મે અને મારી પત્નિ એ હમેશાં એક દીકરી ઇચ્છી હતી. લગ્નના થોડા સમય બાદ અમારા ઘરમાં બાળક રુપી આશિર્વાદ આવશે એવો અણસાર પણ હતો. તે દીકરી હતી કે દીકરો તે તો ન ખબર પડી પણ અમે એ બાળક જન્મે એ પહેલા જ ગુમાવ્યુ. ભુલ અમારા બંનેની છે, છતા મને મારી મુર્ખાઈ પર શરમ અને ગુસ્સો આવે છે. મે મારા જીવનની સૌથી ખુશીની પળ ગુમાવી જે આજે મારા માટે સૌથી વધુ ગમગીન ક્ષળ છે. આજે એ ગુમાવેલ દીકરી માટે "હર્ષદ ચંદારાણા"નુ એક કાવ્ય.
શૈશવમાં સપનામાં જોયેલી પરી
સદેહે અવતરી...
થઈ દીકરી
દીકરી...
જુઈની નાજુક કળી,
પ્રભુજીને
ચડાવેલાં ફૂલોની અવેજીમાં મળી
દીકરી
દાદાની આંખો પર
કૂણા કૂણા હાથ દાબે
જાણે પોપચા પર પવન મૂક્યો
ફૂલોની છાબે
શીતળ, સુગંધિત
તાજગી ભરી લ્હેરખી
મીચાયેલી આંખોથી
પણ ઓળખી
દીકરી...
બારમાસી વાદળી
ઝરમરતી ઝરમરતી
રાખે સઘળુંય લીલુંછમ...
બારેય માસ
દીકરી
પતંગિયુ
ફળિયામાં ઊડાઊડની રંગોળી પૂરે.
શરણાઈ કોઈ વગાડે...
એ તો ચૂપચાપ ઊડી જાય...
ને પાછળ રહી ગયેલા રંગો ઝૂરે.
દીકરી...
ચાંદરડું
દિવસ આખો ઘરમાં તેજ પાથરે,
પકદાયું પકડાયના,
ઊંમરે ને ઓરડે દોડાદોડી કરે...
દાદર ચડે ઊતરે
સૂરજ સાથે ચાલ્યું જાય, આખરે
વિદાય લીધેલી માની જગ્યા
દીકરીએ
ક્યારે લઈ લીધી
તે ખબરેય ના પડી.
Wednesday, July 11, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment