Tuesday, September 30, 2008

મેં તજી તારી તમન્ના

મેં તજી તારી તમન્ના, તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં, મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ, આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
-: ‘મરીઝ’

Tuesday, September 23, 2008

હુ ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ

આમ તો ઘણા સમયથી લખ્યુ નથી અને હવે લખવાની ઈચ્છા પણ નથી થતી. કાઈ કહેવા અને સમજાવવાનો સમય વીતી ગયો. બહુ પથ્થર સાથે માથું પછાડ્યુ. હવે તો કરવાનો સમય છે. ઘણા સમય પછી આજે ઓફિસમાં આ ગીત સાંભળ્યુ એટલે થયુ કે અહી રજુ કરુ.

હુ ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ,
પણ ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ.

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો બેદીલીથી મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

પ્રુથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એના મિલનની ક્યાંક જગા હોવી જોઇએ.
-: મરીઝ