ચાલ, ચાલીએ સાથે સાથે
નીકળી જઈએ પ્રેમમાં આજે
તોડીને હોવાની સાંકળ,
રાતથી આગળ, વાતથી આગળ,
મનગમતા સંગાથની વાટે…..
‘હું’ ને ‘તું’ની છત્રી ફેંકી,
ભીના થઈએ એક થઈને;
સંગની હોડી તરતી મૂકીએ
પાણીમાં પાણી થઈ જઈને,
ઘરમાં રહેવું કેમ પાલવે ?
પહેલવહેલો વરસાદ છે આજે.
ચાલ, ચાલીએ સાથે સાથે…
મૌનથી એ સંવાદો રચીએ
જડે નહીં જે શબ્દકોશમાં;
સ્પર્શમાં ઊંડી ડૂબકી દઈએ,
હું કે તું ના રહે હોંશમાં,
હૈયું બોલે, આંખ સાંભળે
એમ આપણી પ્રીત પાંગરે.
ચાલ, ચાલીએ સાથે સાથે
-: વિવેક મનહર ટેલર
Showing posts with label ડૉ. વિવેક મનહર ટેલર. Show all posts
Showing posts with label ડૉ. વિવેક મનહર ટેલર. Show all posts
Sunday, February 6, 2011
Thursday, January 28, 2010
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને
અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
.
-: ડૉ. વિવેક મનહર ટેલર
તારી શરત થી જીતવાની છૂટ છે તને.
.
વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.
.
ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.
.
મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.
.
નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.
.
આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.
.
-: ડૉ. વિવેક મનહર ટેલર
Subscribe to:
Posts (Atom)