Showing posts with label અલ્પેશ “પાગલ”. Show all posts
Showing posts with label અલ્પેશ “પાગલ”. Show all posts

Sunday, April 25, 2010

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું

તું બોલ કઈ અનોખી ઘટના લખી બતાવું
આ શ્વાસ ચાલે એના પગલા લખી બતાવું ?

કોનાથી બચવું છે એ નક્કી પછી તું કરજે
ફૂલો લખી બતાવું કાંટા લખી બતાવું

પંખી નહીં લખુ હું આકાશ નૈ લખું હું
આ વ્રુક્ષની નસોમા ટહૂકા લખી બતાવું

આતમકથા લખું તો કોની કથા લખું હું
શું જીવને પડ્યા છે વાંધા લખી બતાવું

ખાનખરાબી અંગે બીજૂં તો શું કહું હું
જે આગ થૈ ગયા એ તણખા લખી બતાવું

આ સ્વપ્ન તો જૂના છે નૈ કામ કાઇ આપે
બે ચાર ઘાવ ક્યો તો તાજાં લખી બતાવું ...........
- અલ્પેશ “પાગલ”