
કહેવાય છે કે પ્રેમિકા ( સ્ત્રી ) જ્યારે જતી રહે ત્યારે પ્રેમી કા તો ગાંડો થઈ જાય અથવા તો philosopher થઈ જાય.
છેલ્લા એક વર્ષમા મારી આખી જિન્દગી બદલાઇ ગઈ. શુ થયુ એની ચર્ચા નહી કરુ પણ મે જે અનુભવ્યુ તેનાથી શરુઆત કરવી છે.
મારી હાલતની પહેલી રજુઆત .....
હુ આમ તો ગુજરાતી સાહિત્ય નો કીડો છુ. ભણ્યો અંગ્રેજીમાં છું પણ વારસાગત થોડુ આવડે છે. અહી મારો પ્રયત્ન ગુજરાતી ભાષાને એક વધુ મંચ આપવાનો છે. હુ એવો દાવો નહી કરુ કે અહી બધી મારી રચના હશે પણ કોશિશ કરીશ કે મારી રચના વધુ મુકી શકુ. વ્યાકરણ અને ભાષાની ભુલ માટે પહેલાથી માફ કરજો.