Showing posts with label વેણીભાઈ પુરોહિત. Show all posts
Showing posts with label વેણીભાઈ પુરોહિત. Show all posts

Friday, March 7, 2008

તારી આંખનો અફીણી

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો

આજ પીઉં દર્શનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો

પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો

ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો

તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રુષ્ણ કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો

રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો

ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો
-: વેણીભાઈ પુરોહિત

Thursday, August 16, 2007

તને હુ ક્રુર પણ કહેતો નથી, કાયર નથી કહેતો

તને હુ ક્રુર પણ કહેતો નથી, કાયર નથી કહેતો,
મને ખમોશી ઓ ભોંકાય છે, ખંજર નથી કહેતો.

મિલનના રંગ ઘુટું છુ વિરહરસના કસુંબામાં,
કરું છું કેફ, પણ એ કેફને બખ્તર નથી કહેતો.

સમંદરના તરંગોનું સમન થતું સમંદરમાં,
બન્યુ મઝધારમાં તે હુ કિનાર પર નથી કહેતો.

કહ્યુ કો શિલ્પકારે અણઘડેલા સંગેમરમરને,
તને મૂર્તિ નથી કહેતો અને પથ્થર નથી કહેતો.

મિલનની બંસરી છેડાય ને હૈયાં અજંપામાં,
ઘડીભર થરથરે, તેને કદી હુ ડર નથી કહેતો.

જીવનમાં આપણો તો આ સદા તરસ્યો જ સંગમ છે,
હ્રદયના નેક પ્રેમીને કદી પામર નથી કહેતો.

રહું છું પ્રેમભક્તિમાં જ ભિંજાતો અને ગાતો,
વસુ છુ જે જીગરમાં તને હું પિંજર નથી કહેતો.

ખરાબામાં ચડે છે નાવ મોજાંના ભરોસા પર
અજાણ્યા કોઇ કાંઠાને કદી બંદર નથી કહેતો.

કલેજામાં પડી છે રાખ ઉર્મિની ને આશાથી,
પ્રણયની ભસ્મને હુ કોઈ દિન કસ્તર નથી કહેતો.

તને તારી સમજદારી મુબારક હો મહોબ્બતમાં
મને આશક કહુ છું, પણ હું કીમિયાગર નથી કહેતો.
-: વેણીભાઇ પુરોહિત