Monday, July 30, 2007

હીરણને કાઠેં

શનિ-રવી ની રજા માં ચેનલ બદલતા બદલતા ઝી ગુજરાતી પર અટકી ગયો। સામે હતા ગુજરાતી સુપર સ્ટાર જોડી નરેશ કનોડીયા અને સ્નેહલતા. મન માં થયુ લાવ થોડી વાર જોવ તો ખરો કે એવુ શુ હતુ કે આટલા બધા અને આટલા સારા ગુજરાતી અદાકાર ના હોવા છતા પણ ગુજરાતી સિનેમા નથી ચાલતા. મારો ઉદેશ્ય જુદો હતો અને મારુ નિરીક્ષણ કાઈ ઔર રહ્યુ.

ગુજરાતી સિનેમા હોય એટલે રમેશ મહેતા વગર ના ચાલે કમ સે કમ નરેશ કનોડીયા અને સ્નેહલતાના જમાનામાં.

આજ કાલ ભુલેચુકે જ્યારે પણ રમેશ મહેતાને જોઉ છુ ત્યારે મને સવાલ થાય છે. ગુજરાતી ચિત્રપટ પર સુપર સ્ટાર કોણ નરેશ કનોડીયા કે રમેશ મહેતા? કારણ કે નરેશ કનોડીયા વગર કદાચ સિનેમા હોય પણ રમેશ મહેતા વગર ના ચાલે. રમેશ મહેતાની પણ શુ વાત કરુ એક અલગ પ્રકાર નો હાવભાવ કે જે તેમનો ટ્રેડમાર્ક છે તે વડે તેમણે લોકો ને કેટલી વાર હસાવ્યા હશે અને કેટલી વાર રોવડાવ્યા પણ છે. એજ હાવભાવ વડે કેટલી વાર જીવનની ફિલસુફી પણ કહી દીધી છે.

"હીરણને કાઠેં" માંથી રમેશ મહેતાનો એની હીરોઈન (હુ ઓળખી ના શક્યો ) નો એક સંવાદ.
અલા તે મોઢુ કેમ બગાડ્યુ.?
ર.મે.- તારી હાજરી માં મારુ મોઢુ કદી બગડ્યુ નથી પણ આ સમાચાર સાંભળીને જીવતર બગડી ગયુ. માંડ માંડ સગપણની વાત ગોઠવાય હતી ત્યા વળી વડીલોના વેરઝેર વચ્ચે ક્યાં આવ્યા.

કેટલી સાચી અને મહત્વની વાત કેટલી સાદગી થી એક-બે વાક્યામાં કહી દીધી છે.એક એવી વ્યક્તી કે જેને જોતા કદી મોઢુ ના બગડે તેની આગળ પણ મન ઉદાસ થઈ જાય છે. કારણ કોઈ બે યુવાન હૈયા માંડ મળે છે ત્યાં જેની સાથે કાઈ નીસ્બત નથી તેવી માં-બાપની દુશ્મની વચ્ચે આવે છે. માં-બાપ પણ બાળકો ને ચાહવા છતાં માત્ર પોતાના ઘમંડ અને ખોટા નામ માટે થઈ ને બાળકોને છુટા પાડવા મહેનત કરે છે. જે તેમના મીત્રો ને દેખાય છે તે શુ હમેશ સાથે રહેતા માં-બાપને નહી દેખાયુ હોય.

No comments: