નામનું કહેવાય એવું યે શરણ મળતું નથી
એ રીતે એને ગુમાવ્યા કે સ્મરણ મળતું નથી.
ઓ પ્રણય, મારી દશાનું સ્વપ્ન એને આપજે
જેને મારી જેમ રાતે જાગરણ મળતું નથી.
કૈસ કરતા પણ વધારે છું દયાને પાત્ર હું
ઘેલછામાં છું છતા યે ક્યાંય રણ મળતુ નથી.
એમ વિતેલા દિવસને રોજ માંગું છું ફરી
કે જીવન પૂરૂ થયું છે ને મરણ મળતું નથી.
એવી સ્રુષ્ટિમાં અમે શું માગીએ સુખના દિવસ ?
જ્યાં સુરજનું એક પણ સીધું કિરણ મળતું નથી.
જામતો બેફામ જીવનનો હજી ભરપુર છે.
પણ પીવા લાયક હવે વાતાવરણ મળતું નથી.
-: બેફામ
Sunday, June 21, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment