Showing posts with label ઘાયલ. Show all posts
Showing posts with label ઘાયલ. Show all posts

Friday, May 28, 2010

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ

હજી આંખમાં જાણે ફરકે છે કોઇ
હજી મીઠું શરમાઇ મરકે છે કોઇ
વિખૂટાં પડ્યાં તોયે લાગે છે 'ઘાયલ'
હજી પણ રગેરગમાં સરકે છે કોઇ

Wednesday, May 5, 2010

કહેવાય નહી

મન મરણ પહેલા મરી જાય તો કહેવાય નહીં
વેદના કામ કરી જાય તો કહેવાય નહીં

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં
ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી
દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં

આંખનો દોષ ગણે છે બધા દીલને બદલે
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં

શોક્નો માર્યો તો મરશે ન તમારો “ઘાયલ”
ખુશીનો માર્યો મરી જાય તો કહેવાય નહીં
-: અમૃત ઘાયલ

Sunday, March 14, 2010

હું ય વરસ્યો છુ જીવનમાં....

શબ્દની આરપાર જીવ્યો છું
હું બહું ધારદાર જીવ્યો છું

સામે પુરે ધરાર જીવ્યો છું
વિષ મહી નિર્વિકાર જીવ્યો છું

ખુબ અંદર બહાર જીવ્યો છું
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું

મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ
હું સદા બારોબાર જીવ્યો છું

મંદ ક્યારેય ન થઇ મારી ગતિ
આમ બસ મારમાર જીવ્યો છું

આભ ની જેમ વિસ્તર્યો છું
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું

બાગેતા બાગ સુર્યની પેઠે
આગમાં પૂરબહાર જીવ્યો છું

હું ય વરસ્યો છુ જીવનમાં
હું ય બહુ ધોધમાર જીવ્યો છું

આમ ઘાયલ છુ, અદનો શાયર પણ
સર્વથી શાનદાર જીવ્યો છું...

Tuesday, May 29, 2007

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી
અજાણી આંખડીની ચોટ ગોજારી કરી લીધી

મને કાઈ વાતતો કરવી હતી અલગારી મન મારા
વળી કોના થકી તે પ્રીત પરબારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી

કસુંબલ આખડીના આ કસબની વાત શી કરવી
કલેજુ કોતરી નાજુક મીનાકારી કરી લીધી

હવે મીત્રો ભલે ગુસ્સો ગઝલ પર ઠાલવે ઘાયલ
અમારે વાત બે કરવી હતી ત્યારી કરી લીધી
-: અમ્રુત ઘાયલ


More complete version.
I am not sure which one is in correct order and which is correct.
But this second version seems complete.

અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી.

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી!
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી.

અમે મગરૂર મનને મારી લાચારી કરી લીધી,
કરી લીધી જીવન તારી તરફદારી કરી લીધી.

ઘડીઓ આ જુદાઈની અને તે પણ જવાનીમાં?
અમે આ પણ સહન તલવાર બેધારી કરી લીધી.

મને કંઈ વાત તો કરવી હતી અલગારી મન મારા,
વળી કોના થકી તેં પ્રીત પરબારી કરી લીધી!

ભલે એ ના થયાં મારાં, ભલા આ સ્નેહ શું કમ છે?
ઘડીભર સાથ બેસી વાત બે પ્યારી કરી લીધી.

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

મઝાની ચાંદનીમાં નોતરી બેઠા ઉદાસીને,
અમે હાથે કરીને રાત અંધારી કરી લીધી.

Tuesday, May 15, 2007

તારી યાદ આવે તો છે

તુ ન આવે છો ન આવે તારી યાદ આવે તો છે.
એ અચાનક આવી મારુ દ્વાર ખખડાવે તો છે.

તુજને મારી સાથે ન ફાવ્યુ તો નથી તલભાર રંજ
ખુશ છુ બીજા સાથે તુજને આજ બહુ ફાવે તો છે.

ખોઇ બેઠો છુ હુ તારી ઝુલ્ફની ખુશ્બુ છતા
કલ્પનામાં ખુશ્બુ આવી મુજને ખુશ્બાવે તો છે.

આપણી વચ્ચે કદી કેવો સરસ નાતો હતો
કમ સે કમ એ યાદ આવી મુજને હરખાવે તો છે.

બીજુ "ઘાયલ" શુ કરે તારા ઉપરથી ઓળધોળ
દેહમાં છે પ્રાણ બાકી પ્રાણ લઇ આવે તો છે.
-: અમૃત ઘાયલ