Thursday, October 4, 2007

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ

આજે થોડુ અલગ. હુ ઘણા સમય થી શોધતો હતો તે ઝવેરચંદ મેઘાણીના કંઠે સાંભળો અને શુરાતન સાથે ઝૂમી ઉઠો તેવી ઝવેરચંદ મેઘાણીની રચના.

લાગ્યો કસુંબીનો રંગ.-
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં,
પીધો કસુંબીનો રંગ;

ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;

ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ;

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;

વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચુમ્યો કસુંબીનો રંગ;

ઘરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;

બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ;

-: ઝવેરચંદ મેઘાણી

No comments: