Friday, April 30, 2010

સાંવરિયો રે મારો સાંવરિયો

સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં
એવી લથબથ ભીંજાણી હું વ્હાલમાં

મારા વાલમનું નામ મારું નાણું
મારા મનનું ગુલાલ જેવું ગાણું

જાણું કે એણે ખાલી ઘડામાં ટહુકો ભરીયો !
કોઈ પૂછે કે ઘર મારું કેવડું
મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકી ઉજાગરાથી રાતી
ઝીણા ધબકારે ફાટફાટ છાતી
છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

કોઈ હીરા જુવે તો કોઈ મોતી
મારી આંખો તો છેલજીને જોતી
જોતી રે રંગ કેસરિયો રે રંગ કેસરિયો
-: રમેશ પારેખ

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર

આયનાની એક મર્યાદા અહીં ખુલ્લી પડી,
એક પણ પ્રતિબિંબને એ સાચવી શકતો નથી.

જિંદગીમાં જે અધૂરી ઝંખના રહી જાય છે,
થોડું જો ચિંતન કરો તો એ કવિતા થાય છે.

થોડા ઝઘડા છે છતાં પરવા નથી,
આપણી વચ્ચે મહોબત ક્યાં નથી !

વિશ્વ ના પામી શક્યાનું દુઃખ ન કર,
એ મળી પણ જાત તો તું શું કરત ?

એટલો ઊંચે ગયો હું એટલો ઊંચે ગયો….
કે પછી તો સાવ પડછાયા વગરનો થઈ ગયો.

પ્રેમની લાંબીલચક વ્યાખ્યા ન કર,
‘હું’ અને ‘તું’ એટલું કાફી નથી ?

Thursday, April 29, 2010

તને વહાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું?
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળના વાવડ ગમે
કે મારા આ મળવાના વાયદા
તને મારામાં ખૂલવું ને ખીલવું ગમે
કે છત્રીના પાળવાના કાયદા
તને વરસાદી મોરલાનું ટેંહુક ગમે
કે મારી આ કોયલનું કૂ…
તને વહાલો વરસાદ કે હું ?

તને વરસાદી વાદળનું ચૂમવું ગમે
કે તરસી આ આંખોનું ઝૂરવું
હું ને આ વાદળ બે ઊભાં જો હોઇએ
તો, કોનામાં દિલ તારે મૂકવું
તને આભમાં રમતું એ વાદળ ગમે
કે દરિયાનો કાંઠો ને હું…
તને વહાલો વરસાદ કે હું ?

તને છોને વરસાદ હોય વ્હાલો પણ,
કોણ તને લાગે છે વ્હાલું વરસાદમાં
તને આટલું ચોમાસું વ્હાલું જો હોય
તો આંખો ભીંજાય કોની યાદમાં
આઠે મહિના મને આંખોમાં રાખે
ને ચોમાસે કહે છે જા છૂ…
તને વહાલો વરસાદ કે હું ?

મને સાચ્ચો જવાબ દઇશ તું?.
-: મુકેશ જોષી

Wednesday, April 28, 2010

મારા સ્મરણ પ્રદેશની

મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
-: રમેશ પારેખ

Monday, April 26, 2010

તમને ટપાલમાં

તમને ટપાલમાં કાગળ નહીં,
ફૂલ મોકલવાનું મન થાય છે.અને ….

જ્યારે તમને ફૂલો મળશે
ત્યારે એ કરમાઇ ગયાં હશે
-અત્યારે
તમારા વિનાનીમારી સાંજની જેમ.

-: જગદીશ જોષી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી
મને પાનખરની બીક ના બતાવો !

પંખી સહિત હવા ચાતરીને જાય
એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં
પણ મારામાં ઝાડ હજી જાગે.

માળામાં ગોઠવેલી સળી હું નથી
મને વીજળીની બીક ના બતાવો !
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય
કોઈ રાતી કીડીનોય ભાર !

એક પછી એક ડાળ ખરતી જોઉં ને
થાય પડવાને છે કેટલી વાર ?

બરફમાં હું ગોઠવેલું પાણી નથી
મને સૂરજની બીક ના બતાવો !
-: અનિલ જોશી

Sunday, April 25, 2010

જાણે મહેરબાની કરો છો

અમે તો ફક્ત મિત્રતા માંગી હતી એમા પણ આના-કાની કરો છો.
તમે તો નફરત પણ એવી રીતે કરો છો કે જાણે મહેરબાની કરો છો.

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એના પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું ...........
- અલ્પેશ “પાગલ”

Saturday, April 24, 2010

Inspiration from movie "Yes Man"

Very recently I happened to watch the movie "Yes Man" Starring Jim Kerry.
I liked the concept thought at the end it says that you have to make a balance between yes or not but YES it definately says something about being positive in life.

Here are some of the dialogues of the movie though they are not in the order they were presented in the movie but they are in the order which would make sense in text.


You can't audit life my friend.
What is your name ?
_____________.
Let me guess ___________ someone talked you into coming here today didn't they ?
Yes,
and you are not sure about this. Are you ?
No.
You are dead ___________. You say no to life. and There for you are not living.
You make up excuses to people around you and to yourself.
You are stuck in same deadend job you have been in for years.
You don't have a girlfriend. You don't have anything close to a girlfriend.
And you lost love of your life because she could not be with someone who didn't live theirs.
and for most nights you are so bored and filled with envy
and you cannot summon enthausiasm necessory to pleasure yourself.
Am I right _______ ?

Once you leave this building (blog), everytime an opportunity presents itself no matter what it is you would say "YES".


You could get to start saing yes my man and I mean to everything.

Life we are all living it
Change is generated from consciousness

but where is consciousness generated from?
From the external.....

And how do we control the external?
with one word.....

and what is that word ?

YES.......

The word is Yes...........
Yes........
Yes........ Yes...........

When you say "Yes" to things you embrace the possible
You goble up all the life's energies and you excrete the waste.

Simply say Yes.....

ભગવાન છે ......

એક બે દિવસ પહેલા કોઈની સાથે ચર્ચા થતી હતી કે હુ આસ્થિક છુ કે નાસ્તિક. મે કહ્યુ કે ના હુ આસ્તિક તો નથી જ પણ હુ નાસ્તિક પણ નથી. હુ ભગવાન મા માનું છું પણ મારે ભગવાન સાથે વાત કરવા નથી મંદીરમાં જવુ પડતું કે નથી કશું માંગવું પડતું, મારે જે જોઈએ એની ભગવાન ને ખબર છે અને જો એને યોગ્ય લાગશે તો મને એની મેળે આપશે.
મારા આ વાક્યને યોગ્ય રીતે રજુ કરવા માટે "સ્વદેશ" ફીલ્મનું એક અડધૂ ગીત.

राम हृदय में है मेरे राम ही धड़कन में है।
राम मेरे आत्मा में, राम ही जीवन में है।

राम हरपल में है मेरे राम है हर श्वास में।
राम हर आशा में मेरे राम ही हर आश में।

राम ही तो करुना में है, शान्ति में राम है।
राम ही है एकता में, प्रगति में राम है।
राम बस भक्तो नहीं शत्रु की भी चिंतन में है।
देख तज के पाप रावण राम तेरे मन में है।

राम तेरे मन में है, राम मेरे मन में है

राम तो घर घर में है, राम हर आँगन में है
मनसे रावण जो निकाले, राम उसके मन में है

Friday, April 23, 2010

ફરી ફરી ને ......


મે જ્યારે આ બ્લોગ ચાલુ કર્યો ત્યારે મને પોતાને પણ ખબર નહોતી કે હુ આટલા બધા વર્ષ સુધી લખીશ અને એક દિવસ એવો આવશે કે મારી પાસે લખવા/ કહેવાનુ વધરે હશે અને દિવસો ઓછા.

મે એક નિયમ રાખ્યો હતો કે એક દિવસમાં એકથી વધરે પોસ્ટ નહી કરુ. પણ હવે લાગે છે કે એકથી પણ ઘણી બધી વધારે વાર લખવું પડશે. ચાલો તો હવે તમે વાંચવા તૈયાર થઈ જાવ.

ચાલો શરુઆત મારી પોતાની લખેલી પણ કદી પુરી ન થઈ એવી વાતથી.

દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને,
મારા દિલની વાત ને ત શાયરી સમજી લીધી.

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં

મેં મૂકી દીધો છે મારો હાથ તારા હાથમાં,
ભાગ્યને મારા હવે તું રાખ તારા હાથમાં.

ફૂલ કેવળ રાતરાણીનું નથી દીધું તને,
મેં મૂકી છે જાગતી એક રાત તારા હાથમાં.

હાથ તારો મેં અમસ્તો તો નથી ચૂમી લીધો,
મેં મૂકી છે ઝૂરતી એક વાત તારા હાથમાં.

જ્યારથી સ્પર્શ્યો છે એને ત્યારથી મહેક્યા કરું,
ફૂલ તો ખીલતાં નથી ને તારા હાથમાં ?

એ કેમ લંબાતો નથી હજી મારા તરફ ?
કેટલાં જન્મો તણો છે થાક તારા હાથમાં.

તું સજા આપે હવે કે તું આપે હવે ક્ષમા,
મેં મૂક્યાં છે મારા સઘળા વાંક તારા હાથમાં.

અર્થ એનો તારે મન કંઈ પણ ભલે ન હોય,
પણ એક ઝાંખું નામ છે, વાંચ, તારા હાથમાં.

લાવ એને આંખ પર મારી સતત રાખી મૂકું,
સળવળે છે ક્યારની એક પ્યાસ તારા હાથમાં.

એટલાં મજબૂત તારા હાથ હું કરતો રહીશ,
જેટલાં ઘાવ જમાનો કરશે તારા હાથમાં.

હાથ તારો પામવા બેચેન હાથો કેટલાં ?
જાણે કે જગની બધી નિરાંત તારા હાથમાં.

હાથ મારો તું નહી પકડી શકે જાહેરમાં,
કેટલાં દુનિયાએ મૂક્યાં કાપ તારા હાથમાં.

હું હવે જડમૂળથી ઉખડી ગયો છું
તું લાગણી જો હોય, પાછો સ્થાપ તારા હાથમાં.

એક મારા નામની એમાં કમી છે,
અન્યથાકેટલાં મંત્રો તણા છે જાપ તારા હાથમાં.
-: રૂષભ મહેતા

Wednesday, April 21, 2010

પ્રેમની વાત બસ એટલે જ આટલી મજાની છે

પ્રેમની વાત બસ એટલે જ આટલી મજાની છે,
ઘટના એ આમ તો બુધ્ધિને મળેલી સજાની છે!!

પાયાનો પથ્થર તો સચવાઇ જશે માટીની હુંફે,
ચિંતા સતાવે છે એ તો આ અલ્લડ ધજાની છે.

ભુલી જઈ ફિલસૂફીની વાતો, બસ પ્રેમ કરીએ,
વાત બસ એ એક મારા કે તમારા ગજાની છે!

કૈંક સામ્રાજ્યો બસ આજ ભ્રમથી તૂટી ગયાં:
આનંદો સઘળાં આપણા ને પીડા પ્રજાની છે.

તમારાથી દૂર થવાનો રંજ તો ભુલીયે શકાય,
ન ભુલાય તેવી વાત તમે આપેલી રજાની છે..!

