Saturday, December 26, 2009

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી;
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

ખૂબી તો એ કે ડૂબી જાય તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

સિતારા શું કે આવે છે દિવસ રાતોય ગણવાના,
હંમેશાંની જુદાઇની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી.

નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જાયે છે,
સૂરજને પણ સફર માટે દિશા સારી નથી હોતી.

બધાં સુખનો સમય મળતાં ભરે છે દમ ગરૂરીના,
વસંત આવ્યા પછી અહીંયા હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી।
-: બેફામ

Tuesday, October 6, 2009

सरफ़रोशी की तमन्ना अब हमारे दील में है

सरफ़रोशी की तमन्ना अब हमारे दील में है।
देखना है ज़ोर कितना बाज़ुए कातिल में है।

करता नहीं क्यूँ दूसरा कुछ बातचीत,
देखता हूँ मैं जिसे वो चुप तेरी महफ़िल में है।
ए शहीद-ए-मुल्क-ओ-मिल्लत मैं तेरे ऊपर निसार,
अब तेरी हिम्मत का चर्चा गैर की महफ़िल में है।
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है.......

वक्त आने दे बता देंगे तुझे ए आसमान,
हम अभी से क्या बतायें क्या हमारे दिल में है।
खीच कर लायी है सब को कत्ल होने की उम्मीद,
आशिकों का आज जमघट कूचा-ए-कातिल में है।
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है......

है लिये हथियार दुश्मन ताक में बैठा उधर,
और हम तैयार हैं सीना लिये अपना इधर।
खून से खेलेंगे होली अगर वतन मुश्किल में है,
सरफ़रोशी की तमन्ना अब हमारे दिल में है.....

हाथ जिनमें हो जुनून, कटते नही तलवार से,
सर जो उठ जाते हैं वो झुकते नहीं ललकार से।
और भडकेगा जो शोला सा हमारे दिल में है।
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है

हम तो घर से निकले ही थे बांधकर सर पे कफ़न,
जान हथेली में लिये लो बढ चले हैं ये कदम।
जिंदगी तो अपनी मेहमान मौत की महफिल मैं है
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है.....

दिल मे तूफानों की टोली और नसों में इन्कलाब
होश दुश्मन के उडा देंगे हमें रोको न आज।
दूर रह पाये जो हमसे दम कहाँ मंजिल मे है।
सरफरोशी की तमन्ना अब हमारे दिल में है......
-: रामप्रसाद बिस्मिल

Tuesday, August 25, 2009

જેવીતેવી વાત નથી....

માણસ જેવો માણસ ક્ષણ માં ધુમાડો થઈ જાય
એ કોઈ જેવી તેવી વાત નથી,
ઘર ઘર રમતા, પળ માં કોઈ પુર્વજ થઈ પુજાય
એ કોઈ જેવી તેવી વાત નથી

વિતી પળ ના પડછાયા ને પકડી રાખે પ્રેમ
કાચ નદીના પેલે કાંઠે કંકુ કંકણ પ્રીત
તારીખીયા ને કોઈ પાને સુરજ અટકી જાય
એ કોઈ જેવીતેવી વાત નથી
-: સંદિપ ભાટીયા

Sunday, August 2, 2009

ખોબો ભરીને અમે એટલું હસ્યાં

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડયાં
ખટમીઠાં સપનાંઓ ભૂરાં ભૂરાં
કુંવારાં સોળ વરસ તૂરાં તૂરાં
અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં
કે હોડી-ખડક થઈ અને નડયાં.
કયાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો કયાં છે સવાલ!
કૂવો ભરીને અમે એટલું રડયાં
કે ખોબો ભરીને અમે મોહી પડયાં.

Sunday, July 26, 2009

પાલવ અડક્યાનો મને વ્હેમ છે

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને
છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને
પછી ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ,
કહો કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને,
હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ,
થઇ ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો,
કેમ કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે
હજી આપણી વચાળે જરી પ્રેમ છે ?
-: હરિન્દ્ર દવે

Friday, July 24, 2009

મારું સ્વમાન

લાગે છે દુર્દશામાં તમન્ના ગરજ બને.
ત્યારે સ્વભાવ મારો બધાની સમજ બને
જેઓ નિહાળે મારા મુકદ્દરની રાતને,
મારું સ્વમાન એમને માટે સુરજ બને.

Friday, July 10, 2009

માફી

“માફી માંગવી એનો અર્થ એ નથી કે તમે ખોટાં છો અને સામેવાળો સાચો છે,
પણ તેનો અર્થ એ છે તમે સંબંધની કિંમત તમારા અહમ કરતાં વધુ સમજો છો…"

I am still sorry for anything that happened.......
હાલમાં વાંચેલ ગુણવંત આચાર્યની નવલકથા સરફરોશમાંથી.......

આતો મરદના જીવનમાં સ્ત્રી એક સદંતર નિરુપયોગી વસ્તુ છે, સ્ત્રી પોતે પણ જાણે છે કે એ નિરુપયોગી છે. એટલે એ પોતાની સલામતીને ખાતર જ પોતાની ઉપયોગિતા ઊભી કરે છે.
વગડાના કોઈ અડીખમ ઝાડને કોઈ વેલ વીંટળાઈ વળી હોય એમ એ વીંટળાઈ રહે છે: અને એ ઘરખુપણું, વહેવારિકપણું, સંસાર, ગ્રુહસ્થીપણું, ખાનદાની, કુળ એવાં એવાં નામો આપીને પોતાની નિરુપયોગીતા ઉપર રંગરોગાન ચડાવે છે. સ્ત્રી જો ખરેખર નિરુપયોગી ન હોય તો લગ્ન વ્યવસ્થામાં આટલી ચીકાશ ને દીર્ઘસૂત્રીપણું ને અગ્નિની સાખની વાતો જ ઊભી ન થાત. બે સમોવડિયા પુરુષો મિત્ર બને છે, એકબીજાના સુખદુ:ખમાં ભાગ લે છે, સાજેમાંદે એકબીજાની સેવા કરે છે. ને ભીડ પડ્યે એકબીજા માટે માથાં ઉતારી આપે છે. ત્યારેય કોઈ શાસ્ત્રની વિધિ કે કોઈ અગ્નિની સાખ કે કોઈ ચારફેરા કે સાત પગલા ભરીને પ્રતિગ્ના લેતુ નથી, કેમ કે એકબીજાની મૈત્રી એકબીજાને ઉપકારક છે. સ્ત્રીનો સાથ મેળવવા માટે અગ્નિની સાખ રાખે છે.

નવો દિવસ, નવી સવાર

હાલમાં મારા જીવનના સૌથી મહત્વના સમાચાર મળ્યા. સમજણ નથી પડતી આમા ખુશ થવુ કે રોવું.

હા એટલુ છે કે છેલ્લા ત્રણ વર્ષમાં મે જે ભોગવ્યુ એન કારણે હવે મને એનો કોઇ હરખ શોક નહી રહે.

જીવનનુ એક અધ્યાય પુરુ થયુ.

નવો દિવસ, નવી સવાર
નવુ જીવન ......

Wednesday, July 8, 2009

દિલેરની સંગત દે

કોઈ એવા દિલેરની સંગત દે ઓ ખુદા
સંજોગને જે મારું મુક્દ્દર થવા ન દે.

Tuesday, July 7, 2009

પ્રેમ એટલે કે

પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો

તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો
ક્યારે નહીં માણી હો, એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે.
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે.

સાવ ઘરનો જ એક ઓરડોને તોય આખા ઘરથી અલાયદો,
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી

વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકીને આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકલ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો

Sunday, June 21, 2009

એ રીતે એને ગુમાવ્યા કે સ્મરણ મળતું નથી

નામનું કહેવાય એવું યે શરણ મળતું નથી
એ રીતે એને ગુમાવ્યા કે સ્મરણ મળતું નથી.

ઓ પ્રણય, મારી દશાનું સ્વપ્ન એને આપજે
જેને મારી જેમ રાતે જાગરણ મળતું નથી.

કૈસ કરતા પણ વધારે છું દયાને પાત્ર હું
ઘેલછામાં છું છતા યે ક્યાંય રણ મળતુ નથી.

એમ વિતેલા દિવસને રોજ માંગું છું ફરી
કે જીવન પૂરૂ થયું છે ને મરણ મળતું નથી.

એવી સ્રુષ્ટિમાં અમે શું માગીએ સુખના દિવસ ?
જ્યાં સુરજનું એક પણ સીધું કિરણ મળતું નથી.

જામતો બેફામ જીવનનો હજી ભરપુર છે.
પણ પીવા લાયક હવે વાતાવરણ મળતું નથી.
-: બેફામ

Wednesday, June 3, 2009

સહન કરું છું દુ:ખો કેટલી સરળતાથી

સહન કરું છું દુ:ખો કેટલી સરળતાથી
પ્રસંગ હર્ષનો આવે છે, ત્રાસ લાગે છે.
કદી ય કોઈ નથી દેતું સાથ કોઈને અહી
બધાયનો એક જ પ્રવાસ લાગે છે.

Tuesday, June 2, 2009

શું થાક ઉતરે?

શું થાક ઉતરે? અવિરવ જ્યાં શ્વાસ ચાલે છે;

કે નીંદમાં ય જીવનનો પ્રવાસ ચાલે છે.


તમે ઓ ખાર, ખૂચી નહિ શકો કદી એને;

ફૂલોની સેજ તજીને સુવાસ ઉદાસ ચાલે છે.


સસિની ધાર ઉપર કોઈ એની છાયામાં

સમય પ્રમાણે બધાં આમો ખાસ ચાલે છે.

ચલણ ન રાખ પીવાનું જુદુ જુદુ સાકી!

બધાનાં અંતરે સરખી જ પ્યાસ ચાલે છે.


ફરે છે મારૂ કફસ દરબદર, અરે ગરદિશ!

હું સ્થિર થયો તો હવે આ નિવાસ ચાલે છે.


ખુદાનો શુક્ર, રહી ગઈ છે, લાજ દુનિયામાં

દિવાનગીમાં ગમે તે લિબાસ ચાલે છે.


ન હોય તો એજ છબી મારા મોતની બેફામ,

બનીને છાયા કોઈ આસપાસ ચાલે છે.

-: બેફામ

Saturday, May 30, 2009

हर फिक्र को धुए मै उडाता चला गया

मै जिंदगी का साथ निभाता चला गया,
हर फिक्र को धुए मै उडाता चला गया।

बरबादी ओ का शोक मनाना फुजूल था।
बरबादी ओ का जश्न मनाता चला गया

जो मिल गया उसी को मुकद्दर समज लिया।
जो खो गया उसीको मै भूलता चला गया

गम और खुशी मै फर्क न महेसुस हो जहाँ।
मै दिल को उस मकाम पर लाअत चला गया।

Thursday, May 28, 2009

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
નાવ માંગી નીર તરવા, ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને.

રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
તો અમારી રંક-જન ની, આજીવિકા ટળી જાય, પગ મને....

જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી
અભણ કેવું યાદ રાખે , ભણેલ ભૂલી જાય !, પગ મને...

આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી;
ઊભા રાખી આપને પછી, પગ પખાળી જાય.’ પગ મને...

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી;
પાર ઊતરી પૂછીયું ‘તમે, શું લેશો ઉતરાઈ.’ પગ મને...

નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
કાગ’ લ્યે નહિ ખારવાની, ખારવો ઉતરાઈ.’ પગ મને...

Wednesday, May 20, 2009

પત્ની - પ્રિયતમા - મિત્ર

ક્રુષ્ણ

એક બહુ વિશાળ વ્યક્તિત્વ.
એક માણસ જે ઈશ્વર બની ગયા.
એક ઈશ્વર જે માણસ તરીખે જીવી ગયા.

મહાભારત કે ભારતિય પરંપરાનુ એક એવુ વ્યક્તિત્વ કે જેનાથી હું બહું પ્રભાવિત થયો છું અને આજે પણ થઈ રહ્યો છુ.

મારા મમ્મી કહે છે કે ગીતા વાંચ બધું આવડી જશે. હું બહુ મોટો ભણેશરી નથી પણ જ્યારે જ્યારે પણ ક્રુષ્ણ વિશે વાંચુ છું ત્યારે ત્યારે કાઈક નવું શિખવા મળે છે.

આજે કાજલ ઓઝા-વૈધ ની ક્રુષ્ણાયન વાંચતો હતો. એમાથી જીવન ના થોડા સત્યો આવનારા દિવસોમાં.


મનુષ્ય અવતારમાં કેટલાક સંબંધો એમને જન્મ સાથે મળે છે. પોતન માતા-પિતા કે ભાઇભાંડુ નક્કી કરવાનો અધિકાર નથી મળતો માણસને! મા, બહેન અને પરિવારના અન્ય સંબંધો માણસ જાતે નિશ્ચિત નથી કરી શક્તો, પરંતુ એન જીવનમાં ત્રણ સ્ત્રીસંબંધો એવા હોય છે કે જેની પસંદગી મનુષ્ય કરી શકે. એક પત્ની, બીજી પ્રિયતમા, ત્રીજી મિત્ર - આ ત્રણ સંબંધો માણસ જાતે મેળવે છે. જાતે સાચવે છે, જાતે રચે છે અથવા નષ્ટ કરે છે... પોતાના જીવનમાં આવેલી આ પત્ની, પ્રિયતમા અને સખીને શું આપી શક્યા હતા પોતે?

Sunday, May 3, 2009

તમે... કેવી સરસ પત્ની ને કેવી સરસ મા બની શક્યાં હોત.!

રજનીકુમાર પંડ્યાની વાર્તા `મિસીસ' માંથી



`તમને જોઈને જોયા ત્યારથી એવું લાગ્યા કરે છે. તમે... તમે... કેવી સરસ પત્ની ને કેવી સરસ મા બની શક્યાં હોત.! નથી લાગતું ? નથી લાગતું કે તમે કોઈ માણસનું જીવન સુધારી શક્યાં હોત !' જાણે કે વીજળીનો કે કડાકો થયો ને ધરતીના પેટાળ સુધી ઊતરી ગયો. જાણે કે આખી ને આખી, ઊભી ને ઊભી ચિરાઈ ગઈ. અંદરથી આખું આંસુનું આજ લગીનું એકઠું થયેલું સરોવર એકદમ આંખો વાટે બહાર નીકળી આવ્યું. આપણુ ઘર... આપણાં બચ્ચાં, આપણાં પારણાં, આપણાં બારણાં, આપણાં લાભ-શુભ, આપણાં સાથિયા... એ પુરાતન જૂની બધી રંગોળીની ક્ષીણ રેખાઓ મનમાં પડી હતી. એને આ માણસે સ્પર્શ કર્યો ને એકદમ સળવળીને સજીવન થઈ.

Tuesday, April 21, 2009

"તમારા મિસીસ ?"

રજનીકુમાર પંડ્યાની વાર્તા `મિસીસ' માંથી

`ખૂબ કમાયો. ખૂબ ખર્ચ્યુ. ખૂબ મઝા કરી, ખૂબ ફર્યો, બધાના બહુ બધાં કામ કર્યા, આંબા વાવ્યા આંબા, નામ મેળવ્યું - જબરદસ્ત - વર્લ્ડ લેવલે.'

"તમારા મિસીસ ?"

એમનો ગુલાબી થવા આવેલો ચહેરો એકદમ કાળો પડી ગયો. ત્રસ્ત અને પીડાની રેખાઓથી ભરપૂર - ચશ્માં ઉતાર્યા. આંખો ઝીણી ઝીણી થઈ ગઈ. પાંપણો સામે રણની રેત ઊડતી હોય એમ એકબીજી સાથે જોડાઈ ગઈ. હોઠ ચડી ગયા; હોઠ ઉપર એક વિચિત્ર. કોઈ પરત્વે. તિરસ્કાર હોય એવો ભાવ પૂરની માફક ચહેરા પર ફરી વળ્યો. રૂમાલ કાઢીને એણે હોઠ લૂછ્યા.

`સોરી, મેં તમને ખોટો સવાલ પૂછી લીધો.'

`તમે શું કરો? સૌ એ તો પૂછે જ ને ! સૌને એમ હોય કે આટલા રૂપિયા-પૈસાવાળો, કીર્તિ, વસ્તાર, શક્તિ, સ્થિતિવાળા માણસની પત્ની વિષે ન પૂછીએ તો અવિવેક ગણાય. પણ પૂછ્યા પછી હું મારા દિલ્ના ઝેરને છુપાવી શકતો નથી. મારી મિસીસ...' એ બોલ્યા ને આખા મોંમા કડવાશ ભરાઈ ગઈ હોય એમ ચહેરો બગડી ગયો : `સાક્ષાત નરક... જવા દો, જવા દો.'

Sunday, April 19, 2009

એવું ભણીને આવજે...

મણિલાલ હ. પટેલની વાર્તા તોફાનમાંથી

`જે સગાં હોય છે એ વહાલાં નથી હોતાં ને જે વહાલાં હોય છે એ સગાં નથી બનતાં... વિધિની આ વિચિત્રતાનો જવાબ છે તારી પાસે સગી? ભણવા જાય છે તો એવું ભણીને આવજે...'

Thursday, April 16, 2009

સચ્ચાઈ અને લાગણીની કિંમત

મણિલાલ હ. પટેલની વાર્તા ચાંદરણાંમાંથી

`આપણામાં સચ્ચાઈ અને લાગણી બેઉ હોય તો એનીય કિંમત ચૂકવવી પડે છે. સંવેદનશીલતા કેવડો મોટો શાપ બની બેસતી હોય છે...' ત્યારે ન સમજાયેલી નિકેતની વાર આજે સમજાય છે, એક અવતાર રાહ જોવાની એની સમજણ પણ.

Saturday, April 11, 2009

આજે સવારે સપનુ આવ્યુ

આજથી લગભગ ૯ વર્ષ પહેલાં મેં નક્કી કર્યુ હતું કે હવે હું કદી શાયરી નહીં લખું. વચ્ચે એક-બે વાર લખી હતી પણ પહેલાં જેમ લખતો તેમ અચાનક નહોતો લખતો મારે ખાસ લખવા બેસવુ પડતું હતું. આજે જેમ લખી છે તેમ આપોઆપ નહોતી લખાતી. એ હિસાબે આજે વર્ષો પછી કાંઈ લખ્યુ છે.

આજે સવારે સપનુ આવ્યુ. જેને વિષે જાગતા જો વીચાર આવી જાય છે તો ગુસ્સો આવે છે કે મેં કોને પ્રેમ કર્યો અને ખબર નહીં હજુ કેમ કરુ છું અને હું કેમ એને માફ કરી રહ્યો છું, એનુ એક સપનુ આવ્યું.

સપનુ તો એજ હતુ જે જાગતા હોય છેં, એને સમજાવવાનુ કે તુ આ શુ કરે છેં. શું કરવા જીવન બરબાદ કરે છે. પણ આજના સપનામાં કાંઈક વિશેષ હતું. મે એને રોજની જેમ પકડી અને મારી બાહોમાં લીધી અને સમજાવવા લાગ્યો. અને મેં એનો સ્પર્શ અનુભવ્યો. જે હુ એને મારી બાહોમાં લઈને હંમેશા અનુભવતો હતો તેવો અને મારી આંખ ખુલી ગઈ અને હું એને શોધતો જ રહ્યો........

અને તરત આ લીટી તો કાગળ પર લખાઈ ગઈ.

આજે પણ
હું ઉંઘમાંથી જાગું છું,
ને મારો હાથ તને શોધે છે.

આજે પણ
હું સ્વપન જોઉ છું,
ને તારો સ્પર્શ અનુભવુ છું.

આજે પણ
હું વરસાદમાં પલળું છું,
ને તારી ગરમી અનુભવુ છું.

આજે પણ
હું ફુલ જોઉ છું,
ને તારી સુવાસ આવે છેં.

આજે પણ
હું શાંત બેઠો હોઉ છું,
છતાં મારૂ મન તારી પાછળ દોડે છે.

આજે પણ
હું ભીડમાં ઉભો હોઉ છું,
ને તારો ચહેરો શોધું છું.

આજે પણ
હું "એક્લો" બેઠો હોઉ છું,
ને તારો સાથ અનુભવુ છું.

Friday, April 10, 2009

નારીને ઠંડી રેત ધારી છે!

હાલમાં ધુમકેતુની નવલકથા ચૌલાદેવી વાંચી. તેના છેલ્લા પાના પરથી થોડી સંવેદના......

આપણી આ નદીની ઠંડી રેતમાં કોઈ એકાદ રાતે એકલાં ફરતાં મને જે અનુભવ થયો છે એવો જ અનુભવ - ધ્યેય વિનાની શૂન્યતાનો - મને તો નારિ પાસે થી મળ્યો છે. ત્યારથી મે ઠંડી રેતને નારી ધારી છે: ને નારીને ઠંડી રેત ધારી છે!

Thursday, April 2, 2009

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે

છે હાથ હાથમાં છતાં મીલોની દૂરી છે

મજબૂરી સાથે રહેવાની વચમાં ઢબૂરી છે.

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?

કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

મહેંદીનો રંગ કેમ થયો ઘેરો આટલો ?

દિલમાં મેં વેદનાને બરોબર વલૂરી છે.

આંસુના પૂર પર તું પ્રતિક્ષાના બાંધ બંધ,

પગમાં ભલેને બેડી હો, શ્રદ્ધા સબૂરી છે.

મૂંગો છું અર્થ એનો પરાજય ગણો નહીં,

ફિતરત છે મારી આ ને આ દિલ પણ ફિતૂરી છે.

તું શબ્દ મારાં છે અને છે શબ્દ મારાં શ્વાસ,

જીવન જરૂરી, એથી વધુ તું જરૂરી છે.

Sunday, March 29, 2009

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જુજવે રૂપ અનંત ભાસે;

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે ...

અખિલ બ્રહ્માંડમાં …

પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા,

વૃક્ષ્ર થઇ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એ જ આશે ...

અખિલ બ્રહ્માંડમાં …

વેદ તો એમ વદે શ્રુતિ-સ્મૃતિ સાખ દે,

કનક કુંડલ વિષે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં,

અંતે તો હેમનું હેમ હોયે ...

અખિલ બ્રહ્માંડમાં ...

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ્ર તું,

જોઉં પટંતરો એ જ પાસે;

ભણે નરસૈયો એ જ મન તણી શોધના,

પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે ...

અખિલ બ્રહ્માંડમાં......

Friday, March 20, 2009

પવિત્રતા-ધાર્મિકતાનો ગર્વ

હાલમાં ઝવેરચંદ મેઘાણીની "ગુજરાત નો જય" વાંચી એમાંથી એક લીટી.

પોતાની સ્ત્રીની પવિત્રતા-ધાર્મિકતાનો ગર્વ કોઇ પણ પતિને વાસનાત્ત્રુપ્તિ આપિ શકે નહી. કોઇક દિવસ એવો ગર્વ ધિક્કારમાં પરિણમે. કોઇક દિવસ એ પુરુષનું પુરુષાતન ભટકવા નીકળે.

Saturday, February 28, 2009

ઓ મેઘ

ઓ મેધ, મારો સંદેશો આટલો કહે !
તું એને જરી પ્રેમ કરીને કહે ... ઓ મેઘ.......................

કેટકેટલા દિનોથી એની જ યાદ મહીં
જીવન મારું વહે;
ઝરણાંની જેમ જાયે જીવન મારું,
એની કથાને કહે ... ઓ મેઘ.....................

વરસે વરસાદ જેવો મીઠો અનંત ધારે,
આનંદ પૃથ્વી લહે;
તેવી કૃપા તેની વરસે જીવનમહીં,
મારા વતી એને કહે ... ઓ મેઘ.....................

પ્રાણ લગી હું એની પૂજા કરીશ એને
એવું જઇને કહે;
મંગલ લાવી દે વરદાન રે એનું હૈયું
મારા વિના ન રહે ... ઓ મેઘ....................

Monday, January 19, 2009

પછી બે-ફામ રોયો છું

અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છું

હતું કે,જિંદગી સાથે ઘરોબો કેળવી લેશું
મળી નહીં કોઇ એવી પળ,પછી બે-ફામ રોયો છું

ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવા
ન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છું

ન આવ્યો સ્હેજપણ અણસાર,ને પલટાઈ ગઈ બાજી
કરી ગઈ જિંદગી ખુદ છળ,પછી બે-ફામ રોયો છું

રમ્યો'તો બાટ છેલ્લી,જીતવા હારી ગયેલું હું
ન આવ્યું કામ કંઈ અંજળ,પછી બે-ફામ રોયો છું

કસોટી પણ ન થઈ નક્કર,ન થઈ સરખામણી સધ્ધર
અપેક્ષાકૃત્ મળ્યું નહીં ફળ,પછી બે-ફામ રોયો છું