કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.
ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.
ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દીધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.
ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દીધો છે.
માયાએ કાયાને પ્રેમ કરતો કરી દીધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દીધો છે.
તમે તમારા આત્માને ખોખલો કરી દીધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દીધો છે.
-: શૈલ્ય
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment