એક મિત્રએ ઘણા સમય પહેલા મને આ લાગણી ભરેલો એક કાગળ આપ્યો હતો મને એમ કહી કે આ વાત તમારા જીવનમાં બંધ બેસે છે.
ઘરમા લાગે છે બધુ શૂનસાન તમારા ગયા પછી.
અકળાઈ રહ્યો એકલો આજ તમારા ગયા પછી!
પથારીમાં પડતાં જ ઊંઘ જે મને આવતી હતી,
ઊડી ગઈ કોણ જાણે એ આજ, તમારા ગયા પછી!
બપોરની નીંદ પછી ચા મસાલાની જે મળતી'તી
ન શિખ્યાના થયા છે બે હાલ, તમારા ગયા પછી!
ખાવા મળે છે ખુબ વાનગીઓ આપણા મિત્રોને ત્યાં,
ઊડી ગયો છે રસોઈનો સ્વાદ, તમારા ગયા પછી!
લખવાનું મળશે મોકળાશે ઘણુ-બધુ હતુ જે મને,
કલમ મારી રહે છે ઉદાસ, તમારા ગયા પછી!
પી લઉ છુ બિયર બે-ચાર ઓફિસથી આવી ક્યારેક,
નથી થતી નશાની કોઈ અસર, તમારા ગયા પછી!
સમજાઈ નથી જે વાત તમારી મને આજ સુધી,
ઉતરી ગઈ છે ગળે એ વાત, તમારા ગયા પછી!
મિત્રો ભલેને કહે ચમન લાગે છે પત્નીમાં પાગલ,
સમજાઈ છે મને સ્નેહ ની વાત, તમારા ગયા પછી!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment