી છે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ છે રોનક તાપી તટ પર
એજ છે સામે લીલા ખેતર
વર્ષાની ઝરમરમાં મનહર
દુર જ સંતા મસ્જીદ મંદર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

આસીમ આજે રાણી બાગે
ઉર્મીને કાઈ ઠેસના લાગે
મસ્ત પવનમાં પુષ્પ પરાગે
કેમ મને વૈરાગના જાગે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

Few more lines from the email....
"This is how I miss you and miss every moment we have spent together and you say that I do not love you! I do not miss you!?!"

Wednesday, July 11, 2007

દીકરી

મે અને મારી પત્નિ એ હમેશાં એક દીકરી ઇચ્છી હતી. લગ્નના થોડા સમય બાદ અમારા ઘરમાં બાળક રુપી આશિર્વાદ આવશે એવો અણસાર પણ હતો. તે દીકરી હતી કે દીકરો તે તો ન ખબર પડી પણ અમે એ બાળક જન્મે એ પહેલા જ ગુમાવ્યુ. ભુલ અમારા બંનેની છે, છતા મને મારી મુર્ખાઈ પર શરમ અને ગુસ્સો આવે છે. મે મારા જીવનની સૌથી ખુશીની પળ ગુમાવી જે આજે મારા માટે સૌથી વધુ ગમગીન ક્ષળ છે. આજે એ ગુમાવેલ દીકરી માટે "હર્ષદ ચંદારાણા"નુ એક કાવ્ય.

શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી...
થઈ દીકરી

દીકરી...
જુઈની નાજુક કળી,
પ્રભુજીને
ચડાવેલાં ફૂલોની અવેજીમાં મળી

દીકરી
દાદાની આંખો પર
કૂણા કૂણા હાથ દાબે
જાણે પોપચા પર પવન મૂક્યો
ફૂલોની છાબે
શીતળ, સુગંધિત
તાજગી ભરી લ્હેરખી
મીચાયેલી આંખોથી
પણ ઓળખી

દીકરી...
બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળુંય લીલુંછમ...
બારેય માસ

દીકરી
પતંગિયુ
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.
શરણાઈ કોઈ વગાડે...
એ તો ચૂપચાપ ઊડી જાય...
ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે.

દીકરી...
ચાંદરડું
દિવસ આખો ઘરમાં તેજ પાથરે,
પકદાયું પકડાયના,
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે...
દાદર ચડે ઊતરે
સૂરજ સાથે ચાલ્યું જાય, આખરે
વિદાય લીધેલી માની જગ્યા
દીકરીએ
ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.

Tuesday, July 10, 2007

સંબંધ

લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે, પરસ્પરની પરાધીનતા હોય છે અન્યોન્ય પ્રત્યેનુ કર્તવ્યપાલન હોય છે.

Monday, July 9, 2007

તડકો તારો પ્યાર

આજે એક હાયકુ.
૫-૭-૫ અક્ષરનો આ જાદુ ૧૭ અક્ષરોમાં કેટલુ બધુ કહી જાય છે.

તડકો તારો
પ્યાર જાણે તડકો
તો ફૂલહાર

-: દીપક બારડોલીકર

Saturday, July 7, 2007

દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

કહ્યુ કોણે વિપદના દિવસો વીતી ગયા, યારો!

હજી પણ પુષ્પશા ચહેરા ઉપર અંકિત છે ચિંતાઓ
હજી પણ વેદનાઓનિ જલે ચોમેર જ્વાલાઓ

છવાઈ છે ઉદસીની ઘટાઓ જિંદગી ઉપર
અને દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

ગુલાબોની જવાનીનુ હજી લિલામ થાયે છે.
અને મગરૂર થૈ મ્હાલે છે રંગો લૂટનારાઓ

હજી પણ પુષ્પના પરદા મહીં અંગાર બાકી છે.
દયાના મ્યાનમાં ખુટલ ખૂની તલ્વાર બાકી છે.
-: દીપક બારડોલીકર

Friday, July 6, 2007

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.
-: બરકત વિરાણી ‘બેફામ’

Thursday, July 5, 2007

Dialogues from "Mai hu na"

उसकी तो मजबूरी है और तुम ?
जिंदगी निकलती जाती है और हम सब प्यार के बिना जीना सिख लेते है। क्यो प्यार तो मोका नही देते क्यो अपने पर विश्वास नही करते? अपने ____ से बाता करो संजना Give him a call.

नही उन्होने हमेशा मुजे अपने से दूर रखा.

तो अब तुम बदला लोगी! संजना लोग बदलते है प्यार उन्हें बदल देता है। तुम्हे डर है के वो तुमसे नफ़रत करते है सायद उन्हें भी ये डर हो क्यो हम अपनों से इतना डरते है? एक बार बात करलो। संजना ये जिंदगी नफ़रत के लिए बहोत छोटी है।

Wisdom enlightenment.....

I always enjoyed one lines which help me build my character.

The Starting........
I came across few such wisdom when I passed out and my college gave us a page full of wisdom lines. Later on in my life I found out that those lines were picked up from a book "Father's book of Wisdom".

The Inspiration.....
Then I wanted to read the book "Father's book of Wisdom" I tried searching it but to my surprise it was not available in Indian Stores. As my search grew I found that it was available in US market for just less that 1$. After a long search I found that the book was published in India by BPB publications and it available for just 33/- Rs.

About the book.
As the book says it is by "H. Jackson Brown". When his father died and he was cleaning his father's stuffs he found a box full of newspaper and magazine cuttings which had many inspiring lines. He composed them in a book and we got the book "Father's book of Wisdom". I would recommend giving it as a gift to
- all passing out students.
- teen age children's birthday gifts
- Your friends getting married etc.

The Act....
I too have been collecting such few word in my life since I was kid. The book has inspired me to compile my collection and share it with you all. I now have another blog dedicated to small lines which inspires people and help build characters.
Please visit "The blog of wisdom"

The source.....
The source or my blog will be my old diaries. quotes from movies, books, leaders (spiritual, religious, political, etc), newspapers and obviously people who visit this blog. Though English and Gujarati are going to be main languages. I will be happy to post in other languages along with translations.

Wednesday, July 4, 2007

I am back.....

Sorry Guys, I was quite busy travelling. I just landed back yesterday but could not get time to post anythings. I recently got few books from Crossword so will be posing somegood things from there soon. I will still take few more days to resume regular blogging....

ચાલો હુ પાછો આવી ગયો. ઘણા દીવસથી કાઈ નથી લખ્યુ. પણ હવે વસુલ કરીશ. શનીવારે ક્રોસવર્ડમાંથી થોડી ચોપડી લઈ આવ્યો છું. તેમાથી થોડુ થોડુ મુક્તો રહીશ. હજુ પણ એક બે દીવસ સમય નહી રહે.

સાંભળ્યુ કોઈ આજ કાલ મને યાદ કરે છે! મારા નામે ફોન પણ થાય છે પણ મને સીધો ફોન નથી થતો.

Wednesday, June 27, 2007

ઓ હ્રદય

આજે મારા ફેવરીટ કવિ બરકત વિરાણી 'બેફામ'ની એક ગઝલ. વીરહની ક્ષણોમાં જ્યારે કોઈ વાત કરવા માટે નથી તો હ્રદય સાથ વાત કરીને પોતાના વીચારો રજુ કરે છે.

ઓ હ્રદય તે પણ ભલા કેવો ફસવ્યો છે મને
જે નથી મારા થયા એનો બનાવ્યો છે મને

આમતો હાલત અમારા બેયની સરખી જ છે
મે ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને

એ બધાના નામ લઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને

આ બધા બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને
-: બરકત વિરાણી 'બેફામ'

Wednesday, June 20, 2007

હાલ હુ કામમાં છુ.....

શુ તમે મને શોધો છો.

હુ અહીજ છુ. માત્ર થોડો કામમાં છુ. હવે થોડા દિવસ સમય નહી મળે કશુ લખવાનો. રવીવાર પહેલા પતાવવાના કામ.

- ઓફીસમાં ગરીબ બાળકો માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનો છે. ૨૫ લાખના લક્ષ્ય સામે ૨૨.૫ લાખ ભેગા થઈ ગયા છે. બાકીના સોમવાર પહેલા ભેગા કરવાના છે.
- ૧લી એપ્રીલે વ્રુધ્ધાશ્રમમાં ડોનેશન આપવાનુ નક્કી કર્યુ હતુ જે આપવા જવાનુ છે.
- શનીવારે ઘરે સત્યનારાયળની કથા કરાવવી છે. મારે એકલા નથી બેસવુ એટલે કોઈ મીત્ર ને કહેવુ પડશે પૂજામાં બેસવા માટે.

આટલા કામ પુરા થશે એટલે હુ તરત પાછો આવીશ.

Update:

ત્રણ કામ પણ એમાંથી એક જ કામ સારી રીતે પુરુ થયુ.
- ૨૫ લાખના બદલે ૨૬ લાખ ૧૯ હજાર ભેગા થયા. હવે એ ફંડમાથી બાળકો માટે સ્કૂલ બનાવવામા આવશે.
- બે વ્રુધ્ધાશ્રમમાં જઈ આવ્યો. એકમાં અમીરો રહે છે. એ લોકો મને દત્તક લઈ શકે તેમ છે. બીજામા થોડા ગોરખઘંધા ચાલતા હોય તેમ લાગ્યુ. મારી શોધ ચાલુ છે.
- જે મીત્ર પૂજામાં બેસવાનો હતો તેની પત્નિની તબિયત ખરાબ હતી. પછી ક્યારેક.....

Monday, June 18, 2007

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે

"નયનને બંધ રાખીને", "તારી આંખનો અફીણી" પછી કોઇ ગીત બહુ જ ગમ્યુ હોય કે જેને મારા ફેવરીટના લીસ્ટમાં મુકવાનુ મન થાય તો આ. આમ તો આને પહેલો નંબર આપવો પડે કારણ કે આતો બહુ જુનુ ગીત છે.

"પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે"આમ જુઓ તો બહુ ફિલોસોફીકલ ગીત છે. જો તમને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે સેલ્ફ હેલ્પની ચોપડીઓ વાંરવાની, સેમીનાર ભરવાની આદત (કે જરુર) હોય તો એક વાર આ ગીતનો અર્થ સમજી જોજો.

અહી પિંજરુ બહુ અચળ છે. પિંજરુ કાઈ પણ હોય શકે આ જીંદગી, નોકરી, ધંધો, લેટેસ્ટ મોબાઈલ, ઘર, કાર, તમારા સબંધો, લગ્ન જીવન કાઈ પણ.

આ દરે વાતમાં આપણે જ્યારે જ્યારે બદલાવ માગીએ છીએ ત્યારે ત્યારે કોઇ તો આપણને કહે જ છે "પંખી નવુ પિંજરુ માંગે"

દર વખતે આપણે આપણા સુરક્ષા ચક્ર (સેફટી ઝોન)ની બહાર જવા માંગીએ છીએ અને જેની કદાચ આપણને જરુર નથી કે પછી થોડા સમય બાદ આપણને બહાર નીકળવા માટે પછ્તાવો થતો હોય છે. આ "હુ" નુ અભિમાન છે કે જેના કારણે આપણે સુરક્ષા ચક્રની બહાર જવુ હોય છે.

બીજા ફકરામાં તો કવીએ આખા જીવનનુ સત્ય ત્રણ લીટીમાં કહી દિધુ છે.સોના અને હીરા રુપે બધી સુખ સહાયબીઓ છે. પણ છતા નવુ પિંજરુ જોઇએ છે. આ દેખા દેખીના રંગરાગના કારણે આપણે ઘણુ મેળવેલુ ગુમાવીયે છીએ. આપણને ખબર છે કે આ નવુ પિંજરુ જ છે જ્યાં જઈને ફસાવાનુ જ છે, છતા આપણે આ હાલનાં પિંજરાને કે જેને આપણે સ્વર્ગ બનાવ્યુ છે તેને છોડવા ત્તપર છીએ.

મારુ પિંજરુ મારી મરજીનુ હોવુ જોઈયે. કોઈના સમજાવ્યા કે કોઈના ચડાવ્યા આપણે એ નિર્ણયના લેવો જોઈએ કે મારા માટે કયુ પિંજરુ સારુ.


પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
- અવિનાશ વ્યાસ

આ ગીત હજુ સુધી મેં બે અલગ અલગ આલ્બમમાં સાંભળયુ છે.
મનહર ઉધાસ: નીલ ગગનના પંખેરુ અને
મુકેશ: તારી યાદ સતાવે.

મારુ મન મોહી ગયુ.

તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયુ.
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે મારુ મન મોહી ગયુ.

કેડે કંદોરો ને હાથમાં દોરો
તારા લહેરીયાની લાલ લાલ ભાતે
મારુ મન મોહી ગયુ.

બેડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારુ મન મોહી ગયુ.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે
મારુ મન મોહી ગયુ.
-: અવિનાશ વ્યાસ

Friday, June 15, 2007

મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને

મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


મે વીનવ્યુ વારંવાર કે દિલ સાફ કરી દો
કાઈ ભુલ હો મારી તો મને માફ કરી દો
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


એક બોલ પર એના મે મારી જીંદગી વારી
એ બેકદરને ક્યાથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારુ કહે છે
શુ પામ્યુ કહો જીદગી ભર આહ ભરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બંને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બંને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફૂલાઈ ગયા જોયુ ન ફરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.
-: રમેશ ગુપ્તા

Thursday, June 14, 2007

કોઇ પગલા કોઇ પગરવ ન હતા

કોઇ પગલા કોઇ પગરવ ન હતા દુર સુધી
તોય મે ઘરની સીમાઓને સજાવી રાખી
આપ નહી આવો એ નક્કી હતુ પણ મે તો
મારા હૈયાથીય આ વાતને છાની રાખી

Wednesday, June 13, 2007

તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

પ્રીતીનુ પુષ્પ ખીલે છે ઘડી ભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં

આવો તોય સારુ ના આવો તોય સારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

આવોને જાવો તમે ઘડી અહી ઘડી તહી
યાદતો તમારી વીતી અહીની અહી રહી
મોઘું તમારાથી સપનુ તમારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

મિલનમાં મજાશું મજા ઝુરવામાં
બનીને શમાના પતંગો થવામાં
માને ના મનાવ્યુ મારુ હૈયુ નઠારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

-: અવિનાશ વ્યાસ

Tuesday, June 12, 2007

નરસિંહ મહેતાનુ એક નાનકડુ પદ

નરસિંહ મહેતા આપણા આદિકવિ, અનેક અર્થોમાં ક્રાંતિકારી સર્જક છે. પાંચ સદીઓની પરીક્ષામાં પાર ઉતરેલી અને મહદ્ અંશે શ્રુતિપરંપરાથી સચવાયેલી પદરચનાઓ તેમની ભવ્ય પ્રતિભાનો પડઘો પાડે છે. એમનુ એક નાનકડુ પદ. ( ન સમજાય તો પુછવાની છુટ છે.)

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સાયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય નો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકામ?

Monday, June 11, 2007

મને તારી યાદ સતાવે

હાલમાં એક કેસેટ ખરીદી "તારી યાદ સતાવે". મુકેશના ગાયેલ ગુજરાતી ગીતોનો સંગ્રહ છે. એમાથી કેટલાક ચુનંદા ગીતો આવનારા દીવસોમાં અહિ મુકીશ. ખરીદીને એકવાર સાંભળી જવા જેવી કેસેટ છે. એકવાર સાંભળશો તો પણ હલી જશો.

ઓ નીલ ગગનના પંખેરુ તુ કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે.

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમા તરતા
એક દરીયાનુ મોજુ આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉ છુ તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે.

તારા વીના ઓ જીવન સાથી જીવન સુનુ સુનુ ભાસે
પાંખો પામી ઉડી ગયો તુ, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હુ આવુ તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે.

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વીનવુ વારંવાર હુ તુને સાંભળ વીનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તુ કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે.
-: રમેશ ગુપ્તા

Thursday, June 7, 2007

કાઈક તો બોલ

મે તો પ્રેમ નો એકરાર કર્યો
તુ એકરાર કે ઈન્કાર કાઈક તો બોલ

તને હુ યાદ કરુ છુ હર ક્ષણ
તુ એકવાર મારુ નામ તો બોલ
- એકલો આત્મા

Wednesday, June 6, 2007

હજીય શ્વાસની તારા સુવાસ આવે છે

જીવનને આંગણે તારી જુદાઈમાં લીલા
દીવસકે રાત હો બંને ઉદાસ આવે છે
ને વરસો વીત્યા છતા પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે

Tuesday, June 5, 2007

પ્રેમ એટલે શુ? What is love ?

It has been a while since I am posting only poems and review something from me. Something about my favourite subject love.

It has been my strong belief that no one falls in love. If you are in love you RISE in love.......

ચાલો આજે કોઇ કવિતાકે ગઝલ નહી પણ પ્રેમની વાત કરુ. જો પ્રેમની વાત કરુ તો તમે પુછશો પ્રેમ ની વ્યાખ્યા શુ ?

હું જીદગી આખી જે વ્યાખ્યા માનતો આવ્યો છુ તે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે ફલાણો ફલાણીના પ્રેમમાં પડ્યો. મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે.

ચાલો આજે મે જોયેલ/જાણેલ ત્રણ પ્રસંગ કહુ જે કહે છે કે પ્રેમ એટલે શુ?

બંને પ્રસંગમાં બે વ્યક્તિને આપણે આત્મા અને જાગ્રુતિ તરીખે ઓળખીશુ.

૧) આત્મા અને જાગ્રુતિ પહેલી વખત નૈનીતાલ ફરવા જાય છે. સાથે છે જાગ્રુતિની થોડી સખીઓ અને એક સખીનો પરિવાર. નૈનીતાલ શહેર બહાર બધા હનુમાન ગઢી દર્શન માટે ગયા.

બધા જુવાનીયાઓ સીધા રસ્તે જવાના બદલે મંદીરની દીવાલને અડીને આવેલા જંગલના રસ્તે જવાનુ પસંદ કર્યુ. આગળ જાગ્રુતિની સખી એના ભાઈ અને બીજી બહેનપણી સાથે જઈ રહી છે દસ પગલા પાછળ આત્મા જાગ્રુતિની બીજી બહેનપણી સાથે વાત કરતો ચાલે છે અને છેલ્લે જાગ્રુતિ બાકીની સખીઓ સાથે ચાલી આવે છે.

અચાનક મંદીરમાથી હાકી કાઢેલ કેટલાક વાંદરા બધાની આગળ કુદયા. એક વાંદરાને કોઈકે માર્યુ એટલે બધા વાંદરા આ લોકોને ઘેરી વળ્યા.

આ જોઈ સ્થાનીક લોકોએ બુમ "હલશો નહી તો વાંદરા કાઈ નહી કરે." બધા તરત હતા એ જ જગ્યાએ ઉભા રહી ગયા. આત્મા અને જાગ્રુતિ વચ્ચે લગભગ ૧૦-૧૨ ફુટનુ અંતર છે. વાંદરાને જોતા જ તરત આત્મા પાછળ જાગ્રુતિને જુવે છે. વાંદરા હજુ તેને નહોતા ઘેરી વળ્યા. આત્મા અને બીજો યુવક બંને બધી યુવતીઓને પોતાની પાછળ ઉભી રાખી વાંદરાથી બચાવતા ઉભા રહ્યા. આત્માનુ ધ્યાન જાગ્રુતિ તરફ જ છે.
ક્યાક કોઈ વાંદરો જાગ્રુતિ તરફતો નથી. પોતે ૭-૮ વાંદરા વચ્ચે ઘેરાયેલ ઉભો છે છતા ચીંતા માત્ર જાગ્રુતિની જ છે.


"જ્યારે તમે પોતે મુસીબતમાં હોવ છતાં તમને બીજાનો ખ્યાલ આવે એનુ નામ પ્રેમ."

૨)ગુજરાતનો ધરતીકંપ તો કોઈ નહી ભુલ્યુ હોય. એક વાર આત્મા અને જાગ્રુતિ રાત્રે સુતા હતા અને અચાનક કોઇકે દરવાજો ખખડાવ્યો. જલ્દી બહાર નીકળો ધરતીકંપ થયો છે. આત્મા દરવાજા પાસે હતો એણે તરત દરવાજો ખોલ્યો પણ બહાર જવાને બદલે જાગ્રુતિ તરફ જોતો ઉભો રહ્યો. જાગ્રુતિ એના ડ્રેસનો દુપટ્ટો લેવા રહી અને ઓરડાના બીજા છેડાથી દરવાજા સુધી આવતા વાર થઈ એટલી વાર આત્મા દરવાજો ખોલીને ઉભો રહ્યો. જાગ્રુતિ વગર એ કેવી રીતે બહાર જાય. જાગ્રુતિ વગર એના જીવનનો અર્થ શુ? છેલ્લે જ્યારે જાગ્રુતિ બહાર નીકળી પછીજ બહાર નીકળ્યો.

"આફતમાં પણ સાથે રહેવાની ઈચ્છા થાય એ પ્રેમ."

૩) એકવાર જાગ્રુતિ વાહન પર જતી હતી અને એનો અકસ્માત થાય છે. તેને બહુ વાગ્યુ નહી પણ નીચે પડતા વીચાર માત્ર આત્માનો આવ્યો. આત્મા આ જાણશે તો કેટલી ચીંતા કરશે અને ખરેખર આત્માએ જ્યારે જાણ્યુ કે જાગ્રુતિને વાગ્યુ છે એટલે એ તરત જાગ્રુતિ પાસે પહોચી ગયો. જાગ્રુતિને જોવા અને સાથ આપવા.
જ્યારે હકીકતમાં એજ વખતે બીજા અકસ્માતમાં આત્માને પણ જાગ્રુતિ કરતા પણ વધારે વાગ્યુ હતુ. જાગ્રુતિ ચીંતાના કરે એટલે એને ત્યારે તો નહી પણ જીંદગીમાં ક્યારેય પણના કહ્યુ કે મારો પણ આમ આવો અકસ્માત થયો હતો. આજે પણ એ અકસ્માતની નીશાનીના ઘાવ આત્માના શરીર પર છે.

"પોતાના દુઃખમા પણ બીજાના દુઃખનો વીચાર આવે એનુ નામ પ્રેમ."

હુ તો માનુ છુ કે રોજ સાંજે ફરવા જવુ, સાથે પીક્ચર જોવા જવુ, કે બહાર જમવા જવુ એ કાઈ પ્રેમ નથી એ માત્ર પ્રેમ નો દેખડો છે. પ્રેમ કે કહેવા કે સાંભળવાની વાત નથી. હ્રદય પર હાથ રાખીને અનુભવવાની લાગણી છે.

આતો માત્ર "હુ" પણાનુ અભિમાન છે બાકી આપણને સહુને ખબર છે આપણને કોના માટે પ્રેમ છે.
હજુ જો મારી વાતનો વીશ્વાસના આવતો હોય તો એક વાર હ્રદય પર હાથ મુકી જુવો તમને કોનુ નામ સંભળાય છે.


- એકલો આત્મા

Monday, June 4, 2007

સામે મળ્યાને કાઈ પણ બોલી શક્યા નહી

દીલના દર્દને અશ્રુથી તોલી શક્યા નહી
હૈયુ પરસ્પર આપણે ખોલી શક્યા નહી

જાલીમ જમાનો બેવની વચ્ચે હતો એથી
સામે મળ્યાને કાઈ પણ બોલી શક્યા નહી

Thursday, May 31, 2007

તમને સમય નથી અને મારો સમય નથી

તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યુકે આપણી વચ્ચે પ્રણય નથી

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સીવાય મારે બીજો કોઇ ભય નથી

વીસરી જવુ એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવુ એ તમારો વિષય નથી

હુ ઈંતજારમાં અને તમે હો વીચારમાં
એતો છે શરુઆત કાઈ આખર પ્રલય નથી

Wednesday, May 30, 2007

લાગણીનો સંબંધ

લાગણીનો સંબંધ કાઈ સમુદ્રની રેત પર લખેલુ નામ નથી કે દરીયાનુ (ગેરસમજ અને નફરતનુ) એક મોજુ આવ્યુ અને નામ ભુશાઇ જાય.

એ તો હ્રદય પર કાંડરેલ શિલાલેખ છે જે ઉમ્રભર વીકટ પરીસ્થિતીમાં પણ વંચાતો રહેશે.
- એકલો

Tuesday, May 29, 2007

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી
અજાણી આંખડીની ચોટ ગોજારી કરી લીધી

મને કાઈ વાતતો કરવી હતી અલગારી મન મારા
વળી કોના થકી તે પ્રીત પરબારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી

કસુંબલ આખડીના આ કસબની વાત શી કરવી
કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી

હવે મીત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ
અમારે વાત બે કરવી હતી ત્યારી કરી લીધી
-: અમ્રુત ઘાયલ


More complete version.
I am not sure which one is in correct order and which is correct.
But this second version seems complete.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

Monday, May 28, 2007

Kiss and Hug ....

Few of the things I have learned/read about kisses and hugs through movies/net/mails. I am not coping but writing them in my own words.

- If you kiss someone and your partners eyes are open, He/She does not have faith in you.
-: I never noticed as my eyes were never open.

- If you are in a relationship and your partner kisses you on your forhead he has all the faith and love for you.

- 9 out of 10 times the first kiss tells you about the relationship. -: Movie "Hitch".

- Zadoo ki zappi: When someone is angry just give him a hug and the anger will melt like butter: Movie "Munnabhai MBBS"

- There are Free Hug campains going around world. Where people give hug just so as to make you feel warm so that you can forget that you are in trouble.

Friday, May 25, 2007

આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતાતા

આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતાતા
કેવા નીચા લોક હતા જે ઉચી વાતો કરતાતા

યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસતો એકજ ભરતાતા

મોત આવ્યુંતો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની
આપણે બનેં મરી જવાનુ નાટક કેવુ કરતાતા

આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતાતા

આપણે ક્યા શીખ્યાતા ઝાઝુ ગામની કોઈ શાળામાં
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતાતા

આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના
આપણેતો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતાતા

Wednesday, May 23, 2007

"મોરપિંચ્છ" થોડા શબ્દો

Sometimes back I happened to listen to a album "મોરપિંચ્છ" (Morpinch). It has collection of gujaratis songs for Lord Krishna. In the narration they describe the love between Krishna and Radha. Two of very meaning full lines.

આપણને (પ્રેમની) સાબીતીઓ શોધવાની ટેવ પડી ગઇ છે।આખુય વૃંદાવન ફરી વળશો તો રાધાએ એના સ્નેહની વાત કહેતો કોતરાવેલો એક પણ શીલાલેખ નઝરે નહી ચડે "સંવેદનાના શીલાલેખ ન હોય."

આજે કેવી હાલત થઇ ગઇ છે. તમે કોઇને પ્રેમ કરો તો તમારે ફરી ફરીને કહેવુ પડે કે હુ તને પ્રેમ કરુ છુ. અને તમારે તેમને પ્રેમની સાબીતીઓ આપવી પડે.

રીક્તતાના પુર બે કાંઠે છે. રાધાના અભીસારની મટકી ઝંખે છે કૃષ્ણના કાંકરીચાળાને. દ્વારકાથી મધુવન સુધી અંકયેલી કેડીમાં રાધાના હતા તેથીય વીશેષ આંસુતો હતા માધવના પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે. પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે. પણ માધવની આ વ્યથા રાધાને કોણ સમજાવે.......

Monday, May 21, 2007

Dialogues movie "Namaste London"

I recently happened to see movie Namaste London. I liked few of the senti dialogues. Publishing for you.


1)
जाना चाहता हु लेकिन j***** से दूर बर्दास्त नही होता। रुकना चाहता हूँ लेकिन j***** ये जो कर रही है वो बर्दास्त नही होता।
शराब पिने से क्या तकलीफ कम हो जाती है।
ऐसे मोके पर तो जहर खाना चाहिऐ. ये तो मेरा दिल है जो सिर्फ सराब पी कर काम चला रहा है।
उम्मीद कि बात करते हो. महोब्बत कि बात करते हो. आज खुद ही हिम्मत हार गए।
बात तो मै बहोत करता हु। बस भूल जाता हूँ के हूँ तो मै इन्सान ही ना।२)
मैने तुम्हारे साथ इतना बुरा किया लेकिन तुम मुजसे जरा भी नाराज़ नही
जहाँ प्यार होता है, वहाँ नाराजगी नही होती। उम्मीद होती है। यही के जब हम बुढ़्ढे हो गए होंगे और मे यहाँ आकर तुमने फ़ोन करूंगा।
और फ़ोन पर कहोगे क्या।

यही कहूँगा के J****** मे तुमसे मिलना चाहता हूँ. आकर मिल लो जरा तुम मुजसे मिलना नही चाहती इतने सालो बाद क्यो मिले क्या होगा मिलके
लेकिन मे जोर देता हूँ। ना मत करो J*****।
तुम अड जाती हो. इन्कार एक दम पक्का है। आवाज़ एक दम मजबूत पुरे यकीं से भरी लेकिन तुम्हारा दिल जोर से धड़क रहा है।
A**** मे अब बूढ्ढी हो गयी हूँ तुम भी. अच्छा रहेगा के हम ना मिले.
लेकिन मे वही तेरा इंतज़ार करूंगा इसी उम्मीद मे के तुम आओगी।
फिर
फिर तुम आती हो. हम दोनो एक दूसरे को देखते है आजीब सा लग रह है. एक दुसरे के चहेरे को देख कर याद कर रहे है के जवानी मे हम कैसे दिखते थे. मै देख रह हूँ के तुम्हारे बाल कही कही जगह सफ़ेद हो गए है. लेकिन अभी भी रेशमी है . तुम्हारी प्यारी आखे ज़ूरियो के बिच वैसे ही चमक रही है जैसे अभी चमक रही है. और मे कहेता हूँ तुम अभी भी ख़ूबसूरत हो।
बकवास मत करो बूढी हो गयी हूँ।
तुम निचे देखने लगती हो।
तुन आख़िर वापस आये क्यो।
एक पल को सब चुप बोलने को कुछ नही रह।

तुम खुश तो हो ना।
असली प्यार का मतलब हासिल करना नही होता।

३)
तुम्हारा टेस्ट अच्छा नही है।
ऐसा मत बोलो तुम्हे मैने पहेली नज़र मे पसंद कर लिया था।
लाईन मार रहे हो।
लाईन तो मे पहेले दिन से मार रह हूँ. तुमने अब पता चला।
घर जाकर क्या करोगे। किसी और से शादी करोगे।
मे शादी शुदा हूँ।
ah I know I know.... मज़ाक कर रहे हो।
नही माज़ाक नही कर रह हूँ। मै दोबारा शादी नही करने वाला।


४) "पंजाबी मै भी हूँ। इश्क कि क़दर करता हूँ. लेकिन इश्क मे शर्त नही होती बादशाहो"


5)
I know मेने तुम्हारे साथ बुरा किया और शायद जिंदगी भर मुजसे नफरत करोगे।
ना मे तुमसे नफ़रत नही करता. ना कर सकता हूँ ना करूंगा
क्याँ ?
तुम्हे देखते ही मुजे तुमसे प्यार हो गया था। और इसीलिये मेने तुमसे शादी कि। हा कुछ देर तुमसे नफ़रत करने कि कोशिश कि लेकिन हुई नही। लेकिन जबर जस्ती तुम्हारा पति भी नही बनूँगा। और ना ही हिम्मत हारूंगा और ना यहा से भागूँगा। और J***** मै उम्मीद करूंगा के तुम मेरे पास लॉट कर वापस आओ। तुम्हे पहेली बार देखते ही मुजे तुमसे प्यार हो गया था।

કહુ કેમ મુજને ગમો છો તમે

કહુ કેમ મુજને ગમો છો તમે
દીવસ રાત દીલમાં રમો છો તમે

વીચારોમાં મારા સદાયે વસો
છતાં ક્યા કદીયે મળો છો તમે

સ્મરણ બસ તમારુ કરુ રાતદીન
નયનના ઝરુખે રહો છો તમે

ગુનો ચાહવાનો કર્યો છે હવે
સજા જોઇએ શું કરો છો તમે

હ્રદય પર મુકી હાથ સાચુ કહો
કદી યાદ મુજને કરો છો તમે

Friday, May 18, 2007

બાળક અને બાળોતીયા

હાલમાં કોઇની સાથે વાત કરતા એક જુની વાત યાદ આવી ગઇ જે લખવાની ઇચ્છા થઇ ગઇ.

મને આજે પણ યાદ છે. મારા જીવનની મારી કલ્પના સાથેની પહેલી ખરીદી.

અમારા જીવનનો બહુ મહત્વ સમય હતો. અમે નવુ નવુ જીવન શરુ કર્યુ હતુ એના બે દીવસ પછીની ધટના છે. અમારે એક સગાને હોસ્પિટલમાં મળવા જવાનુ થયુ. એમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
મને યાદ છે મારી કલ્પના અને મે બાળકીને પહેલી વખત જોઇ ત્યારે તે રડતી હતી કારણકે ૨-૩ દીવસની ઢીંગલીને સીન્થેટીક કપડા પહેરાવ્યા હતા. જેના કારણે બાળક હેરાન થતુ હતુ.

