Tuesday, August 25, 2009

જેવીતેવી વાત નથી....

માણસ જેવો માણસ ક્ષણ માં ધુમાડો થઈ જાય
એ કોઈ જેવી તેવી વાત નથી,
ઘર ઘર રમતા, પળ માં કોઈ પુર્વજ થઈ પુજાય
એ કોઈ જેવી તેવી વાત નથી

વિતી પળ ના પડછાયા ને પકડી રાખે પ્રેમ
કાચ નદીના પેલે કાંઠે કંકુ કંકણ પ્રીત
તારીખીયા ને કોઈ પાને સુરજ અટકી જાય
એ કોઈ જેવીતેવી વાત નથી
-: સંદિપ ભાટીયા

Sunday, August 2, 2009

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.