સાચો છું તો ય હું મને સાબિત નહીં કરું,
હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું.
આખા ય એના રૂપને અંકિત નહીં કરું,
કાગળ ઉપર ઉતારી કલંકિત નહીં કરું.
આપ્યા કરે એ ફૂલ મને એ જ શર્ત પર,
એકે ય ફૂલ હું કદી સંચિત નહીં કરું.
પામી ગયો, મજા તો બસ ઉથાપવામાં છે,
તેથી હું જાતને કદી સ્થાપિત નહીં કરું.
બીજું કશું ય કરવા સમું પ્રાપ્ત થાય તો,
સાચું કહું છું, હુંય પછી પ્રીત નહીં કરું.
રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ !
જા, હું ય મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.
૧ એપ્રિલ ૨૦૦૩ અને આજે ૧ એપ્રિલ ૨૦૧૦. ૭ વર્ષ. જિંદગી બદલાઈ ગઈ. મારે ઘણુ કહેવુ છે, પણ કોને કહું? શુ કરવા કહું. શબ્દો ને એવા કાન પર અથડાવવાનો અર્થ નથી જ્યાં ના તેને એનો અર્થ સમજાશે, કે નહી એની પાછળની લાગણી. ઘણી વાર થાય છે કે વાત કરીને સત્યને બહાર લાવુ પણ પછી જેમ ઉપર કહ્યુ તેમ. "સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું".
આજ મારો રડવાનો કે તને યાદ કરીને ખુશ થવાનો છેલ્લો દિવસ. આજ પછી જીંદગી જીંદાદિલીથી જીવીશ જેમ કોલેજના દિવસોમાં જીવતો હતો. એજ રોમેંટીક મુડ અને એજ બેફિકર મસ્તી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment