Tuesday, May 29, 2007

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી
અજાણી આંખડીની ચોટ ગોજારી કરી લીધી

મને કાઈ વાતતો કરવી હતી અલગારી મન મારા
વળી કોના થકી તે પ્રીત પરબારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી

કસુંબલ આખડીના આ કસબની વાત શી કરવી
કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી

હવે મીત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ
અમારે વાત બે કરવી હતી ત્યારી કરી લીધી
-: અમ્રુત ઘાયલ


More complete version.
I am not sure which one is in correct order and which is correct.
But this second version seems complete.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

No comments: