Showing posts with label કૈલાસ પંડિત. Show all posts
Showing posts with label કૈલાસ પંડિત. Show all posts

Thursday, July 1, 2010

તારી ઉદાસ આંખમાં

અમસ્તી કોઇ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે
કોઇનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.

તારી ઉદાસ આંખમાં સ્વપ્નાં ભરી શકું
મારું ગજું નથી કે તને છેતરી શકું

તારી હવે તો દૂરતા રસ્તા વિનાની છે
એના વિના હું કઇ રીતે પાછો ફરી શકું ?

આવું મળું ને વાત કરું એ નસીબ ક્યાં ?
કહેવાને આમ સાત સમંદર તરી શકું

‘કૈલાસ’ હું તો એકલો નીકળીને જાત
પણ ભેગા થયા છે લોક તો હું શું કરી શકું ?
-: કૈલાસ પંડિત

Friday, December 14, 2007

ચમન તુજને સુમન

ઘણા સમયથી કૈલાસ પંડીતની આ ગઝલ રજુ કરવાનુ વીચારતો હતો આજે આખરે મોકો મળી ગયો.

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે.
પ્રથમ એ પ્યાર કરશેને પછી ઝખ્મો ધરી જાશે.

અનુભવ ખુબ દુનીયાના લઈને હુ ઘડાયો તો
ખબર નહોતી તમારી આંખ મુજને છેતરી જાશે.

ભરેલો જામ મેં ઢોળી દીધો તો એવા આશયથી
હશે જો લાગણી એના દીલે પાછો ભરી જાશે.

ફના થાવાને આવ્યો તો પરંતુ ખબર નહોતી
કે મુજને બાળવા પહેલા સ્વયં દીપક ઠરી જાશે.

મરણને બાદ પણ કૈલાસને બસ રાખજો એમ જ
કફન ઓઢાડવાથી લાશની શોભા મરી જાશે.
-: કૈલાસ પંડિત