Wednesday, June 27, 2007

ઓ હ્રદય

આજે મારા ફેવરીટ કવિ બરકત વિરાણી 'બેફામ'ની એક ગઝલ. વીરહની ક્ષણોમાં જ્યારે કોઈ વાત કરવા માટે નથી તો હ્રદય સાથ વાત કરીને પોતાના વીચારો રજુ કરે છે.

ઓ હ્રદય તે પણ ભલા કેવો ફસવ્યો છે મને
જે નથી મારા થયા એનો બનાવ્યો છે મને

આમતો હાલત અમારા બેયની સરખી જ છે
મે ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને

એ બધાના નામ લઈ મારે નથી થાવું ખરાબ
સારા સારા માનવીઓએ સતાવ્યો છે મને

આ બધા બેફામ જે આજે રડે છે મોત પર
એ બધાએ જીંદગી આખી રડાવ્યો છે મને
-: બરકત વિરાણી 'બેફામ'

Wednesday, June 20, 2007

હાલ હુ કામમાં છુ.....

શુ તમે મને શોધો છો.

હુ અહીજ છુ. માત્ર થોડો કામમાં છુ. હવે થોડા દિવસ સમય નહી મળે કશુ લખવાનો. રવીવાર પહેલા પતાવવાના કામ.

- ઓફીસમાં ગરીબ બાળકો માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનો છે. ૨૫ લાખના લક્ષ્ય સામે ૨૨.૫ લાખ ભેગા થઈ ગયા છે. બાકીના સોમવાર પહેલા ભેગા કરવાના છે.
- ૧લી એપ્રીલે વ્રુધ્ધાશ્રમમાં ડોનેશન આપવાનુ નક્કી કર્યુ હતુ જે આપવા જવાનુ છે.
- શનીવારે ઘરે સત્યનારાયળની કથા કરાવવી છે. મારે એકલા નથી બેસવુ એટલે કોઈ મીત્ર ને કહેવુ પડશે પૂજામાં બેસવા માટે.

આટલા કામ પુરા થશે એટલે હુ તરત પાછો આવીશ.

Update:

ત્રણ કામ પણ એમાંથી એક જ કામ સારી રીતે પુરુ થયુ.
- ૨૫ લાખના બદલે ૨૬ લાખ ૧૯ હજાર ભેગા થયા. હવે એ ફંડમાથી બાળકો માટે સ્કૂલ બનાવવામા આવશે.
- બે વ્રુધ્ધાશ્રમમાં જઈ આવ્યો. એકમાં અમીરો રહે છે. એ લોકો મને દત્તક લઈ શકે તેમ છે. બીજામા થોડા ગોરખઘંધા ચાલતા હોય તેમ લાગ્યુ. મારી શોધ ચાલુ છે.
- જે મીત્ર પૂજામાં બેસવાનો હતો તેની પત્નિની તબિયત ખરાબ હતી. પછી ક્યારેક.....

Monday, June 18, 2007

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે

"નયનને બંધ રાખીને", "તારી આંખનો અફીણી" પછી કોઇ ગીત બહુ જ ગમ્યુ હોય કે જેને મારા ફેવરીટના લીસ્ટમાં મુકવાનુ મન થાય તો આ. આમ તો આને પહેલો નંબર આપવો પડે કારણ કે આતો બહુ જુનુ ગીત છે.

"પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે"આમ જુઓ તો બહુ ફિલોસોફીકલ ગીત છે. જો તમને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે સેલ્ફ હેલ્પની ચોપડીઓ વાંરવાની, સેમીનાર ભરવાની આદત (કે જરુર) હોય તો એક વાર આ ગીતનો અર્થ સમજી જોજો.

અહી પિંજરુ બહુ અચળ છે. પિંજરુ કાઈ પણ હોય શકે આ જીંદગી, નોકરી, ધંધો, લેટેસ્ટ મોબાઈલ, ઘર, કાર, તમારા સબંધો, લગ્ન જીવન કાઈ પણ.

આ દરે વાતમાં આપણે જ્યારે જ્યારે બદલાવ માગીએ છીએ ત્યારે ત્યારે કોઇ તો આપણને કહે જ છે "પંખી નવુ પિંજરુ માંગે"

દર વખતે આપણે આપણા સુરક્ષા ચક્ર (સેફટી ઝોન)ની બહાર જવા માંગીએ છીએ અને જેની કદાચ આપણને જરુર નથી કે પછી થોડા સમય બાદ આપણને બહાર નીકળવા માટે પછ્તાવો થતો હોય છે. આ "હુ" નુ અભિમાન છે કે જેના કારણે આપણે સુરક્ષા ચક્રની બહાર જવુ હોય છે.

બીજા ફકરામાં તો કવીએ આખા જીવનનુ સત્ય ત્રણ લીટીમાં કહી દિધુ છે.સોના અને હીરા રુપે બધી સુખ સહાયબીઓ છે. પણ છતા નવુ પિંજરુ જોઇએ છે. આ દેખા દેખીના રંગરાગના કારણે આપણે ઘણુ મેળવેલુ ગુમાવીયે છીએ. આપણને ખબર છે કે આ નવુ પિંજરુ જ છે જ્યાં જઈને ફસાવાનુ જ છે, છતા આપણે આ હાલનાં પિંજરાને કે જેને આપણે સ્વર્ગ બનાવ્યુ છે તેને છોડવા ત્તપર છીએ.

મારુ પિંજરુ મારી મરજીનુ હોવુ જોઈયે. કોઈના સમજાવ્યા કે કોઈના ચડાવ્યા આપણે એ નિર્ણયના લેવો જોઈએ કે મારા માટે કયુ પિંજરુ સારુ.


પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
- અવિનાશ વ્યાસ

આ ગીત હજુ સુધી મેં બે અલગ અલગ આલ્બમમાં સાંભળયુ છે.
મનહર ઉધાસ: નીલ ગગનના પંખેરુ અને
મુકેશ: તારી યાદ સતાવે.

મારુ મન મોહી ગયુ.

તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયુ.
તારા રુપાળા ગોરા ગોરા ઘાટે મારુ મન મોહી ગયુ.

કેડે કંદોરો ને હાથમાં દોરો
તારા લહેરીયાની લાલ લાલ ભાતે
મારુ મન મોહી ગયુ.

બેડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે
મારુ મન મોહી ગયુ.

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે
મારુ મન મોહી ગયુ.
-: અવિનાશ વ્યાસ

Friday, June 15, 2007

મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને

મારા ભોળા દિલ નો હાય રે શીકાર કરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


મે વીનવ્યુ વારંવાર કે દિલ સાફ કરી દો
કાઈ ભુલ હો મારી તો મને માફ કરી દો
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


એક બોલ પર એના મે મારી જીંદગી વારી
એ બેકદરને ક્યાથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારુ કહે છે
શુ પામ્યુ કહો જીદગી ભર આહ ભરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.


છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બંને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બંને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફૂલાઈ ગયા જોયુ ન ફરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને દીદાર કરી ને.
-: રમેશ ગુપ્તા

Thursday, June 14, 2007

કોઇ પગલા કોઇ પગરવ ન હતા

કોઇ પગલા કોઇ પગરવ ન હતા દુર સુધી
તોય મે ઘરની સીમાઓને સજાવી રાખી
આપ નહી આવો એ નક્કી હતુ પણ મે તો
મારા હૈયાથીય આ વાતને છાની રાખી

Wednesday, June 13, 2007

તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

પ્રીતીનુ પુષ્પ ખીલે છે ઘડી ભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઈમાં

આવો તોય સારુ ના આવો તોય સારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

આવોને જાવો તમે ઘડી અહી ઘડી તહી
યાદતો તમારી વીતી અહીની અહી રહી
મોઘું તમારાથી સપનુ તમારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

મિલનમાં મજાશું મજા ઝુરવામાં
બનીને શમાના પતંગો થવામાં
માને ના મનાવ્યુ મારુ હૈયુ નઠારુ
તમારુ સ્મરણ છે તમારાથી પ્યારુ

-: અવિનાશ વ્યાસ

Tuesday, June 12, 2007

નરસિંહ મહેતાનુ એક નાનકડુ પદ

નરસિંહ મહેતા આપણા આદિકવિ, અનેક અર્થોમાં ક્રાંતિકારી સર્જક છે. પાંચ સદીઓની પરીક્ષામાં પાર ઉતરેલી અને મહદ્ અંશે શ્રુતિપરંપરાથી સચવાયેલી પદરચનાઓ તેમની ભવ્ય પ્રતિભાનો પડઘો પાડે છે. એમનુ એક નાનકડુ પદ. ( ન સમજાય તો પુછવાની છુટ છે.)

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સાયર ઢાંક્યો ક્યમ જાય?
મનનો માન્યો હોય નો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકામ?

Monday, June 11, 2007

મને તારી યાદ સતાવે

હાલમાં એક કેસેટ ખરીદી "તારી યાદ સતાવે". મુકેશના ગાયેલ ગુજરાતી ગીતોનો સંગ્રહ છે. એમાથી કેટલાક ચુનંદા ગીતો આવનારા દીવસોમાં અહિ મુકીશ. ખરીદીને એકવાર સાંભળી જવા જેવી કેસેટ છે. એકવાર સાંભળશો તો પણ હલી જશો.

ઓ નીલ ગગનના પંખેરુ તુ કા નવ પાછો આવે
મને તારી યાદ સતાવે.

સાથે રમતા, સાથે ફરતા, સાથે નાવલડીમા તરતા
એક દરીયાનુ મોજુ આવ્યુ વાર ન લાગી તુજને સરતા
આજ લગી તારી વાટ જોઉ છુ તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે.

તારા વીના ઓ જીવન સાથી જીવન સુનુ સુનુ ભાસે
પાંખો પામી ઉડી ગયો તુ, જઈ બેઠો ઉચે આકાશે
કેમ કરી હુ આવુ તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે.

મોરલા સમ વાટલડી જોઉ ઓરે મેહુલા તારી
વીનવુ વારંવાર હુ તુને સાંભળ વીનતી મારી
તારી પાસ છે સાધન સૌએ તુ કા નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે.
-: રમેશ ગુપ્તા

Thursday, June 7, 2007

કાઈક તો બોલ

મે તો પ્રેમ નો એકરાર કર્યો
તુ એકરાર કે ઈન્કાર કાઈક તો બોલ

તને હુ યાદ કરુ છુ હર ક્ષણ
તુ એકવાર મારુ નામ તો બોલ
- એકલો આત્મા

Wednesday, June 6, 2007

હજીય શ્વાસની તારા સુવાસ આવે છે

જીવનને આંગણે તારી જુદાઈમાં લીલા
દીવસકે રાત હો બંને ઉદાસ આવે છે
ને વરસો વીત્યા છતા પણ કિનારે તાપીના
હજીય શ્વાસની તારા સુવાસ આવે છે

Tuesday, June 5, 2007

પ્રેમ એટલે શુ? What is love ?

It has been a while since I am posting only poems and review something from me. Something about my favourite subject love.

It has been my strong belief that no one falls in love. If you are in love you RISE in love.......

ચાલો આજે કોઇ કવિતાકે ગઝલ નહી પણ પ્રેમની વાત કરુ. જો પ્રેમની વાત કરુ તો તમે પુછશો પ્રેમ ની વ્યાખ્યા શુ ?

હું જીદગી આખી જે વ્યાખ્યા માનતો આવ્યો છુ તે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે ફલાણો ફલાણીના પ્રેમમાં પડ્યો. મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે.

ચાલો આજે મે જોયેલ/જાણેલ ત્રણ પ્રસંગ કહુ જે કહે છે કે પ્રેમ એટલે શુ?

બંને પ્રસંગમાં બે વ્યક્તિને આપણે આત્મા અને જાગ્રુતિ તરીખે ઓળખીશુ.

૧) આત્મા અને જાગ્રુતિ પહેલી વખત નૈનીતાલ ફરવા જાય છે. સાથે છે જાગ્રુતિની થોડી સખીઓ અને એક સખીનો પરિવાર. નૈનીતાલ શહેર બહાર બધા હનુમાન ગઢી દર્શન માટે ગયા.

બધા જુવાનીયાઓ સીધા રસ્તે જવાના બદલે મંદીરની દીવાલને અડીને આવેલા જંગલના રસ્તે જવાનુ પસંદ કર્યુ. આગળ જાગ્રુતિની સખી એના ભાઈ અને બીજી બહેનપણી સાથે જઈ રહી છે દસ પગલા પાછળ આત્મા જાગ્રુતિની બીજી બહેનપણી સાથે વાત કરતો ચાલે છે અને છેલ્લે જાગ્રુતિ બાકીની સખીઓ સાથે ચાલી આવે છે.

અચાનક મંદીરમાથી હાકી કાઢેલ કેટલાક વાંદરા બધાની આગળ કુદયા. એક વાંદરાને કોઈકે માર્યુ એટલે બધા વાંદરા આ લોકોને ઘેરી વળ્યા.

આ જોઈ સ્થાનીક લોકોએ બુમ "હલશો નહી તો વાંદરા કાઈ નહી કરે." બધા તરત હતા એ જ જગ્યાએ ઉભા રહી ગયા. આત્મા અને જાગ્રુતિ વચ્ચે લગભગ ૧૦-૧૨ ફુટનુ અંતર છે. વાંદરાને જોતા જ તરત આત્મા પાછળ જાગ્રુતિને જુવે છે. વાંદરા હજુ તેને નહોતા ઘેરી વળ્યા. આત્મા અને બીજો યુવક બંને બધી યુવતીઓને પોતાની પાછળ ઉભી રાખી વાંદરાથી બચાવતા ઉભા રહ્યા. આત્માનુ ધ્યાન જાગ્રુતિ તરફ જ છે.
ક્યાક કોઈ વાંદરો જાગ્રુતિ તરફતો નથી. પોતે ૭-૮ વાંદરા વચ્ચે ઘેરાયેલ ઉભો છે છતા ચીંતા માત્ર જાગ્રુતિની જ છે.


"જ્યારે તમે પોતે મુસીબતમાં હોવ છતાં તમને બીજાનો ખ્યાલ આવે એનુ નામ પ્રેમ."

૨)ગુજરાતનો ધરતીકંપ તો કોઈ નહી ભુલ્યુ હોય. એક વાર આત્મા અને જાગ્રુતિ રાત્રે સુતા હતા અને અચાનક કોઇકે દરવાજો ખખડાવ્યો. જલ્દી બહાર નીકળો ધરતીકંપ થયો છે. આત્મા દરવાજા પાસે હતો એણે તરત દરવાજો ખોલ્યો પણ બહાર જવાને બદલે જાગ્રુતિ તરફ જોતો ઉભો રહ્યો. જાગ્રુતિ એના ડ્રેસનો દુપટ્ટો લેવા રહી અને ઓરડાના બીજા છેડાથી દરવાજા સુધી આવતા વાર થઈ એટલી વાર આત્મા દરવાજો ખોલીને ઉભો રહ્યો. જાગ્રુતિ વગર એ કેવી રીતે બહાર જાય. જાગ્રુતિ વગર એના જીવનનો અર્થ શુ? છેલ્લે જ્યારે જાગ્રુતિ બહાર નીકળી પછીજ બહાર નીકળ્યો.

"આફતમાં પણ સાથે રહેવાની ઈચ્છા થાય એ પ્રેમ."

૩) એકવાર જાગ્રુતિ વાહન પર જતી હતી અને એનો અકસ્માત થાય છે. તેને બહુ વાગ્યુ નહી પણ નીચે પડતા વીચાર માત્ર આત્માનો આવ્યો. આત્મા આ જાણશે તો કેટલી ચીંતા કરશે અને ખરેખર આત્માએ જ્યારે જાણ્યુ કે જાગ્રુતિને વાગ્યુ છે એટલે એ તરત જાગ્રુતિ પાસે પહોચી ગયો. જાગ્રુતિને જોવા અને સાથ આપવા.
જ્યારે હકીકતમાં એજ વખતે બીજા અકસ્માતમાં આત્માને પણ જાગ્રુતિ કરતા પણ વધારે વાગ્યુ હતુ. જાગ્રુતિ ચીંતાના કરે એટલે એને ત્યારે તો નહી પણ જીંદગીમાં ક્યારેય પણના કહ્યુ કે મારો પણ આમ આવો અકસ્માત થયો હતો. આજે પણ એ અકસ્માતની નીશાનીના ઘાવ આત્માના શરીર પર છે.

"પોતાના દુઃખમા પણ બીજાના દુઃખનો વીચાર આવે એનુ નામ પ્રેમ."

હુ તો માનુ છુ કે રોજ સાંજે ફરવા જવુ, સાથે પીક્ચર જોવા જવુ, કે બહાર જમવા જવુ એ કાઈ પ્રેમ નથી એ માત્ર પ્રેમ નો દેખડો છે. પ્રેમ કે કહેવા કે સાંભળવાની વાત નથી. હ્રદય પર હાથ રાખીને અનુભવવાની લાગણી છે.

આતો માત્ર "હુ" પણાનુ અભિમાન છે બાકી આપણને સહુને ખબર છે આપણને કોના માટે પ્રેમ છે.
હજુ જો મારી વાતનો વીશ્વાસના આવતો હોય તો એક વાર હ્રદય પર હાથ મુકી જુવો તમને કોનુ નામ સંભળાય છે.


- એકલો આત્મા

Monday, June 4, 2007

સામે મળ્યાને કાઈ પણ બોલી શક્યા નહી

દીલના દર્દને અશ્રુથી તોલી શક્યા નહી
હૈયુ પરસ્પર આપણે ખોલી શક્યા નહી

જાલીમ જમાનો બેવની વચ્ચે હતો એથી
સામે મળ્યાને કાઈ પણ બોલી શક્યા નહી