Wednesday, May 5, 2010

મારુ જીવન જીવન નહી

મારુ જીવન જીવન નહી
મારુ મરણ મરણ નહી
તારો અનંત કાળ છે
ને મારી એક ક્ષણ નહી

સ્પર્શ્યા વીન પણ જે મળે
એમા ખરી મીઠાશ છે
કુદરત તરફથી જે મળે
એવા ઝખમ ને ખણ નહી

પોતનો એક પ્રવાહ હો
પોતાનુ એક હો વહેણ
જેમા ન ખુદની હો ગતિ
મ્રુગજળ છે એ ઝરણ નહી

Tuesday, May 4, 2010

સાવ અમસ્તું નાહક નાહક

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ

તુ ચાલી ગઇ જીવનમાંથી

તુ ચાલી ગઇ જીવનમાંથી તો ક્યુ આભ ફાટ્યુ?
થાય છે અસર ઢેફાને પાણીથી કાળમીંઢ પીગળતા નથી

એટલી સલાહ આપી શકું બચીને રહેજે અમારાથી
છીએ એક ગ્રહણ, લાગી જાય તો પછી ટળતા નથી

ભુલથી પણ સામે ન આવતી આવતા જન્મે
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી

થોડી મુશ્કેલી પડે અને ખરી પડે એ નાજુક સિતારા
અમે એ સુર્ય છીએ જે સંધ્યા સમયે પણ ઢળતા નથી

આજે ખબર પડી પ્રેમમાં પણ લાયકાત જરૂરી છે
સરિતા જ સક્ષમ હોય, સરોવર સાગરમાં ભળતા નથી

હવે જ મારો જિંદગી સાથે સાચો ઘરોબો થયો
ગાંઠ બંધાઇ હતી કે ખોવાયેલા રત્નો મળતા નથી

Monday, May 3, 2010

જેમના નયનો મહીં અંધાર છે

જેમના નયનો મહીં અંધાર છે
એમને મન વિશ્વ કારાગાર છે
સૂર્યને ઘૂવડ કદી જોતા નથી
એટલે શું વિશ્વમાં અંધાર છે?

શોધે છે શું કિનારે મોતીને શોધનારા?
કોડીને શંખલીઓ દેશે તને કિનારા
વસ્તુ કદીય મોંઘી મળતી નથી સહજમાં
મોતીને મેળવે છે મઝધાર ડૂબનારા
-: જયેન્દ્ર મહેતા

હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

Saturday, May 1, 2010

દીલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વીકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતી નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વીવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દીલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

સરદાર: સાચો માણસ સાચી વાત

સરદાર: સાચો માણસ સાચી વાત
-: ઉર્વીશ કોઠારી
પ્રકાશન: ૨૦૦૬


૧૯૪૮માં લખનૌની એક સભામાં સરદારે કહ્યુ, "મને મુસ્લિમોનો કટ્ટર શત્રુ ચીતરવામાં આવે છે. પણા હુ તેમનો સાચો મિત્ર છુ. મને ગોળગોળ વાત કરવાનું ફાવતું નથી. હુ સીધી વાત કરવામાં માનું છું. હું તમને નિખલસતાથી કહેવા માગું છુ કે એ લોકો ભારત પ્રત્યે વફાદારી જાહેર કરે એટલુ પૂરતું નથી. હું તેમને પૂછું છું કે પાકીસ્તાને ભારત પર કરેલા આક્રમણને શા માટે એક અવાજે વખોડી કાઢ્યુ નથીં? ભારત પર થતા કોઇ પણ આક્રમણને વખોડી કાઢવાની ભારતના મુસ્લિમોની ફરજ નથી? જે મુસ્લિમો બેવફા છે, તેમને પાકીસ્તાન જવું પડશે. જે લોકો હજુ બે ધોડે સવારી કરી રહ્યા છે, તેમણે હિંદુસ્તાન છોડવું જ રહ્યું."