Tuesday, June 2, 2009

શું થાક ઉતરે?

શું થાક ઉતરે? અવિરવ જ્યાં શ્વાસ ચાલે છે;

કે નીંદમાં ય જીવનનો પ્રવાસ ચાલે છે.


તમે ઓ ખાર, ખૂચી નહિ શકો કદી એને;

ફૂલોની સેજ તજીને સુવાસ ઉદાસ ચાલે છે.


સસિની ધાર ઉપર કોઈ એની છાયામાં

સમય પ્રમાણે બધાં આમો ખાસ ચાલે છે.

ચલણ ન રાખ પીવાનું જુદુ જુદુ સાકી!

બધાનાં અંતરે સરખી જ પ્યાસ ચાલે છે.


ફરે છે મારૂ કફસ દરબદર, અરે ગરદિશ!

હું સ્થિર થયો તો હવે આ નિવાસ ચાલે છે.


ખુદાનો શુક્ર, રહી ગઈ છે, લાજ દુનિયામાં

દિવાનગીમાં ગમે તે લિબાસ ચાલે છે.


ન હોય તો એજ છબી મારા મોતની બેફામ,

બનીને છાયા કોઈ આસપાસ ચાલે છે.

-: બેફામ

No comments: