Tuesday, April 21, 2009

"તમારા મિસીસ ?"

રજનીકુમાર પંડ્યાની વાર્તા `મિસીસ' માંથી

`ખૂબ કમાયો. ખૂબ ખર્ચ્યુ. ખૂબ મઝા કરી, ખૂબ ફર્યો, બધાના બહુ બધાં કામ કર્યા, આંબા વાવ્યા આંબા, નામ મેળવ્યું - જબરદસ્ત - વર્લ્ડ લેવલે.'

"તમારા મિસીસ ?"

એમનો ગુલાબી થવા આવેલો ચહેરો એકદમ કાળો પડી ગયો. ત્રસ્ત અને પીડાની રેખાઓથી ભરપૂર - ચશ્માં ઉતાર્યા. આંખો ઝીણી ઝીણી થઈ ગઈ. પાંપણો સામે રણની રેત ઊડતી હોય એમ એકબીજી સાથે જોડાઈ ગઈ. હોઠ ચડી ગયા; હોઠ ઉપર એક વિચિત્ર. કોઈ પરત્વે. તિરસ્કાર હોય એવો ભાવ પૂરની માફક ચહેરા પર ફરી વળ્યો. રૂમાલ કાઢીને એણે હોઠ લૂછ્યા.

`સોરી, મેં તમને ખોટો સવાલ પૂછી લીધો.'

`તમે શું કરો? સૌ એ તો પૂછે જ ને ! સૌને એમ હોય કે આટલા રૂપિયા-પૈસાવાળો, કીર્તિ, વસ્તાર, શક્તિ, સ્થિતિવાળા માણસની પત્ની વિષે ન પૂછીએ તો અવિવેક ગણાય. પણ પૂછ્યા પછી હું મારા દિલ્ના ઝેરને છુપાવી શકતો નથી. મારી મિસીસ...' એ બોલ્યા ને આખા મોંમા કડવાશ ભરાઈ ગઈ હોય એમ ચહેરો બગડી ગયો : `સાક્ષાત નરક... જવા દો, જવા દો.'

No comments: