Thursday, May 17, 2007

સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

ગઝલના બધા જ શેર ઉત્તમ છે પણ ચોથો શેર આખી ગઝલનો પ્રાણ છે.

બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.

ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.

ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.

વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.

તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.

ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.

જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
-: રમેશ પારેખ

4 comments:

Atma said...

@Dara,
You must be aware we have a good friend called disturber. He has been posting messages on my name so I am keeping quite these days. Do not worry I am visiting each for these blogs.

Again there is another "atma" whom I saw very recently after I created a profile. I am not sure If he is genuine or not. SO I am keeping quite untill I findout way for my unique identify.

Comic World said...

Nice blog man..though i dnt know gujrati much but would like to learn it...keep it up

Kit Walker said...

દોસ્ત! તારા નામે મારા બ્લોગ પર કોઇ કોમેન્ટ્સ કરતુ હતુ. કાલે મે થોડી વાર એની ટેસ્ટ લીધી જસ્ટ ટુ કન્ફર્મ અને એ ભાઈ અબ્યુસીવ થઈ ગયો.
મે ડિક્લેર કરી દીધુ છે કે સારી હોય કે ખરાબ, એની નોન-બ્લોગર કોમેન્ટ્સ હુ અલાઉ નહીં કરુ.
આ એ જ માણસ છે ને કે જે તમને લોકો ને પણ હેરાન કરે છે?

Atma said...

થેન્ક્યુ કીટ,

મને ખબર છે. કોઇક છે જે બધાના બ્લોગ ઉપર મારા નામે abusive કમેન્ટસ કરે છે. એના કારણે જ મે બીજાના બ્લોગ પર કોમેન્ટસ આપવાનુ બંધ કરી દીધુ છે. છતા પણ એ ક્યારેક મારા બ્લોગ પર જથ્થા બંધ abusive કોમેન્ટસ આપી જાય છે. જે મારે ડીલીટ કરવી પડે છે.

હજુ પણ એક આત્મા છે જેની પાસે બ્લોગર આઇડી છે. મને એના ઉપર હજુ ભરોશો બેસતો નથી. મને લાગે છે કે તે આ ડીસટરબરનો નવો અવતાર છે. હમણા તો થોભો અને રાહ જોવો.