મને કલ્પના આવી ને કહે ચાલ આપણે બહાર જઇ આવીએ. મને એમ કે ક્યાક ફરવા જવુ હશે કે પછી કોઇ વાત કરવી હશે. પણ તે મને લઇ ગઇ કાપડની દુકાને બાળોતીયા લેવા માટે.

આવી રીતે અમે અમારા સહજીવનની શુભ શરુઆત બાળકના બાળોતીયાથી કરી. આજે પણ હુ અમારા જીવનની સૌથી સારી ખરીદી અને સૌથી સારી પળોમાં ગણુ છુ.

હજુ મને (અમને) પોતાના બાળકોના બાળોતીયા ખરીદવાનો મોકો નથી મળ્યો.

Thursday, May 17, 2007

સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો પ્રાણ છે.

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
-: રમેશ પારેખ

Few words of philosophy...

આજે ગીત લખવાનુ મન નથી થતુ. જીવનમાં અપનાવેલી અને સાંભળેલ બે વાત કરુ છુ.

મે હમેંશા માન્યુ છે અને શક્ય હોય ત્યા અમલ કર્યો છે.
"થોડુ ખોટુ બોલીને કે પછી થોડા મસ્કા મારીને જો તમે સામેની વ્યક્તિને જો સાચી ખુશી આપી શકતા હો તો ખોટુ બોલવામા કશુ ખોટુ નથી."

મે જેને પ્રેમ કર્યો એણે મને શીખવ્યુ હતુ.
"દીવસમાં એક કામ એવુ કરવુ કે જેથી તમને કાઇક સારુ કર્યાનો સંતોષ મળે."

Tuesday, May 15, 2007

તારી યાદ આવે તો છે

તુ ન આવે છો ન આવે તારી યાદ આવે તો છે.
એ અચાનક આવી મારુ દ્વાર ખખડાવે તો છે.

તુજને મારી સાથે ન ફાવ્યુ તો નથી તલભાર રંજ
ખુશ છુ બીજા સાથે તુજને આજ બહુ ફાવે તો છે.

ખોઇ બેઠો છુ હુ તારી ઝુલ્ફની ખુશ્બુ છતા
કલ્પનામાં ખુશ્બુ આવી મુજને ખુશ્બાવે તો છે.

આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો
કમ સે કમ એ યાદ આવી મુજને હરખાવે તો છે.

બીજુ "ઘાયલ" શુ કરે તારા ઉપરથી ઓળધોળ
દેહમાં છે પ્રાણ બાકી પ્રાણ લઇ આવે તો છે.
-: અમૃત ઘાયલ

હવે સૌ પ્રયતનો નકામા છે

હવે સૌ પ્રયતનો નકામા છે આદીલ
મહોબતની દુનીયા સ્વયંમ સંકુચીત છે.
હટાવી દીધા સર્વ અવરોધ તો પણ
વીરહ રાતથી વાત આગળ વધીના

ઉષાની જુદાઇમાં રજનીનું જીવન
ઉષામય બનાવી દીધુ પ્રક્રુતીએ
નયન રક્ત વરણા સભર આસુંઓથી
છે જાણે પ્રભાતે ગુલાબ ઓસ ભીના

સ્વભાવે જ રજનીનુ દીલ છે ગુલાબી
ગમે તે દશામાય ખીલી ઉઠે છે
મીલન ટાણે રંગો ઉષાના મળે છે
વીરહમાં રહે છે નયન રક્ત ભીના

A very well written expression of lonelyness and seperation from once love.
Note the comparision of blood in tears with rising sun.
The dawn(Usha) in someone life is represented as farewell to good times in another life(Rajani).

Monday, May 14, 2007

તમારી યાદ આવી ગઇ

છલકતી જોઇને મૌસમ તમારી યાદ આવી ગઇ
હતી આંસુથી આખો નમ તમારી યાદ આવી ગઇ

પ્રણયના કોલ દીધાતા તમે પૂનમની એક રાતે
ફરીથી આવી એ પૂનમ તમારી યાદ આવી ગઇ

નીહાળયો કોઇ દુલ્હનનો મે મેંહદી ભરેલો હાથ
બસ એ ઘડીએ તમારા સમ તમારી યાદ આવી ગઇ

અધુરી આ (કોઇ)ગઝલ પુરી કરી લઉ એવા આશયથી
ઉઠાવી જ્યા કલમ પ્રીતમ તમારી યાદ આવી ગઇ

ફુરસત મળે તો લે ખબર

કોક દી ફુરસત મળે તો લે ખબર
દીલ ઉપર વીતે છે શુ તારા વગર


પાનખરમા પણ બહાર આવી ગઇ
પ્રેમ ગીતોની અનોખી છે અસર

આખમાં તુજ યાદના આસુ ના હો
એક પણ વીતી નથી એવી પ્રહર

એજ છે રજની દીવાનો જોઇ લો
ગાય છે ગીતો ઉષાના દરબદર

Friday, May 11, 2007

તારા વીના .....

જીવનમાં જ એની કબર થઇ ગઇ છે.
છુ મરવાનો એવી ખબર થઇ ગઇ છે.
નથી શક્ય રજનીનું મળવુ ઉષાથી
સલામ આખરી કે સફર થઇ ગઇ છે.પ્રતીક્ષા કોઇની કરુ છું હુ કિન્તુ
આ એક વાતની મુઝને સમજણ પડીના
ભ્રમણ કોણે બદલ્યુ સમય ચક્ર કેરુ
નીયમ કોણે બદલ્યા સુરજની ગતીના

Thursday, May 10, 2007

Dialogue "Khanna and Iyer"

Recently saw movie "Khanna and Iyer". I liked only one dialogue hope you will enjoy it.

तुम मुजसे इतनी नफ़रत क्यो करते हो?
क्यो कि तू कमीना है।

तुम्हारे घर मे कोई कमीना नही है क्या।
हा हा हा ... है ना मेरी सास, ससुर और मेरा साला।

इतने कमीने के साथ रहे सकते हो तो एक और कमीने के साथ रहेने मे क्या एतराज़ है?

રાહ જોઇ બેઠો છુ

તારા સંદેશાની રાહ જોઇ બેઠો છુ.
તુ આવીશ એવા ઇંતજારમાં બેઠો છુ.

ઘણો સમય થયો પત્રોના જવાબ આપ્યા છે.
હવે સમય થયો કે તારા પત્રો આવ્યા છે.
તારા પત્ર માટે બેકરાર થઇ બેઠો છુ.
જવાબ આવશે એ આશા એ મીટ માંડી બેઠો છુ.

નથી થઈ આવી લાગણી કોઇ માટે.
તને તો હુ ચાહુ છુ જીવવા માટે
તારા માર્ગમાં નઝરો બીછાવી બેઠો છુ
"એકલો" હુ તમને દીલ દઇને બેઠો છુ.

