આજથી લગભગ ૯ વર્ષ પહેલાં મેં નક્કી કર્યુ હતું કે હવે હું કદી શાયરી નહીં લખું. વચ્ચે એક-બે વાર લખી હતી પણ પહેલાં જેમ લખતો તેમ અચાનક નહોતો લખતો મારે ખાસ લખવા બેસવુ પડતું હતું. આજે જેમ લખી છે તેમ આપોઆપ નહોતી લખાતી. એ હિસાબે આજે વર્ષો પછી કાંઈ લખ્યુ છે.
આજે સવારે સપનુ આવ્યુ. જેને વિષે જાગતા જો વીચાર આવી જાય છે તો ગુસ્સો આવે છે કે મેં કોને પ્રેમ કર્યો અને ખબર નહીં હજુ કેમ કરુ છું અને હું કેમ એને માફ કરી રહ્યો છું, એનુ એક સપનુ આવ્યું.
સપનુ તો એજ હતુ જે જાગતા હોય છેં, એને સમજાવવાનુ કે તુ આ શુ કરે છેં. શું કરવા જીવન બરબાદ કરે છે. પણ આજના સપનામાં કાંઈક વિશેષ હતું. મે એને રોજની જેમ પકડી અને મારી બાહોમાં લીધી અને સમજાવવા લાગ્યો. અને મેં એનો સ્પર્શ અનુભવ્યો. જે હુ એને મારી બાહોમાં લઈને હંમેશા અનુભવતો હતો તેવો અને મારી આંખ ખુલી ગઈ અને હું એને શોધતો જ રહ્યો........
અને તરત આ લીટી તો કાગળ પર લખાઈ ગઈ.
આજે પણ
હું ઉંઘમાંથી જાગું છું,
ને મારો હાથ તને શોધે છે.
આજે પણ
હું સ્વપન જોઉ છું,
ને તારો સ્પર્શ અનુભવુ છું.
આજે પણ
હું વરસાદમાં પલળું છું,
ને તારી ગરમી અનુભવુ છું.
આજે પણ
હું ફુલ જોઉ છું,
ને તારી સુવાસ આવે છેં.
આજે પણ
હું શાંત બેઠો હોઉ છું,
છતાં મારૂ મન તારી પાછળ દોડે છે.
આજે પણ
હું ભીડમાં ઉભો હોઉ છું,
ને તારો ચહેરો શોધું છું.
આજે પણ
હું "એક્લો" બેઠો હોઉ છું,
ને તારો સાથ અનુભવુ છું.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment