Friday, May 25, 2007

આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતાતા

આપણા બેના મનમાં જેઓ પાપની અગ્નિ ભરતાતા
કેવા નીચા લોક હતા જે ઉચી વાતો કરતાતા

યાદ કરો ઓ ભુલી જનારા આપણો એ ભુતકાળ જરા
આપણે બે ઈન્સાન હતા પણ શ્વાસતો એકજ ભરતાતા

મોત આવ્યુંતો યાદ આવી ગઈ ઘેલછા આપણા યૌવનની
આપણે બનેં મરી જવાનુ નાટક કેવુ કરતાતા

આપણે પણ મશહુર હતા એ હીર અને રાંઝા જેવા
લોક તને રસ્તામાં જોઈ યાદ મને પણ કરતાતા

આપણે ક્યા શીખ્યાતા ઝાઝુ ગામની કોઈ શાળામાં
તો પણ પ્રેમના સરવાળાઓ આંખ મીચીને કરતાતા

આપણે ક્યાં મોહતાજ હતા કોઈ એક રંગીલી મૌસમના
આપણેતો હર મૌસમમાં ફૂલોની જેમ નીખરતાતા

No comments: