Monday, June 18, 2007

પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે

"નયનને બંધ રાખીને", "તારી આંખનો અફીણી" પછી કોઇ ગીત બહુ જ ગમ્યુ હોય કે જેને મારા ફેવરીટના લીસ્ટમાં મુકવાનુ મન થાય તો આ. આમ તો આને પહેલો નંબર આપવો પડે કારણ કે આતો બહુ જુનુ ગીત છે.

"પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે"આમ જુઓ તો બહુ ફિલોસોફીકલ ગીત છે. જો તમને આજકાલના ટ્રેન્ડ પ્રમાણે સેલ્ફ હેલ્પની ચોપડીઓ વાંરવાની, સેમીનાર ભરવાની આદત (કે જરુર) હોય તો એક વાર આ ગીતનો અર્થ સમજી જોજો.

અહી પિંજરુ બહુ અચળ છે. પિંજરુ કાઈ પણ હોય શકે આ જીંદગી, નોકરી, ધંધો, લેટેસ્ટ મોબાઈલ, ઘર, કાર, તમારા સબંધો, લગ્ન જીવન કાઈ પણ.

આ દરે વાતમાં આપણે જ્યારે જ્યારે બદલાવ માગીએ છીએ ત્યારે ત્યારે કોઇ તો આપણને કહે જ છે "પંખી નવુ પિંજરુ માંગે"

દર વખતે આપણે આપણા સુરક્ષા ચક્ર (સેફટી ઝોન)ની બહાર જવા માંગીએ છીએ અને જેની કદાચ આપણને જરુર નથી કે પછી થોડા સમય બાદ આપણને બહાર નીકળવા માટે પછ્તાવો થતો હોય છે. આ "હુ" નુ અભિમાન છે કે જેના કારણે આપણે સુરક્ષા ચક્રની બહાર જવુ હોય છે.

બીજા ફકરામાં તો કવીએ આખા જીવનનુ સત્ય ત્રણ લીટીમાં કહી દિધુ છે.સોના અને હીરા રુપે બધી સુખ સહાયબીઓ છે. પણ છતા નવુ પિંજરુ જોઇએ છે. આ દેખા દેખીના રંગરાગના કારણે આપણે ઘણુ મેળવેલુ ગુમાવીયે છીએ. આપણને ખબર છે કે આ નવુ પિંજરુ જ છે જ્યાં જઈને ફસાવાનુ જ છે, છતા આપણે આ હાલનાં પિંજરાને કે જેને આપણે સ્વર્ગ બનાવ્યુ છે તેને છોડવા ત્તપર છીએ.

મારુ પિંજરુ મારી મરજીનુ હોવુ જોઈયે. કોઈના સમજાવ્યા કે કોઈના ચડાવ્યા આપણે એ નિર્ણયના લેવો જોઈએ કે મારા માટે કયુ પિંજરુ સારુ.


પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો
અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો
હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો
પાગલ ન બનીએ ભેરુ કોઇના રંગ રાગે રે
બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે
- અવિનાશ વ્યાસ

આ ગીત હજુ સુધી મેં બે અલગ અલગ આલ્બમમાં સાંભળયુ છે.
મનહર ઉધાસ: નીલ ગગનના પંખેરુ અને
મુકેશ: તારી યાદ સતાવે.

No comments: