Sunday, April 25, 2010
જાણે મહેરબાની કરો છો
તમે તો નફરત પણ એવી રીતે કરો છો કે જાણે મહેરબાની કરો છો.
Friday, April 23, 2010
ફરી ફરી ને ......
મે જ્યારે આ બ્લોગ ચાલુ કર્યો ત્યારે મને પોતાને પણ ખબર નહોતી કે હુ આટલા બધા વર્ષ સુધી લખીશ અને એક દિવસ એવો આવશે કે મારી પાસે લખવા/ કહેવાનુ વધરે હશે અને દિવસો ઓછા.
મે એક નિયમ રાખ્યો હતો કે એક દિવસમાં એકથી વધરે પોસ્ટ નહી કરુ. પણ હવે લાગે છે કે એકથી પણ ઘણી બધી વધારે વાર લખવું પડશે. ચાલો તો હવે તમે વાંચવા તૈયાર થઈ જાવ.
ચાલો શરુઆત મારી પોતાની લખેલી પણ કદી પુરી ન થઈ એવી વાતથી.
દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને,
મારા દિલની વાત ને ત શાયરી સમજી લીધી.
Tuesday, March 30, 2010
સ્ત્રીનો ઉલ્લેખ
આજકાલ ચોપડી વાંચવાનો શોખ છે. હાલમા ક. મા. મુન્શિ, ઝવેરચંદ મેઘાણી, ધુમકેતુ વગેરે ખાસ્સી ચોપડીઓ વાંચી, દરેક ચોપડીમાં એક વાત માર ધ્યાનમા આવી.
મને એવી સ્ત્રીનો ક્યાંય પણ ઉલ્લેખના મળ્યો કે જેણે તેના પતિ કે પ્રેમીને કાયરતાનો રસ્તો દેખાડ્યો હોય, જે પોતાના પુરુષને પાલવમાં બાંધી રાખવા માંગતી હોય. મે અંગ્રેજી ચોપડીઓ વાંચી તેમાં પણ એવું જ છે. હા, ક્યારેક કોઈ ચોપડીમાં ઉલ્લેખ છે તો તે સ્ત્રીઓ ખરાબ જ ચીતરવામાં આવી છે. અને જે સ્ત્રી તેના પુરુષને સાથ આપે છે અને આગળ વધવા પ્રેરણા આપે છે તેઓના નામ ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે, લોકો ને પ્રેરણા આપે તેમ અંકીત છે.
Saturday, April 11, 2009
આજે સવારે સપનુ આવ્યુ
આજે સવારે સપનુ આવ્યુ. જેને વિષે જાગતા જો વીચાર આવી જાય છે તો ગુસ્સો આવે છે કે મેં કોને પ્રેમ કર્યો અને ખબર નહીં હજુ કેમ કરુ છું અને હું કેમ એને માફ કરી રહ્યો છું, એનુ એક સપનુ આવ્યું.
સપનુ તો એજ હતુ જે જાગતા હોય છેં, એને સમજાવવાનુ કે તુ આ શુ કરે છેં. શું કરવા જીવન બરબાદ કરે છે. પણ આજના સપનામાં કાંઈક વિશેષ હતું. મે એને રોજની જેમ પકડી અને મારી બાહોમાં લીધી અને સમજાવવા લાગ્યો. અને મેં એનો સ્પર્શ અનુભવ્યો. જે હુ એને મારી બાહોમાં લઈને હંમેશા અનુભવતો હતો તેવો અને મારી આંખ ખુલી ગઈ અને હું એને શોધતો જ રહ્યો........
અને તરત આ લીટી તો કાગળ પર લખાઈ ગઈ.
આજે પણ
હું ઉંઘમાંથી જાગું છું,
ને મારો હાથ તને શોધે છે.
આજે પણ
હું સ્વપન જોઉ છું,
ને તારો સ્પર્શ અનુભવુ છું.
આજે પણ
હું વરસાદમાં પલળું છું,
ને તારી ગરમી અનુભવુ છું.
આજે પણ
હું ફુલ જોઉ છું,
ને તારી સુવાસ આવે છેં.
આજે પણ
હું શાંત બેઠો હોઉ છું,
છતાં મારૂ મન તારી પાછળ દોડે છે.
આજે પણ
હું ભીડમાં ઉભો હોઉ છું,
ને તારો ચહેરો શોધું છું.
આજે પણ
હું "એક્લો" બેઠો હોઉ છું,
ને તારો સાથ અનુભવુ છું.
Tuesday, March 25, 2008
જન્મદિવસ પર
@#મી માર્ચ નો આ દિવસ
ન જાણે કેમ ફરી આવે છે.
હંમેશ સુનો વીતે છે આ દિવસ
હંમેશા ઘરથી દુર આવે છે.
ઘણા અરમાન જાગે છે.
ઘણી ઉર્મિ ઉઠે છે.
પણ છેવટે તો આ દિવસ
ન જાણે કીમ ઠંડોગાર ગુજરે છે.
બસ મિત્ર નીરાશાની વાત ન કર
ચલ ઉભો થા કાઈક નવુ કર
એક નવી પ્રતીજ્ઞા કર, એક નવુ વ્રુક્ષ વાવ.
દુનીયા સાચા માર્ગેચાલે એમ કોઈની દોરવણી કર.
"એક્લા" બહું મહત્વનો છે આ દિવસ
જીંદગી બહું કિમતી છે શું કામ વેડફે છે.
Wednesday, August 22, 2007
પ્રેમનો સંબંધ
એતો ઘુઘવાતો દરીયો છે. જે લાગણી ભરેલ અનેક નદીઓ ને પોતાનામાં સમાવે છે. છતા નથી ભરાતો કે નથી ખાલી થતો.
-: એકલો
Wednesday, August 8, 2007
મ્રુગજળ
એક મુસ્કાન લાવવા મથુ છુ
તારી યાદમાં ડુબેલો રહુ છુ
મ્રુગજળની પાછળ દોડુ છુ.
-: એકલો
Saturday, July 21, 2007
વેવિશાળ Book review
આમ તો મારી કોઇ ઓકાદ નથી "ઝવેરચંદ મેઘાણી"ની નવલકથા "વેવિશાળ" વિષે કાઈ લખી શકુ, પણ વેવિશાળની વાર્તા મારા જીવનની કથા સાથે ઘણી મળતી આવે છે.
વાત છે ગામમાં રહેતા સુખલાલની અને સુશીલાની. સુખલાલની સગાઈ શહેરમા રહેતી સુશીલા સાથે થયેલ છે. સુખલાલના જીવનમાં સુખ નથી. સુશીલા સુશીલ છે એને સુખલાલ સાથે સંબંધનો એને વાંધો નથી પણ બાપુજી અને મોટા બાપુજીની દખલઅંદાજી ના કારણે પોતાના મનની વાત પણ નથી કરી શકતી. સુખલાલ મરતી માંના એક બોલ પર કે "બેટા, તારો સંબંધ ટુટે તો આમારુ જીવવુ ઝેર થઈ જાય. આખરે તો આ તારા જીવનનો પ્રશ્ન છે. જા શહેરજા અને ગમે તે રીતે વહુ ને લઈ આવ."
સુખલાલ શહેર જઈને શેઠ સસરાની ગુલામી કરે છે. કારણકે તેને માંને આપેલા વચનની ચિંતા છે. દીવસો સુધી પોતાના જીવનસાથીનો ચેહરો નથી જોઈ શક્તો બિમારીમાં પણ કોઈ તેનો હાલ પુછવા નથી આવતુ. આખરે ચાર દીવસ પછી જ્યારે તેના પિતા જ્યારે આવે છે ત્યારે તે હોસ્પિટલની બહાર આવે છે.
બિચારો બાપ પણ પુત્રના દીલ આગળ લાચાર છે. જે વ્યક્તી એને બેઈજ્જત કરી ચુક્યો છે તેના ઘરે જમવા બેસવુ પડે છે.
સુશીલાને પણ પોતાના ભાવી ભરથાર માટે પુરેપુરી લાગણી છે પણ બાપની હીટલર શાહી આગળ કશું ચાલતુ નથી.
મોટા બાપુ અને માં એ તો એને બીજે ઠેકાણે થાળે પાડવાનુ નક્કી કરી નાખ્યુ છે. સુખલાલ જાણે છે પણ સુશીલાનુ મન જાણ્યા વગર આગળ વધવા નથી માંગતો. સુશીલા સુખલાલને પોતાનો ભરથાર માની ચુકી છે અને એને એક ભવમાં બીજો ભવ નથી કરવો.
છેલ્લે કેવી રીતે સુશીલા પોતાના બાપનુ ઘર છોડીને સુખલાલની જાણ વગર સુખલાલના ઘરમાં - પોતાના ઘરમાં પહોચે છે અને સુખલાલ કેવી રીતે તેની ખાતર નાત સામે ઉભો રહી જાય છે તે તો "ઝવેરચંદ મેઘાણી"ના શબ્દોમાં જ વાંચવાની મઝા આવે
જો જીવનમાં પ્રેમને મહત્વ આપતા હો તો આ નવલકથા વાચવી જરુરી છે. પ્રેમ કોને કહેવાય અને પ્રેમનો સંબંધ કેવો હોય તે ખબર પડશે
Thursday, July 19, 2007
દિલ મહી છુ
થોડીવાર વીચારમાં પડ્યો
જીંદગીની જંજાળમાં પડ્યો
થોડો અથડાયો, થોડો કુટાયો
આખરે તો હું તહીનો તહી છુ તહી છુ તહી છુ
થોડુ પાછળ વળીને જોયું
સમય પાછો લાવવાનુ વીચાર્યુ
ગયો જીંદગી ફરી એ અદાથી જીવવા
ત્યાં તો અવાજ દીધો કે હું કહી છુ? કહી છુ? કહી છુ?
દુર નથી તારાથી ગયો નથી
હું તને ભુલી ગયો
હર ક્ષણ તો છે મારી પાસે
તુ તો મારા શ્વાસમાં વણી છુ વણી છુ વણી છુ
આપવા નથી મારી પાસે કોઈ પુરાવા
નથી કરવા હવે કોઈ ખુલાસા
રોકીને મે તો કદી નથી પુછ્યું
તુ કેમ મારું દિલ ચોરી ગઈ છુ ગઈ છુ ગઈ છુ
પ્રેમ નથી કોઈ કહેવાની વસ્તુ
જાહેર ન કરાય એવી છે દોલત
હાથ લંબાવો તો હોય એ શૂન્ય અવકાશ
નઝર કરો તો "એકલો" દિલ મહી છુ મહી છુ મહી છુ
Thursday, July 5, 2007
Wisdom enlightenment.....
The Starting........
I came across few such wisdom when I passed out and my college gave us a page full of wisdom lines. Later on in my life I found out that those lines were picked up from a book "Father's book of Wisdom".
The Inspiration.....
Then I wanted to read the book "Father's book of Wisdom" I tried searching it but to my surprise it was not available in Indian Stores. As my search grew I found that it was available in US market for just less that 1$. After a long search I found that the book was published in India by BPB publications and it available for just 33/- Rs.
About the book.
As the book says it is by "H. Jackson Brown". When his father died and he was cleaning his father's stuffs he found a box full of newspaper and magazine cuttings which had many inspiring lines. He composed them in a book and we got the book "Father's book of Wisdom". I would recommend giving it as a gift to
- all passing out students.
- teen age children's birthday gifts
- Your friends getting married etc.
The Act....
I too have been collecting such few word in my life since I was kid. The book has inspired me to compile my collection and share it with you all. I now have another blog dedicated to small lines which inspires people and help build characters.
Please visit "The blog of wisdom"
The source.....
The source or my blog will be my old diaries. quotes from movies, books, leaders (spiritual, religious, political, etc), newspapers and obviously people who visit this blog. Though English and Gujarati are going to be main languages. I will be happy to post in other languages along with translations.
Wednesday, June 20, 2007
હાલ હુ કામમાં છુ.....
હુ અહીજ છુ. માત્ર થોડો કામમાં છુ. હવે થોડા દિવસ સમય નહી મળે કશુ લખવાનો. રવીવાર પહેલા પતાવવાના કામ.
- ઓફીસમાં ગરીબ બાળકો માટે લોકો પાસેથી ફાળો ઉઘરાવવાનો છે. ૨૫ લાખના લક્ષ્ય સામે ૨૨.૫ લાખ ભેગા થઈ ગયા છે. બાકીના સોમવાર પહેલા ભેગા કરવાના છે.
- ૧લી એપ્રીલે વ્રુધ્ધાશ્રમમાં ડોનેશન આપવાનુ નક્કી કર્યુ હતુ જે આપવા જવાનુ છે.
- શનીવારે ઘરે સત્યનારાયળની કથા કરાવવી છે. મારે એકલા નથી બેસવુ એટલે કોઈ મીત્ર ને કહેવુ પડશે પૂજામાં બેસવા માટે.
આટલા કામ પુરા થશે એટલે હુ તરત પાછો આવીશ.
Update:
ત્રણ કામ પણ એમાંથી એક જ કામ સારી રીતે પુરુ થયુ.
- ૨૫ લાખના બદલે ૨૬ લાખ ૧૯ હજાર ભેગા થયા. હવે એ ફંડમાથી બાળકો માટે સ્કૂલ બનાવવામા આવશે.
- બે વ્રુધ્ધાશ્રમમાં જઈ આવ્યો. એકમાં અમીરો રહે છે. એ લોકો મને દત્તક લઈ શકે તેમ છે. બીજામા થોડા ગોરખઘંધા ચાલતા હોય તેમ લાગ્યુ. મારી શોધ ચાલુ છે.
- જે મીત્ર પૂજામાં બેસવાનો હતો તેની પત્નિની તબિયત ખરાબ હતી. પછી ક્યારેક.....
Thursday, June 7, 2007
કાઈક તો બોલ
તુ એકરાર કે ઈન્કાર કાઈક તો બોલ
તને હુ યાદ કરુ છુ હર ક્ષણ
તુ એકવાર મારુ નામ તો બોલ
- એકલો આત્મા
Tuesday, June 5, 2007
પ્રેમ એટલે શુ? What is love ?
It has been my strong belief that no one falls in love. If you are in love you RISE in love.......
ચાલો આજે કોઇ કવિતાકે ગઝલ નહી પણ પ્રેમની વાત કરુ. જો પ્રેમની વાત કરુ તો તમે પુછશો પ્રેમ ની વ્યાખ્યા શુ ?
હું જીદગી આખી જે વ્યાખ્યા માનતો આવ્યો છુ તે. "માણસ જેમા પડે તો પડીને ઉપર ઉઠે તે પ્રેમ."આપણે કહીએ છે કે ફલાણો ફલાણીના પ્રેમમાં પડ્યો. મિત્ર પ્રેમમાં પડાય નહી પ્રેમમાં તો ઉભા થવાય. પ્રેમમાં તો માણસ ઉચો આવે, નીચે ના પડે.
ચાલો આજે મે જોયેલ/જાણેલ ત્રણ પ્રસંગ કહુ જે કહે છે કે પ્રેમ એટલે શુ?
બંને પ્રસંગમાં બે વ્યક્તિને આપણે આત્મા અને જાગ્રુતિ તરીખે ઓળખીશુ.
૧) આત્મા અને જાગ્રુતિ પહેલી વખત નૈનીતાલ ફરવા જાય છે. સાથે છે જાગ્રુતિની થોડી સખીઓ અને એક સખીનો પરિવાર. નૈનીતાલ શહેર બહાર બધા હનુમાન ગઢી દર્શન માટે ગયા.
બધા જુવાનીયાઓ સીધા રસ્તે જવાના બદલે મંદીરની દીવાલને અડીને આવેલા જંગલના રસ્તે જવાનુ પસંદ કર્યુ. આગળ જાગ્રુતિની સખી એના ભાઈ અને બીજી બહેનપણી સાથે જઈ રહી છે દસ પગલા પાછળ આત્મા જાગ્રુતિની બીજી બહેનપણી સાથે વાત કરતો ચાલે છે અને છેલ્લે જાગ્રુતિ બાકીની સખીઓ સાથે ચાલી આવે છે.
અચાનક મંદીરમાથી હાકી કાઢેલ કેટલાક વાંદરા બધાની આગળ કુદયા. એક વાંદરાને કોઈકે માર્યુ એટલે બધા વાંદરા આ લોકોને ઘેરી વળ્યા.
આ જોઈ સ્થાનીક લોકોએ બુમ "હલશો નહી તો વાંદરા કાઈ નહી કરે." બધા તરત હતા એ જ જગ્યાએ ઉભા રહી ગયા. આત્મા અને જાગ્રુતિ વચ્ચે લગભગ ૧૦-૧૨ ફુટનુ અંતર છે. વાંદરાને જોતા જ તરત આત્મા પાછળ જાગ્રુતિને જુવે છે. વાંદરા હજુ તેને નહોતા ઘેરી વળ્યા. આત્મા અને બીજો યુવક બંને બધી યુવતીઓને પોતાની પાછળ ઉભી રાખી વાંદરાથી બચાવતા ઉભા રહ્યા. આત્માનુ ધ્યાન જાગ્રુતિ તરફ જ છે.
ક્યાક કોઈ વાંદરો જાગ્રુતિ તરફતો નથી. પોતે ૭-૮ વાંદરા વચ્ચે ઘેરાયેલ ઉભો છે છતા ચીંતા માત્ર જાગ્રુતિની જ છે.
"જ્યારે તમે પોતે મુસીબતમાં હોવ છતાં તમને બીજાનો ખ્યાલ આવે એનુ નામ પ્રેમ."
૨)ગુજરાતનો ધરતીકંપ તો કોઈ નહી ભુલ્યુ હોય. એક વાર આત્મા અને જાગ્રુતિ રાત્રે સુતા હતા અને અચાનક કોઇકે દરવાજો ખખડાવ્યો. જલ્દી બહાર નીકળો ધરતીકંપ થયો છે. આત્મા દરવાજા પાસે હતો એણે તરત દરવાજો ખોલ્યો પણ બહાર જવાને બદલે જાગ્રુતિ તરફ જોતો ઉભો રહ્યો. જાગ્રુતિ એના ડ્રેસનો દુપટ્ટો લેવા રહી અને ઓરડાના બીજા છેડાથી દરવાજા સુધી આવતા વાર થઈ એટલી વાર આત્મા દરવાજો ખોલીને ઉભો રહ્યો. જાગ્રુતિ વગર એ કેવી રીતે બહાર જાય. જાગ્રુતિ વગર એના જીવનનો અર્થ શુ? છેલ્લે જ્યારે જાગ્રુતિ બહાર નીકળી પછીજ બહાર નીકળ્યો.
"આફતમાં પણ સાથે રહેવાની ઈચ્છા થાય એ પ્રેમ."
૩) એકવાર જાગ્રુતિ વાહન પર જતી હતી અને એનો અકસ્માત થાય છે. તેને બહુ વાગ્યુ નહી પણ નીચે પડતા વીચાર માત્ર આત્માનો આવ્યો. આત્મા આ જાણશે તો કેટલી ચીંતા કરશે અને ખરેખર આત્માએ જ્યારે જાણ્યુ કે જાગ્રુતિને વાગ્યુ છે એટલે એ તરત જાગ્રુતિ પાસે પહોચી ગયો. જાગ્રુતિને જોવા અને સાથ આપવા.
જ્યારે હકીકતમાં એજ વખતે બીજા અકસ્માતમાં આત્માને પણ જાગ્રુતિ કરતા પણ વધારે વાગ્યુ હતુ. જાગ્રુતિ ચીંતાના કરે એટલે એને ત્યારે તો નહી પણ જીંદગીમાં ક્યારેય પણના કહ્યુ કે મારો પણ આમ આવો અકસ્માત થયો હતો. આજે પણ એ અકસ્માતની નીશાનીના ઘાવ આત્માના શરીર પર છે.
"પોતાના દુઃખમા પણ બીજાના દુઃખનો વીચાર આવે એનુ નામ પ્રેમ."
હુ તો માનુ છુ કે રોજ સાંજે ફરવા જવુ, સાથે પીક્ચર જોવા જવુ, કે બહાર જમવા જવુ એ કાઈ પ્રેમ નથી એ માત્ર પ્રેમ નો દેખડો છે. પ્રેમ કે કહેવા કે સાંભળવાની વાત નથી. હ્રદય પર હાથ રાખીને અનુભવવાની લાગણી છે.
આતો માત્ર "હુ" પણાનુ અભિમાન છે બાકી આપણને સહુને ખબર છે આપણને કોના માટે પ્રેમ છે.
હજુ જો મારી વાતનો વીશ્વાસના આવતો હોય તો એક વાર હ્રદય પર હાથ મુકી જુવો તમને કોનુ નામ સંભળાય છે.
- એકલો આત્મા
Wednesday, May 30, 2007
લાગણીનો સંબંધ
લાગણીનો સંબંધ કાઈ સમુદ્રની રેત પર લખેલુ નામ નથી કે દરીયાનુ (ગેરસમજ અને નફરતનુ) એક મોજુ આવ્યુ અને નામ ભુશાઇ જાય.
એ તો હ્રદય પર કાંડરેલ શિલાલેખ છે જે ઉમ્રભર વીકટ પરીસ્થિતીમાં પણ વંચાતો રહેશે.
- એકલો
Monday, May 28, 2007
Kiss and Hug ....
- If you kiss someone and your partners eyes are open, He/She does not have faith in you.
-: I never noticed as my eyes were never open.
- If you are in a relationship and your partner kisses you on your forhead he has all the faith and love for you.
- 9 out of 10 times the first kiss tells you about the relationship. -: Movie "Hitch".
- Zadoo ki zappi: When someone is angry just give him a hug and the anger will melt like butter: Movie "Munnabhai MBBS"
- There are Free Hug campains going around world. Where people give hug just so as to make you feel warm so that you can forget that you are in trouble.
Friday, May 18, 2007
બાળક અને બાળોતીયા
હાલમાં કોઇની સાથે વાત કરતા એક જુની વાત યાદ આવી ગઇ જે લખવાની ઇચ્છા થઇ ગઇ.
મને આજે પણ યાદ છે. મારા જીવનની મારી કલ્પના સાથેની પહેલી ખરીદી.
અમારા જીવનનો બહુ મહત્વ સમય હતો. અમે નવુ નવુ જીવન શરુ કર્યુ હતુ એના બે દીવસ પછીની ધટના છે. અમારે એક સગાને હોસ્પિટલમાં મળવા જવાનુ થયુ. એમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
મને યાદ છે મારી કલ્પના અને મે બાળકીને પહેલી વખત જોઇ ત્યારે તે રડતી હતી કારણકે ૨-૩ દીવસની ઢીંગલીને સીન્થેટીક કપડા પહેરાવ્યા હતા. જેના કારણે બાળક હેરાન થતુ હતુ.
મને કલ્પના આવી ને કહે ચાલ આપણે બહાર જઇ આવીએ. મને એમ કે ક્યાક ફરવા જવુ હશે કે પછી કોઇ વાત કરવી હશે. પણ તે મને લઇ ગઇ કાપડની દુકાને બાળોતીયા લેવા માટે.
આવી રીતે અમે અમારા સહજીવનની શુભ શરુઆત બાળકના બાળોતીયાથી કરી. આજે પણ હુ અમારા જીવનની સૌથી સારી ખરીદી અને સૌથી સારી પળોમાં ગણુ છુ.
હજુ મને (અમને) પોતાના બાળકોના બાળોતીયા ખરીદવાનો મોકો નથી મળ્યો.
Thursday, May 17, 2007
Few words of philosophy...
મે હમેંશા માન્યુ છે અને શક્ય હોય ત્યા અમલ કર્યો છે.
"થોડુ ખોટુ બોલીને કે પછી થોડા મસ્કા મારીને જો તમે સામેની વ્યક્તિને જો સાચી ખુશી આપી શકતા હો તો ખોટુ બોલવામા કશુ ખોટુ નથી."
મે જેને પ્રેમ કર્યો એણે મને શીખવ્યુ હતુ.
"દીવસમાં એક કામ એવુ કરવુ કે જેથી તમને કાઇક સારુ કર્યાનો સંતોષ મળે."
Thursday, May 10, 2007
રાહ જોઇ બેઠો છુ
તુ આવીશ એવા ઇંતજારમાં બેઠો છુ.
ઘણો સમય થયો પત્રોના જવાબ આપ્યા છે.
હવે સમય થયો કે તારા પત્રો આવ્યા છે.
તારા પત્ર માટે બેકરાર થઇ બેઠો છુ.
જવાબ આવશે એ આશા એ મીટ માંડી બેઠો છુ.
નથી થઈ આવી લાગણી કોઇ માટે.
તને તો હુ ચાહુ છુ જીવવા માટે
તારા માર્ગમાં નઝરો બીછાવી બેઠો છુ
"એકલો" હુ તમને દીલ દઇને બેઠો છુ.
પ્રેમમાં પડવાની નહોતી આશા અમને
ધાર્યુ પણ નહોતુ કે આવી ઉર્મિઓ જાગશે
તમારા એકરારની રાહ જોતો બેઠો છુ.
"એકલો" હુ તમને પ્રેમ કરી બેઠો છુ.
-: એકલો
Friday, May 4, 2007
હુ શુ કરુ ...?
સુરજ ઢળે ને તમે યાદ આવો તો હુ શુ કરુ.
ચન્દ્રમા તમારો ચેહરો દેખાય તો હુ શુ કરુ.
તમેતો મારા શ્વાસમા વસેલા છો.
તમારા વગર હુ નીસાસા ન નાખુ તો હુ શુ કરુ.
તમને તો મારા દીલમા સમાવ્યા છે
તમારા વગર આ દીલ રોવે તો હુ શુ કરુ.
પ્રેમ નહી કરુ એવી પ્રતિજ્ઞા કરી હતી,
તમારી તસવીર જોતા એ પ્રતિજ્ઞા ટુટી જાય તો હુ શુ કરુ.
તમે ભલે મના કરો
પણ આ દીલ તમને ચાહે તો હુ શુ કરુ.
ઝરમર વરસતો હોય વરસાદ
એવામા તમે યાદ આવો તો હુ શુ કરુ.
"એકલા" પ્રેમનો મારે એકરાર કરવો છે
પણ તમે સામે ના આવો તો હુ શુ કરુ.
-: એકલો આત્મા
Tuesday, May 1, 2007
એ ચેહરો .....
કોશીશ છતા ભુલાતો નથી એ ચેહરો
ભુસાવા છતા દીલમા છપાયેલ છે એ ચેહરો
"એકલો" ભીડમા શોધી રહ્યો છુ એ ચેહરો
ભગવાન આવીને પણ જો કોઇ વરદાન આપે
તો માગી લઉ એ ચેહરો
જયારે પણ એકલો પડ્યો છુ ને જુની યાદ આવે છે
આખ આગળ તરવરે છે એ ચેહરો
મીત્રોએ સમજાવ્યો કે હવે ભુલી જા
તારા માટે ઔર હશે તારા માટે નહોતો એ ચેહરો
કેમ કરીને વીસરી જાઉ
મારા તો જીવનનો ધબકાર હતો એ ચેહરો