Monday, July 30, 2007

હીરણને કાઠેં

શનિ-રવી ની રજા માં ચેનલ બદલતા બદલતા ઝી ગુજરાતી પર અટકી ગયો। સામે હતા ગુજરાતી સુપર સ્ટાર જોડી નરેશ કનોડીયા અને સ્નેહલતા. મન માં થયુ લાવ થોડી વાર જોવ તો ખરો કે એવુ શુ હતુ કે આટલા બધા અને આટલા સારા ગુજરાતી અદાકાર ના હોવા છતા પણ ગુજરાતી સિનેમા નથી ચાલતા. મારો ઉદેશ્ય જુદો હતો અને મારુ નિરીક્ષણ કાઈ ઔર રહ્યુ.

ગુજરાતી સિનેમા હોય એટલે રમેશ મહેતા વગર ના ચાલે કમ સે કમ નરેશ કનોડીયા અને સ્નેહલતાના જમાનામાં.

આજ કાલ ભુલેચુકે જ્યારે પણ રમેશ મહેતાને જોઉ છુ ત્યારે મને સવાલ થાય છે. ગુજરાતી ચિત્રપટ પર સુપર સ્ટાર કોણ નરેશ કનોડીયા કે રમેશ મહેતા? કારણ કે નરેશ કનોડીયા વગર કદાચ સિનેમા હોય પણ રમેશ મહેતા વગર ના ચાલે. રમેશ મહેતાની પણ શુ વાત કરુ એક અલગ પ્રકાર નો હાવભાવ કે જે તેમનો ટ્રેડમાર્ક છે તે વડે તેમણે લોકો ને કેટલી વાર હસાવ્યા હશે અને કેટલી વાર રોવડાવ્યા પણ છે. એજ હાવભાવ વડે કેટલી વાર જીવનની ફિલસુફી પણ કહી દીધી છે.

"હીરણને કાઠેં" માંથી રમેશ મહેતાનો એની હીરોઈન (હુ ઓળખી ના શક્યો ) નો એક સંવાદ.
અલા તે મોઢુ કેમ બગાડ્યુ.?
ર.મે.- તારી હાજરી માં મારુ મોઢુ કદી બગડ્યુ નથી પણ આ સમાચાર સાંભળીને જીવતર બગડી ગયુ. માંડ માંડ સગપણની વાત ગોઠવાય હતી ત્યા વળી વડીલોના વેરઝેર વચ્ચે ક્યાં આવ્યા.

કેટલી સાચી અને મહત્વની વાત કેટલી સાદગી થી એક-બે વાક્યામાં કહી દીધી છે.એક એવી વ્યક્તી કે જેને જોતા કદી મોઢુ ના બગડે તેની આગળ પણ મન ઉદાસ થઈ જાય છે. કારણ કોઈ બે યુવાન હૈયા માંડ મળે છે ત્યાં જેની સાથે કાઈ નીસ્બત નથી તેવી માં-બાપની દુશ્મની વચ્ચે આવે છે. માં-બાપ પણ બાળકો ને ચાહવા છતાં માત્ર પોતાના ઘમંડ અને ખોટા નામ માટે થઈ ને બાળકોને છુટા પાડવા મહેનત કરે છે. જે તેમના મીત્રો ને દેખાય છે તે શુ હમેશ સાથે રહેતા માં-બાપને નહી દેખાયુ હોય.

Tuesday, July 24, 2007

વિયોગ વધારે આકરો છે

હુ મીરાબાઈની જેમ ઝેરના પ્યાલા પી શકુ એમ છું,
સરપ કોઈ ગળે વીંટાળે તો તે સહન કરી શકુ એમ છું,
પણ આ વિયોગ એ કરતા વધારે આકરો છે.

Monday, July 23, 2007

તમને સંભારુ

કોણ મોહતાજી વસંતોની કરે
તમને સંભારુને ખીલે છે ગુલાબ

-: દીપક બારડોલીકર

Saturday, July 21, 2007

વેવિશાળ Book review

આજે એક પુસ્તકનો રિવ્યુ.

આમ તો મારી કોઇ ઓકાદ નથી "ઝવેરચંદ મેઘાણી"ની નવલકથા "વેવિશાળ" વિષે કાઈ લખી શકુ, પણ વેવિશાળની વાર્તા મારા જીવનની કથા સાથે ઘણી મળતી આવે છે.

વાત છે ગામમાં રહેતા સુખલાલની અને સુશીલાની. સુખલાલની સગાઈ શહેરમા રહેતી સુશીલા સાથે થયેલ છે. સુખલાલના જીવનમાં સુખ નથી. સુશીલા સુશીલ છે એને સુખલાલ સાથે સંબંધનો એને વાંધો નથી પણ બાપુજી અને મોટા બાપુજીની દખલઅંદાજી ના કારણે પોતાના મનની વાત પણ નથી કરી શકતી. સુખલાલ મરતી માંના એક બોલ પર કે "બેટા, તારો સંબંધ ટુટે તો આમારુ જીવવુ ઝેર થઈ જાય. આખરે તો આ તારા જીવનનો પ્રશ્ન છે. જા શહેરજા અને ગમે તે રીતે વહુ ને લઈ આવ."

સુખલાલ શહેર જઈને શેઠ સસરાની ગુલામી કરે છે. કારણકે તેને માંને આપેલા વચનની ચિંતા છે. દીવસો સુધી પોતાના જીવનસાથીનો ચેહરો નથી જોઈ શક્તો બિમારીમાં પણ કોઈ તેનો હાલ પુછવા નથી આવતુ. આખરે ચાર દીવસ પછી જ્યારે તેના પિતા જ્યારે આવે છે ત્યારે તે હોસ્પિટલની બહાર આવે છે.
બિચારો બાપ પણ પુત્રના દીલ આગળ લાચાર છે. જે વ્યક્તી એને બેઈજ્જત કરી ચુક્યો છે તેના ઘરે જમવા બેસવુ પડે છે.

સુશીલાને પણ પોતાના ભાવી ભરથાર માટે પુરેપુરી લાગણી છે પણ બાપની હીટલર શાહી આગળ કશું ચાલતુ નથી.

મોટા બાપુ અને માં એ તો એને બીજે ઠેકાણે થાળે પાડવાનુ નક્કી કરી નાખ્યુ છે. સુખલાલ જાણે છે પણ સુશીલાનુ મન જાણ્યા વગર આગળ વધવા નથી માંગતો. સુશીલા સુખલાલને પોતાનો ભરથાર માની ચુકી છે અને એને એક ભવમાં બીજો ભવ નથી કરવો.

છેલ્લે કેવી રીતે સુશીલા પોતાના બાપનુ ઘર છોડીને સુખલાલની જાણ વગર સુખલાલના ઘરમાં - પોતાના ઘરમાં પહોચે છે અને સુખલાલ કેવી રીતે તેની ખાતર નાત સામે ઉભો રહી જાય છે તે તો "ઝવેરચંદ મેઘાણી"ના શબ્દોમાં જ વાંચવાની મઝા આવે

જો જીવનમાં પ્રેમને મહત્વ આપતા હો તો આ નવલકથા વાચવી જરુરી છે. પ્રેમ કોને કહેવાય અને પ્રેમનો સંબંધ કેવો હોય તે ખબર પડશે

Thursday, July 19, 2007

દિલ મહી છુ

આમ તો જવાબ આપવો જ જોઈએ તેવુ જરુરી નથી પણ મને કશુ જમાં રાખવાની આદત નથી

થોડીવાર વીચારમાં પડ્યો
જીંદગીની જંજાળમાં પડ્યો
થોડો અથડાયો, થોડો કુટાયો
આખરે તો હું તહીનો તહી છુ તહી છુ તહી છુ

થોડુ પાછળ વળીને જોયું
સમય પાછો લાવવાનુ વીચાર્યુ
ગયો જીંદગી ફરી એ અદાથી જીવવા
ત્યાં તો અવાજ દીધો કે હું કહી છુ? કહી છુ? કહી છુ?

દુર નથી તારાથી ગયો નથી
હું તને ભુલી ગયો
હર ક્ષણ તો છે મારી પાસે
તુ તો મારા શ્વાસમાં વણી છુ વણી છુ વણી છુ

આપવા નથી મારી પાસે કોઈ પુરાવા
નથી કરવા હવે કોઈ ખુલાસા
રોકીને મે તો કદી નથી પુછ્યું
તુ કેમ મારું દિલ ચોરી ગઈ છુ ગઈ છુ ગઈ છુ

પ્રેમ નથી કોઈ કહેવાની વસ્તુ
જાહેર ન કરાય એવી છે દોલત
હાથ લંબાવો તો હોય એ શૂન્ય અવકાશ
નઝર કરો તો "એકલો" દિલ મહી છુ મહી છુ મહી છુ

Wednesday, July 18, 2007

જવાબ: સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે

સાચી વાત છે એટલે જ કહુ છુ કે ...................
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં,
કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?
એજ સવારે એજ સાંજે,
એજ રાત્રીના પ્રથમ પ્રહોરે
કીંતુ હું જ્યાં શોધુ એ સ્પર્શનો ભાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ હરિયાળી એજ ખેતરો
એજ વરીયાળી ન ઉચા છોડો
કીંતુ જ્યા શોધુ એ અહેસાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ ગુલમહોર એક કેસુડો
એજ લાલ પીળા રંગોની છોળો
કીંતુ જ્યાં હુ શોધુ એ રંગોની વસંત
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ ઉનાળાની ઉની લહેરો
એજ ભીની માટીની મીઠી સુગંધો
કીંતુ જ્યાં હુ શોધુ શ્વાસની એ સુવાસ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ કોયલના મીઠા ટહુકાઓ,
એજ ખળખળ વહેતા પાણીના સંવાદો
કીંતુ જ્યાં હુ શોધુ એ સુર ભરેલો સાદ
ત્યાં મળે મને આ કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ મારો આત્મા ક્યાં ?

એજ સવાલ અને એજ જવાબ
એક વિટંબણા એજ વિવાદ
કીંતુ જ્યાં હુ શોધુ આ વિવાદોમાં અપવાદ
આ તે કેવો શૂન્ય અવકાશ
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં, કીંતુ હું પુછુ છુ આ શૂન્ય અવકાશની દુનિયામાં
મારો ખોવાયેલ આત્મા ક્યાં ?

Tuesday, July 17, 2007

સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે

આજથી ત્રણ વર્ષ પહેલા મે "આસીમ રાંદેરી"ની એક નઝમ લખીને મોકલી હતી અને એના જવાબમાં બીજી બે રચના થઈ હતી જે ત્રણે હવેના દીવસોમાં

એજ બગીચો એજ છે માળી
એજ ઉષા સંધ્યાની લાલી
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી
કોયલ બુલબુલ ડાલી ડાલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
............કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ બહારો બાગની અંદર
પ્રેમના જાદુ રુપના મંતર
એજ પતંગા દીપના ઉપર
એજ કમળ છે એજ મધુકર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ ફુવારો ને ફૂલવારી
રંગબેરંગી પ્યારી પ્યારી
મખમલ સમ આ ઘાસ પથારી
જે પર દિલની દુનીયા વારી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ હજુ છે જૂઈ ચમેલી
આગીયાઓની જ્યોત ઘડેલી
આંબા ડાળે જુઓ ફેલી
એજ ચકોરી ચંદા ઘેલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

ચાંદ સિતારા એજ ગગનમાં
માટી એની એજ પવનમાં
તાપી પણ છે એજ વહનમાં
એજ ઉમંગો મારા મનમાં
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

થડ પર બંને નામ હજી છે
થડ પર કોતર કામ હજી છે
બે મનનુ સુખધામ હજી છે
સામે મારુ ગામ હજી છે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

એજ છે રોનક તાપી તટ પર
એજ છે સામે લીલા ખેતર
વર્ષાની ઝરમરમાં મનહર
દુર જ સંતા મસ્જીદ મંદર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

આસીમ આજે રાણી બાગે
ઉર્મીને કાઈ ઠેસના લાગે
મસ્ત પવનમાં પુષ્પ પરાગે
કેમ મને વૈરાગના જાગે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?

Few more lines from the email....
"This is how I miss you and miss every moment we have spent together and you say that I do not love you! I do not miss you!?!"

Wednesday, July 11, 2007

દીકરી

મે અને મારી પત્નિ એ હમેશાં એક દીકરી ઇચ્છી હતી. લગ્નના થોડા સમય બાદ અમારા ઘરમાં બાળક રુપી આશિર્વાદ આવશે એવો અણસાર પણ હતો. તે દીકરી હતી કે દીકરો તે તો ન ખબર પડી પણ અમે એ બાળક જન્મે એ પહેલા જ ગુમાવ્યુ. ભુલ અમારા બંનેની છે, છતા મને મારી મુર્ખાઈ પર શરમ અને ગુસ્સો આવે છે. મે મારા જીવનની સૌથી ખુશીની પળ ગુમાવી જે આજે મારા માટે સૌથી વધુ ગમગીન ક્ષળ છે. આજે એ ગુમાવેલ દીકરી માટે "હર્ષદ ચંદારાણા"નુ એક કાવ્ય.

શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી...
થઈ દીકરી

દીકરી...
જુઈની નાજુક કળી,
પ્રભુજીને
ચડાવેલાં ફૂલોની અવેજીમાં મળી

દીકરી
દાદાની આંખો પર
કૂણા કૂણા હાથ દાબે
જાણે પોપચા પર પવન મૂક્યો
ફૂલોની છાબે
શીતળ, સુગંધિત
તાજગી ભરી લ્હેરખી
મીચાયેલી આંખોથી
પણ ઓળખી

દીકરી...
બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળુંય લીલુંછમ...
બારેય માસ

દીકરી
પતંગિયુ
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.
શરણાઈ કોઈ વગાડે...
એ તો ચૂપચાપ ઊડી જાય...
ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે.

દીકરી...
ચાંદરડું
દિવસ આખો ઘરમાં તેજ પાથરે,
પકદાયું પકડાયના,
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે...
દાદર ચડે ઊતરે
સૂરજ સાથે ચાલ્યું જાય, આખરે
વિદાય લીધેલી માની જગ્યા
દીકરીએ
ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.

Tuesday, July 10, 2007

સંબંધ

લગ્ન એટલે પુરુષ અને સ્ત્રી વચ્ચેનો એ સંબંધ જેમાં ઉભયની સ્વતંત્રતા સમાન હોય છે, પરસ્પરની પરાધીનતા હોય છે અન્યોન્ય પ્રત્યેનુ કર્તવ્યપાલન હોય છે.

Monday, July 9, 2007

તડકો તારો પ્યાર

આજે એક હાયકુ.
૫-૭-૫ અક્ષરનો આ જાદુ ૧૭ અક્ષરોમાં કેટલુ બધુ કહી જાય છે.

તડકો તારો
પ્યાર જાણે તડકો
તો ફૂલહાર

-: દીપક બારડોલીકર

Saturday, July 7, 2007

દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

કહ્યુ કોણે વિપદના દિવસો વીતી ગયા, યારો!

હજી પણ પુષ્પશા ચહેરા ઉપર અંકિત છે ચિંતાઓ
હજી પણ વેદનાઓનિ જલે ચોમેર જ્વાલાઓ

છવાઈ છે ઉદસીની ઘટાઓ જિંદગી ઉપર
અને દરરોજ નીકળે છે તમન્નાના જનાઝાઓ

ગુલાબોની જવાનીનુ હજી લિલામ થાયે છે.
અને મગરૂર થૈ મ્હાલે છે રંગો લૂટનારાઓ

હજી પણ પુષ્પના પરદા મહીં અંગાર બાકી છે.
દયાના મ્યાનમાં ખુટલ ખૂની તલ્વાર બાકી છે.
-: દીપક બારડોલીકર

Friday, July 6, 2007

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે

અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.

ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,
અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.

હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,
સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.

ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,
જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.

હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?
નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.

સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,
કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.

જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?
કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.
-: બરકત વિરાણી ‘બેફામ’

Thursday, July 5, 2007

Dialogues from "Mai hu na"

उसकी तो मजबूरी है और तुम ?
जिंदगी निकलती जाती है और हम सब प्यार के बिना जीना सिख लेते है। क्यो प्यार तो मोका नही देते क्यो अपने पर विश्वास नही करते? अपने ____ से बाता करो संजना Give him a call.

नही उन्होने हमेशा मुजे अपने से दूर रखा.

तो अब तुम बदला लोगी! संजना लोग बदलते है प्यार उन्हें बदल देता है। तुम्हे डर है के वो तुमसे नफ़रत करते है सायद उन्हें भी ये डर हो क्यो हम अपनों से इतना डरते है? एक बार बात करलो। संजना ये जिंदगी नफ़रत के लिए बहोत छोटी है।

Wisdom enlightenment.....

I always enjoyed one lines which help me build my character.

The Starting........
I came across few such wisdom when I passed out and my college gave us a page full of wisdom lines. Later on in my life I found out that those lines were picked up from a book "Father's book of Wisdom".

The Inspiration.....
Then I wanted to read the book "Father's book of Wisdom" I tried searching it but to my surprise it was not available in Indian Stores. As my search grew I found that it was available in US market for just less that 1$. After a long search I found that the book was published in India by BPB publications and it available for just 33/- Rs.

About the book.
As the book says it is by "H. Jackson Brown". When his father died and he was cleaning his father's stuffs he found a box full of newspaper and magazine cuttings which had many inspiring lines. He composed them in a book and we got the book "Father's book of Wisdom". I would recommend giving it as a gift to
- all passing out students.
- teen age children's birthday gifts
- Your friends getting married etc.

The Act....
I too have been collecting such few word in my life since I was kid. The book has inspired me to compile my collection and share it with you all. I now have another blog dedicated to small lines which inspires people and help build characters.
Please visit "The blog of wisdom"

The source.....
The source or my blog will be my old diaries. quotes from movies, books, leaders (spiritual, religious, political, etc), newspapers and obviously people who visit this blog. Though English and Gujarati are going to be main languages. I will be happy to post in other languages along with translations.

Wednesday, July 4, 2007

I am back.....

Sorry Guys, I was quite busy travelling. I just landed back yesterday but could not get time to post anythings. I recently got few books from Crossword so will be posing somegood things from there soon. I will still take few more days to resume regular blogging....

ચાલો હુ પાછો આવી ગયો. ઘણા દીવસથી કાઈ નથી લખ્યુ. પણ હવે વસુલ કરીશ. શનીવારે ક્રોસવર્ડમાંથી થોડી ચોપડી લઈ આવ્યો છું. તેમાથી થોડુ થોડુ મુક્તો રહીશ. હજુ પણ એક બે દીવસ સમય નહી રહે.

સાંભળ્યુ કોઈ આજ કાલ મને યાદ કરે છે! મારા નામે ફોન પણ થાય છે પણ મને સીધો ફોન નથી થતો.