Friday, July 10, 2009

હાલમાં વાંચેલ ગુણવંત આચાર્યની નવલકથા સરફરોશમાંથી.......

આતો મરદના જીવનમાં સ્ત્રી એક સદંતર નિરુપયોગી વસ્તુ છે, સ્ત્રી પોતે પણ જાણે છે કે એ નિરુપયોગી છે. એટલે એ પોતાની સલામતીને ખાતર જ પોતાની ઉપયોગિતા ઊભી કરે છે.
વગડાના કોઈ અડીખમ ઝાડને કોઈ વેલ વીંટળાઈ વળી હોય એમ એ વીંટળાઈ રહે છે: અને એ ઘરખુપણું, વહેવારિકપણું, સંસાર, ગ્રુહસ્થીપણું, ખાનદાની, કુળ એવાં એવાં નામો આપીને પોતાની નિરુપયોગીતા ઉપર રંગરોગાન ચડાવે છે. સ્ત્રી જો ખરેખર નિરુપયોગી ન હોય તો લગ્ન વ્યવસ્થામાં આટલી ચીકાશ ને દીર્ઘસૂત્રીપણું ને અગ્નિની સાખની વાતો જ ઊભી ન થાત. બે સમોવડિયા પુરુષો મિત્ર બને છે, એકબીજાના સુખદુ:ખમાં ભાગ લે છે, સાજેમાંદે એકબીજાની સેવા કરે છે. ને ભીડ પડ્યે એકબીજા માટે માથાં ઉતારી આપે છે. ત્યારેય કોઈ શાસ્ત્રની વિધિ કે કોઈ અગ્નિની સાખ કે કોઈ ચારફેરા કે સાત પગલા ભરીને પ્રતિગ્ના લેતુ નથી, કેમ કે એકબીજાની મૈત્રી એકબીજાને ઉપકારક છે. સ્ત્રીનો સાથ મેળવવા માટે અગ્નિની સાખ રાખે છે.

No comments: