હાલમાં કોઇની સાથે વાત કરતા એક જુની વાત યાદ આવી ગઇ જે લખવાની ઇચ્છા થઇ ગઇ.
મને આજે પણ યાદ છે. મારા જીવનની મારી કલ્પના સાથેની પહેલી ખરીદી.
અમારા જીવનનો બહુ મહત્વ સમય હતો. અમે નવુ નવુ જીવન શરુ કર્યુ હતુ એના બે દીવસ પછીની ધટના છે. અમારે એક સગાને હોસ્પિટલમાં મળવા જવાનુ થયુ. એમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
મને યાદ છે મારી કલ્પના અને મે બાળકીને પહેલી વખત જોઇ ત્યારે તે રડતી હતી કારણકે ૨-૩ દીવસની ઢીંગલીને સીન્થેટીક કપડા પહેરાવ્યા હતા. જેના કારણે બાળક હેરાન થતુ હતુ.
મને કલ્પના આવી ને કહે ચાલ આપણે બહાર જઇ આવીએ. મને એમ કે ક્યાક ફરવા જવુ હશે કે પછી કોઇ વાત કરવી હશે. પણ તે મને લઇ ગઇ કાપડની દુકાને બાળોતીયા લેવા માટે.
આવી રીતે અમે અમારા સહજીવનની શુભ શરુઆત બાળકના બાળોતીયાથી કરી. આજે પણ હુ અમારા જીવનની સૌથી સારી ખરીદી અને સૌથી સારી પળોમાં ગણુ છુ.
હજુ મને (અમને) પોતાના બાળકોના બાળોતીયા ખરીદવાનો મોકો નથી મળ્યો.