Monday, April 19, 2010

સપનામા તે આવ્યા મળવા આજે

રોમાંન્ચ અનુભવ્યો અમે રાત્રે આજે,
સપનામા તે આવ્યા મળવા આજે

ઊંઘી ગયા હતા નીરાતની નીંદરમા,
સપનામા આવી જગાડી ગયા આજે

વાતો કરી ઘણી તેણે સાંભળી અમે,
સાંભળતા રોમેરોમમા પ્રસરી ગયા આજે

કહ્યુ અમે અમારે પણ હ્રદય જેવુ કંઇક હોતુ હશે,
બોલ્યા,તમારુ તમારી પાસે હોય તો જણાવો આજે

નીહારતા રહ્યા આખી રાત તેમને અમે,
પ્રેમમા જાગ્યા મોડી સવારે અમે આજે…

Tuesday, April 13, 2010

શોધું હું બહાનું તને મળવાનું

શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું

જાગતી રાતો અને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું

કરું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું

કેમ કરી જીતુ બાજી પ્યારની
તારી પાસે તો છે હુકમનું પાનું

કરીએ પ્યાર આપણે સાવ સાચો
તો પછી દુનિયાથી શું ડરવાનું ?

હુ તો જીવું છું તારે માટે
તારા વિના જીવું તો કેવું જીવવાનું ?
- નટવર મહેતા

Monday, April 12, 2010

શુ પ્રેમ નો અન્ત આવો જ હોય છે

છુ હવે વાકેફ ચંદ્ર્ની દરેક હરકતથી,
કે વીતાવી છે ઘણી રાતો એમને યાદ કરીને.

આવ્યા નથી એમ જ એ અમારી મેહફિલમાં,
બોલાવ્યા હતા અમે એમને સાદ કરીને.

નથી કબૂલી લીધું કે પ્રેમ છે મુજને,
ઉમેર્યા છે ઘણી જગ્યાએ એમને ખુદ ને બાદકરીને.

'મલ્હાર'મેઘને પણ છેતર્યો હશે વર્ષા એ ક્યારેક,
નહિ તો શુ દર્શાવે છે એ ગડગડાટ કરીને?

હુ કેહતો જ હતો પ્રેમ છે તુજથી ત્યાં તો,
ચાલ્યા ગયા એ પોતાના પ્રેમીની ફરિયાદ કરીને.

શુ પ્રેમ નો અન્ત આવો જ હોય છે 'મલ્હાર'?
ભૂલી જવાનું પ્રિયતમાને રુદન હૈયાફાટ કરીને.

Saturday, April 10, 2010

હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું - ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું ‘મરીઝ’
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

-: મરીઝ

Tuesday, April 6, 2010

હું થોડા દિવસ હવે તારામાં રહું?

ખોટું ન લાગે તો વાત એક કહું
હું થોડા દિવસ હવે તારામાં રહું?


કામમાં હશે તો હું વાત નહીં માંડું
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

કોણ જાણે હિમશી એકલતા જામી
વૈદો કહે છે: હૂંફની છે ખામી
કહે છે તારામાં લાગણી છે બહુ… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

રોજ એક ઈચ્છા જો સામે મળે છે
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે
તારામાં તારાથી આગળ નહીં જઉં… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે
મારી હથેળી પછી પગ તારો પડશે
વેદનાનો ભાર હું એકલો જ સહું… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી.
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું?… હું થોડા દિવસ હવે તારામાં રહું?…

-: મૂકેશ જોશી

Thursday, April 1, 2010

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું

સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.

આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.

આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.

પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.

બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.

રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.

૧ એપ્રિલ ૨૦૦૩ અને આજે ૧ એપ્રિલ ૨૦૧૦. ૭ વર્ષ. જિંદગી બદલાઈ ગઈ. મારે ઘણુ કહેવુ છે, પણ કોને કહું? શુ કરવા કહું. શબ્દો ને એવા કાન પર અથડાવવાનો અર્થ નથી જ્યાં ના તેને એનો અર્થ સમજાશે, કે નહી એની પાછળની લાગણી. ઘણી વાર થાય છે કે વાત કરીને સત્યને બહાર લાવુ પણ પછી જેમ ઉપર કહ્યુ તેમ. "સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું".

આજ મારો રડવાનો કે તને યાદ કરીને ખુશ થવાનો છેલ્લો દિવસ. આજ પછી જીંદગી જીંદાદિલીથી જીવીશ જેમ કોલેજના દિવસોમાં જીવતો હતો. એજ રોમેંટીક મુડ અને એજ બેફિકર મસ્તી.