પ્રેમમાં પડવાની નહોતી આશા અમને
ધાર્યુ પણ નહોતુ કે આવી ઉર્મિઓ જાગશે
તમારા એકરારની રાહ જોતો બેઠો છુ.
"એકલો" હુ તમને પ્રેમ કરી બેઠો છુ.
-: એકલો

Wednesday, May 9, 2007

અમે જીદગીને સવારીને બેઠા

અમે જીંદગીને સવારીને બેઠા
તમે આવશો એવુ ધારીને બેઠા

તમારુ ફકત દીલ જીતવાને
અમે આખો સંસાર હારીને બેઠા

તમેના જુઓતો અમારી ખતાશી
અમેતો પોકરી પોકરીને બેઠા

અમે પણ હતા કેવા સાચા જુગારી
ના જીતીને બેઠા ના હારીને બેઠા

અમે ક્યા કશું વીચારીને બેઠા
તમે જે દીધુ તે સ્વીકારીને બેઠા.
-: અદી મિર્ઝા

Monday, May 7, 2007

ગુજરાતનો નાથ Book review.......

ગુજરાતનો નાથ

ઇતિહાસની આસપાસ વણાયેલ એક નવલકથા છે. પહેલુ પ્રકાશન ૧૯૧૭મા. (મારા દાદા પણ કદાચ નહોતા જન્મયા )

મંજરી અને કિર્તિદેવ બે કલ્પનિક પત્રો છે. બાકી મુંજાલ-મીનળ, કાક, જયદેવ સોલંકી, રા'ખેંગાર- રાણક, ત્રિભુવનપાળ - કાશ્મીરા વગેરે ઐતિહાસિક પાત્રોની, ઐતિહાસિક પ્રસંગની વાર્તા છે.

પહેલુ પાનુ વાંચો પછી છેલ્લા પાના સુધી વાંચયા પહેલા ચોપડી નીચે મુકવાની ઇચ્છા નહી થાય.
કથાકારે શરુથી અંત સુધી એક સવાલ ગુચવેલો રાખ્યો છે મુંજાલ, કાક, ત્રિભુવનપાળ અને જયદેવ સોલંકી વચ્ચે ગુજરાતનો નાથ કોણ ?

કથામા જયદેવ સોલંકી જ્યારે ૧૭-૧૮ વર્ષનો છે (૧૧૫૪ આસપાસ). પાટણ પર અવંતિ ચઢાઇ લઇ આવે છે, બાળ રાજા જયદેવ કેવી રીતે મહામન્ત્રિ મુંજાલ, રાજમાતા મીનળદેવી, મિત્ર-ભત્રીજો-સેનપતિ ત્રિભુવનપાળ અને ત્રિભુવનપાળના વિશ્વાસુ મિત્ર-સલાહકાર કાક ની મહાનતા વચ્ચે ખરો રાજવી બને છે.
કાક જયદેવ, ત્રિભુવનપાળ, વીશળદેવ, રા'ખેંગાર અને કિર્તિદેવ વગેરેનો વિશ્વાસુ મિત્ર બને છે. છતા પણ મુંજાલ અને રાજમાતા મીનળદેવીનો વિશ્વાસ મેળવી શકે છે. કાક અને મંજરીની વચ્ચે વીધ્વાનતાનો ફરક છે તે વીકટ સંજોગોમા પ્રેમમા પરીણમે છે. અનઇચ્છા છતા મંજરી કાકને પતિ તરીકે સ્વીકારે છે અને ગર્વ અનુભવે છે.

ખલનાયક ઉદા મહેતા કેવી કેવી રીતે કાક અને મુંજાલના હાથે માત ખાય છે, તે ક. મા. મુન્શી જેવી સરળ અને સુંદર ભાષામા કદાચ જ કોઇ વર્ણવી શકે.

૨૧મી સદીના ઇન્ટરનેટીયા યુગમા ગુજરાતની મહાનતાને ભુલી ગયેલાઓ એ ખાસ વાચવા લાયક.

અને છેલ્લે.....
કાક અને મંજરી પહેલા વાત કર છે પછી ઝગડે છે અને પછી પ્રેમ કરે છે.મારી મંજરીએ પહેલા મને પ્રેમ કર્યો, પછી મારી સાથે ઝગડો કર્યો અને હવે મારી સાથે વાત પણ નથી કરતી.

Friday, May 4, 2007

હુ શુ કરુ ...?

એક વધુ મારી પોતાની રચના

સુરજ ઢળે ને તમે યાદ આવો તો હુ શુ કરુ.
ચન્દ્રમા તમારો ચેહરો દેખાય તો હુ શુ કરુ.

તમેતો મારા શ્વાસમા વસેલા છો.
તમારા વગર હુ નીસાસા ન નાખુ તો હુ શુ કરુ.

તમને તો મારા દીલમા સમાવ્યા છે
તમારા વગર આ દીલ રોવે તો હુ શુ કરુ.

પ્રેમ નહી કરુ એવી પ્રતિજ્ઞા કરી હતી,
તમારી તસવીર જોતા એ પ્રતિજ્ઞા ટુટી જાય તો હુ શુ કરુ.

તમે ભલે મના કરો
પણ આ દીલ તમને ચાહે તો હુ શુ કરુ.

ઝરમર વરસતો હોય વરસાદ
એવામા તમે યાદ આવો તો હુ શુ કરુ.

"એકલા" પ્રેમનો મારે એકરાર કરવો છે
પણ તમે સામે ના આવો તો હુ શુ કરુ.
-: એકલો આત્મા

તમે જે પાપ કરો છો એ ધોઉં છું

સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું.

નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ,
પહેલાં ગુમાવ્યાં તમને, હવે ખુદને ખોઉં છું.

તારા વિરહમાં નીંદ તો ક્યાં છે નસીબમાં ?
તારાં સ્વપ્ન તો જાગી રહ્યો છું ને જોઉં છું.

ખુદ હું જ મારો પીછો કદી છોડતો નથી,
જ્યાં જ્યાં હું જાઉં છું ત્યાં બધે હું જ હોઉં છું.

રાખે ન આમ કોઈને અલ્લાહ એકલા,
કે રોઉં છું ને હું પછી આંસુ લોઉં છું.

શોધું છું મારું સ્થાન જગતમાં હું એ રીતે,
અંધારી રાતે જાણે અરીસામાં જોઉં છું.

‘બેફામ’, મારા મૃત્યુ ઉપર સૌ રડે ભલે,
મારા જનમ ઉપર તો ફક્ત હું જ રોઉં છું.

-: બરકત વિરાણી ‘બેફામ’

આ ક્ષણમાં જ જીવવાનો મંત્ર

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.


ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.


ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.


કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.


કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.


રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.
-: પ્રફુલ્લ દવે

Thursday, May 3, 2007

થોડીક ગઝલો

થોડા દીવસ પહેલા "અમર ભટ્ટ" ના એક પ્રોગ્રામમા સાભળેલ થોડીક ગઝલો

મરીઝ
જીદગી ને જીવવાની ફીલસુફી સમજી લીધી.
જે ખુશી આવી જીવનમા આખરી સમજી લીધી.

કઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી,
તો કઇક વેળા એક ક્ષણને જીદગી સમજી લીધી.

એ રહી રહી ને માગે છે પરિવર્તન "મરીઝ"
કે મારી બરબાદીને મે જેની ખુશી સમજી લીધી.મનોજ ખન્ડેરીયા
જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે.
વીનમ્ર થઇને કરીએ ફરીયાદ જીદગીમા
રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઉભા રહયા તો અશક્ત માની હટાવી દીધા.
ઘણીય વેળા સમયથી આગળ થવાની સજા મળી છે.


બે લાઇન જે મે પુરી નહોતી નોધી.
તારી પીડામા કોણ કોણ છે.
લખવા છે તારે નામ તો મારાથી કર શરુ.

Tuesday, May 1, 2007

લગ્ન વેળાએ ......

पुरी जिंदगी यही गाता आया था आज एक बार फिर सच हो गया

हमे तो आपनो ने लूटा गैरो मे कहाँ दम था।
कश्ती भी वहाँ डूबी जहाँ पानी भी कम था।

મનહર ઉધાસ ની ગાયેલી થોડીક પંક્તિ

મહેફીલની ત્યારે શરુઆત થઇ હશે મારા ગયા પછી જ મારી વાત થઇ હશે।


પરિચીત છુ છતાયે દૂર ખુણામા ઉભેલો છુ.
મને શુ ઓળખે લોકો સમય વીતી ચુકેલો છુ.

Congratulations......
મને આર્શિવાદ દેવાનો તો હક નથી રહ્યો, છતા શુભકામનાઓ આપુ છુ. ખુશ અને સુખી રહે.

એ ચેહરો .....

આજે મારી પોતાની રચના છે....

કોશીશ છતા ભુલાતો નથી એ ચેહરો
ભુસાવા છતા દીલમા છપાયેલ છે એ ચેહરો
"એકલો" ભીડમા શોધી રહ્યો છુ એ ચેહરો

ભગવાન આવીને પણ જો કોઇ વરદાન આપે
તો માગી લઉ એ ચેહરો

જયારે પણ એકલો પડ્યો છુ ને જુની યાદ આવે છે
આખ આગળ તરવરે છે એ ચેહરો

મીત્રોએ સમજાવ્યો કે હવે ભુલી જા
તારા માટે ઔર હશે તારા માટે નહોતો એ ચેહરો

કેમ કરીને વીસરી જાઉ
મારા તો જીવનનો ધબકાર હતો એ ચેહરો

Sunday, April 29, 2007

Shall we dance: Few lines

Just happened to see the movie "Shall we dance".
I liked it.
Some of the touchy lines....

"One thing I felt proudest for whole life is that you are happy with me.
If I could not tell you that I was not happy sometimes was because I did not want to risk hurting the one personal I treasure the most. I am so sorry.

"Why it it do you think that people get married ?"
"Passion"
"No, because we need witness to our lives. In a marriage you are promising to care about everything, the good things, the bad things, the terriable things, all of it, all the time, every day. You are saying your life will not go noticed because I will notice it. Your life will not go unwitnessed. Because I would be your witness."

I rememer taking two steps of dance with love of my life. And I had a promise "Not now I will give you enought time to dance with me."
I am still waiting for that time to come.............

Friday, April 27, 2007

Mother Teresa on Abortion

It is a poverty to decide that a child must die so that you may live as you wish. -: Mother Teresa
જીવનની સૌથી મોટી ગરીબાઈ છે, આપણે "સારુ" જીવન જીવવા આપણા બાળક ને જીવવા નથી દેતા. -: મધર ટેરેસા

The greatest destroyer of peace is abortion because if a mother can kill her own child, what is left for me to kill you and you to kill me? -: Mother Teresa
ભ્રુણ હત્યાએ શન્તિનો સૌથી મોતો શત્રુ છે. જો માતા પોતે જ પોતાના બાળક ને મારે તો પછી આપણે યુધ્ધમા કોને મારીશુ. -: મધર ટેરેસા


મારા જીવન ની સૌથી મોટુ દુઃખ છે. મે સાથ આપવાના નામે મારુ બાળક ગુમાવ્યુ અને મને કોઈએ એમ કહ્યુ કે " આ બાળક મારુ નથી એમ મે કહ્યુ એટલે abortion કરાવવુ પડ્યુ ."
જીવન ની કેવી કરુણતા હુ આવી વાત ના ફેલાવવા સમજાવી પણ નથી શકતો.

Wednesday, April 25, 2007

Movie review: Hatrik

I just happened to watch movie last night.

A beautiful story, great emotions and situation but wasted in .... I do not know... What is wrong..
Some of the situations I liked. (not exact dialogs just my understanding.)
1. Kunal Kapoor's mother describing who is her hero. Very simple concept but presented beautifully. "A hero is not who does all the big things in life as done in films but one who takes care of my small thing and always stands by me."

2. Riya Sen asking her friend. You did not know any thing about photography. Good you learnt so that you can stay together. What she replies. "No I donot like photography (In my case read painting) but Just to stay with my spouse I developed it. It just gives us time to stay together. My 2 hours time gives us smile for rest of the day."

3. Paresh Rawal's wife explaining why people do not like him. "It is not because you are smaller personality but because you think small, your ideas are cheap."

And abviously
4. The fighting spirit of Chinaman "Danny". Who finally gets smile on Nana's face.

પ્રેમની રજુઆત

મારા જીવનની પહેલી રચના જે મને પોતને પણ ગંમી હતી.

"મારા પ્રેમની રજુઆત હજુ થઈ નથી
કારણ મારા પ્રેમને લાયક વ્યક્તિ હજુ મળી નથી"

જોકે આ વાત હવે સાચી નથી પણ જીવન મને હવે પાછુ આ બોલવા મજ્રબુર કરે છે.

મારા પ્રેમની રજુઆત થઈ છે ઘણી વાર થઇ છે. પણ જેની આગળ થઈ છે તેને કાઈ પડી નથી.

Wednesday, April 4, 2007

મારી પહેલી વાત


કહેવાય છે કે પ્રેમિકા ( સ્ત્રી ) જ્યારે જતી રહે ત્યારે પ્રેમી કા તો ગાંડો થઈ જાય અથવા તો philosopher થઈ જાય.

છેલ્લા એક વર્ષમા મારી આખી જિન્દગી બદલાઇ ગઈ. શુ થયુ એની ચર્ચા નહી કરુ પણ મે જે અનુભવ્યુ તેનાથી શરુઆત કરવી છે.

મારી હાલતની પહેલી રજુઆત .....