આજથી ત્રણ વર્ષ પહેલા મે "આસીમ રાંદેરી"ની એક નઝમ લખીને મોકલી હતી અને એના જવાબમાં બીજી બે રચના થઈ હતી જે ત્રણે હવેના દીવસોમાં
એજ બગીચો એજ છે માળી
એજ ઉષા સંધ્યાની લાલી
કૈફ છલોછલ પુષ્પની પ્યાલી
કોયલ બુલબુલ ડાલી ડાલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
............કીંતુ મારી લીલા ક્યાં છે?
એજ બહારો બાગની અંદર
પ્રેમના જાદુ રુપના મંતર
એજ પતંગા દીપના ઉપર
એજ કમળ છે એજ મધુકર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
એજ ફુવારો ને ફૂલવારી
રંગબેરંગી પ્યારી પ્યારી
મખમલ સમ આ ઘાસ પથારી
જે પર દિલની દુનીયા વારી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
એજ હજુ છે જૂઈ ચમેલી
આગીયાઓની જ્યોત ઘડેલી
આંબા ડાળે જુઓ ફેલી
એજ ચકોરી ચંદા ઘેલી
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
ચાંદ સિતારા એજ ગગનમાં
માટી એની એજ પવનમાં
તાપી પણ છે એજ વહનમાં
એજ ઉમંગો મારા મનમાં
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
થડ પર બંને નામ હજી છે
થડ પર કોતર કામ હજી છે
બે મનનુ સુખધામ હજી છે
સામે મારુ ગામ હજી છે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
એજ છે રોનક તાપી તટ પર
એજ છે સામે લીલા ખેતર
વર્ષાની ઝરમરમાં મનહર
દુર જ સંતા મસ્જીદ મંદર
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
આસીમ આજે રાણી બાગે
ઉર્મીને કાઈ ઠેસના લાગે
મસ્ત પવનમાં પુષ્પ પરાગે
કેમ મને વૈરાગના જાગે
સઘળી વસ્તુ ત્યાંની ત્યાં છે
...........કીંતુ મારી લીલા ક્યાં છે?
Few more lines from the email....
"This is how I miss you and miss every moment we have spent together and you say that I do not love you! I do not miss you!?!"
Tuesday, July 17, 2007
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment