Tuesday, June 5, 2007

પ્રેમ એટલે શુ? What is love ?

It has been a while since I am posting only poems and review something from me. Something about my favourite subject love.

It has been my strong belief that no one falls in love. If you are in love you RISE in love.......

ચાલો આજે કોઇ કવિતાકે ગઝલ નહી પણ પ્રેમની વાત કરુ. જો પ્રેમની વાત કરુ તો તમે પુછશો પ્રેમ ની વ્યાખ્યા શુ ?

હું જીદગી આખી જે વ્યાખ્યા માનતો આવ્યો છુ તે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે ફલાણો ફલાણીના પ્રેમમાં પડ્યો. મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે.

ચાલો આજે મે જોયેલ/જાણેલ ત્રણ પ્રસંગ કહુ જે કહે છે કે પ્રેમ એટલે શુ?

બંને પ્રસંગમાં બે વ્યક્તિને આપણે આત્મા અને જાગ્રુતિ તરીખે ઓળખીશુ.

૧) આત્મા અને જાગ્રુતિ પહેલી વખત નૈનીતાલ ફરવા જાય છે. સાથે છે જાગ્રુતિની થોડી સખીઓ અને એક સખીનો પરિવાર. નૈનીતાલ શહેર બહાર બધા હનુમાન ગઢી દર્શન માટે ગયા.

બધા જુવાનીયાઓ સીધા રસ્તે જવાના બદલે મંદીરની દીવાલને અડીને આવેલા જંગલના રસ્તે જવાનુ પસંદ કર્યુ. આગળ જાગ્રુતિની સખી એના ભાઈ અને બીજી બહેનપણી સાથે જઈ રહી છે દસ પગલા પાછળ આત્મા જાગ્રુતિની બીજી બહેનપણી સાથે વાત કરતો ચાલે છે અને છેલ્લે જાગ્રુતિ બાકીની સખીઓ સાથે ચાલી આવે છે.

અચાનક મંદીરમાથી હાકી કાઢેલ કેટલાક વાંદરા બધાની આગળ કુદયા. એક વાંદરાને કોઈકે માર્યુ એટલે બધા વાંદરા આ લોકોને ઘેરી વળ્યા.

આ જોઈ સ્થાનીક લોકોએ બુમ "હલશો નહી તો વાંદરા કાઈ નહી કરે." બધા તરત હતા એ જ જગ્યાએ ઉભા રહી ગયા. આત્મા અને જાગ્રુતિ વચ્ચે લગભગ ૧૦-૧૨ ફુટનુ અંતર છે. વાંદરાને જોતા જ તરત આત્મા પાછળ જાગ્રુતિને જુવે છે. વાંદરા હજુ તેને નહોતા ઘેરી વળ્યા. આત્મા અને બીજો યુવક બંને બધી યુવતીઓને પોતાની પાછળ ઉભી રાખી વાંદરાથી બચાવતા ઉભા રહ્યા. આત્માનુ ધ્યાન જાગ્રુતિ તરફ જ છે.
ક્યાક કોઈ વાંદરો જાગ્રુતિ તરફતો નથી. પોતે ૭-૮ વાંદરા વચ્ચે ઘેરાયેલ ઉભો છે છતા ચીંતા માત્ર જાગ્રુતિની જ છે.


"જ્યારે તમે પોતે મુસીબતમાં હોવ છતાં તમને બીજાનો ખ્યાલ આવે એનુ નામ પ્રેમ."

૨)ગુજરાતનો ધરતીકંપ તો કોઈ નહી ભુલ્યુ હોય. એક વાર આત્મા અને જાગ્રુતિ રાત્રે સુતા હતા અને અચાનક કોઇકે દરવાજો ખખડાવ્યો. જલ્દી બહાર નીકળો ધરતીકંપ થયો છે. આત્મા દરવાજા પાસે હતો એણે તરત દરવાજો ખોલ્યો પણ બહાર જવાને બદલે જાગ્રુતિ તરફ જોતો ઉભો રહ્યો. જાગ્રુતિ એના ડ્રેસનો દુપટ્ટો લેવા રહી અને ઓરડાના બીજા છેડાથી દરવાજા સુધી આવતા વાર થઈ એટલી વાર આત્મા દરવાજો ખોલીને ઉભો રહ્યો. જાગ્રુતિ વગર એ કેવી રીતે બહાર જાય. જાગ્રુતિ વગર એના જીવનનો અર્થ શુ? છેલ્લે જ્યારે જાગ્રુતિ બહાર નીકળી પછીજ બહાર નીકળ્યો.

"આફતમાં પણ સાથે રહેવાની ઈચ્છા થાય એ પ્રેમ."

૩) એકવાર જાગ્રુતિ વાહન પર જતી હતી અને એનો અકસ્માત થાય છે. તેને બહુ વાગ્યુ નહી પણ નીચે પડતા વીચાર માત્ર આત્માનો આવ્યો. આત્મા આ જાણશે તો કેટલી ચીંતા કરશે અને ખરેખર આત્માએ જ્યારે જાણ્યુ કે જાગ્રુતિને વાગ્યુ છે એટલે એ તરત જાગ્રુતિ પાસે પહોચી ગયો. જાગ્રુતિને જોવા અને સાથ આપવા.
જ્યારે હકીકતમાં એજ વખતે બીજા અકસ્માતમાં આત્માને પણ જાગ્રુતિ કરતા પણ વધારે વાગ્યુ હતુ. જાગ્રુતિ ચીંતાના કરે એટલે એને ત્યારે તો નહી પણ જીંદગીમાં ક્યારેય પણના કહ્યુ કે મારો પણ આમ આવો અકસ્માત થયો હતો. આજે પણ એ અકસ્માતની નીશાનીના ઘાવ આત્માના શરીર પર છે.

"પોતાના દુઃખમા પણ બીજાના દુઃખનો વીચાર આવે એનુ નામ પ્રેમ."

હુ તો માનુ છુ કે રોજ સાંજે ફરવા જવુ, સાથે પીક્ચર જોવા જવુ, કે બહાર જમવા જવુ એ કાઈ પ્રેમ નથી એ માત્ર પ્રેમ નો દેખડો છે. પ્રેમ કે કહેવા કે સાંભળવાની વાત નથી. હ્રદય પર હાથ રાખીને અનુભવવાની લાગણી છે.

આતો માત્ર "હુ" પણાનુ અભિમાન છે બાકી આપણને સહુને ખબર છે આપણને કોના માટે પ્રેમ છે.
હજુ જો મારી વાતનો વીશ્વાસના આવતો હોય તો એક વાર હ્રદય પર હાથ મુકી જુવો તમને કોનુ નામ સંભળાય છે.


- એકલો આત્મા

No comments: