Friday, May 4, 2007

આ ક્ષણમાં જ જીવવાનો મંત્ર

સાચું ખોટું રમીએ છીએ,
ખાલી થાળી જમીએ છીએ.

ઠંડા શ્વાસો ભરીએ છીએ.
મન માંહે સમસમીએ છીએ.


ક્ષણ માંહે સળગીએ છીએ.
ધીમે ધીમે ઠરીએ છીએ.


ઘા લાગે તરફડીએ છીએ.
પણ મરવાથી ડરીએ છીએ.


કાચના ઘરમાં રહીએ છીએ.
રોજ અજમ્પો સહીએ છીએ.


કેવું કેવું જીવીએ છીએ.
હોઠને કેવા સીવીએ છીએ.


રોજ સરકતા સમયની સાથે,
કાળના મુખમાં સરીએ છીએ.

હર ઘટનામાં જન્મી જન્મી,
હર ઘટનામાં મરીએ છીએ.
-: પ્રફુલ્લ દવે

No comments: