Sunday, July 26, 2009

પાલવ અડક્યાનો મને વ્હેમ છે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને
છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને
પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ,
કહો કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,
થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે
હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?
-: હરિન્દ્ર દવે

Friday, July 24, 2009

મારું સ્વમાન

લાગે છે દુર્દશામાં તમન્ના ગરજ બને.
ત્યારે સ્વભાવ મારો બધાની સમજ બને
જેઓ નિહાળે મારા મુકદ્દરની રાતને,
મારું સ્વમાન એમને માટે સુરજ બને.

Friday, July 10, 2009

માફી

“માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટાં છો અને સામેવાળો સાચો છે,
પણ તેનો અર્થ એ છે તમે સંબંધની કિંમત તમારા અહમ કરતાં વધુ સમજો છો…"

I am still sorry for anything that happened.......
હાલમાં વાંચેલ ગુણવંત આચાર્યની નવલકથા સરફરોશમાંથી.......

આતો મરદના જીવનમાં સ્ત્રી એક સદંતર નિરુપયોગી વસ્તુ છે, સ્ત્રી પોતે પણ જાણે છે કે એ નિરુપયોગી છે. એટલે એ પોતાની સલામતીને ખાતર જ પોતાની ઉપયોગિતા ઊભી કરે છે.
વગડાના કોઈ અડીખમ ઝાડને કોઈ વેલ વીંટળાઈ વળી હોય એમ એ વીંટળાઈ રહે છે: અને એ ઘરખુપણું, વહેવારિકપણું, સંસાર, ગ્રુહસ્થીપણું, ખાનદાની, કુળ એવાં એવાં નામો આપીને પોતાની નિરુપયોગીતા ઉપર રંગરોગાન ચડાવે છે. સ્ત્રી જો ખરેખર નિરુપયોગી ન હોય તો લગ્ન વ્યવસ્થામાં આટલી ચીકાશ ને દીર્ઘસૂત્રીપણું ને અગ્નિની સાખની વાતો જ ઊભી ન થાત. બે સમોવડિયા પુરુષો મિત્ર બને છે, એકબીજાના સુખદુ:ખમાં ભાગ લે છે, સાજેમાંદે એકબીજાની સેવા કરે છે. ને ભીડ પડ્યે એકબીજા માટે માથાં ઉતારી આપે છે. ત્યારેય કોઈ શાસ્ત્રની વિધિ કે કોઈ અગ્નિની સાખ કે કોઈ ચારફેરા કે સાત પગલા ભરીને પ્રતિગ્ના લેતુ નથી, કેમ કે એકબીજાની મૈત્રી એકબીજાને ઉપકારક છે. સ્ત્રીનો સાથ મેળવવા માટે અગ્નિની સાખ રાખે છે.

નવો દિવસ, નવી સવાર

હાલમાં મારા જીવનના સૌથી મહત્વના સમાચાર મળ્યા. સમજણ નથી પડતી આમા ખુશ થવુ કે રોવું.

હા એટલુ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં મે જે ભોગવ્યુ એન કારણે હવે મને એનો કોઇ હરખ શોક નહી રહે.

જીવનનુ એક અધ્યાય પુરુ થયુ.

નવો દિવસ, નવી સવાર
નવુ જીવન ......

Wednesday, July 8, 2009

દિલેરની સંગત દે

કોઈ એવા દિલેરની સંગત દે ઓ ખુદા
સંજોગને જે મારું મુક્દ્દર થવા ન દે.

Tuesday, July 7, 2009

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી

વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો