Showing posts with label ભાવેશ 'મક્કુ'. Show all posts
Showing posts with label ભાવેશ 'મક્કુ'. Show all posts

Thursday, April 3, 2008

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે

દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીંદગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં 'મક્કુ',
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે.

Tuesday, October 23, 2007

જીંદગીના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા

પ્યાલો લૈ જ્યાં હું પહોંચ્યો તરસ છીપાવા માટે,
કમનશીબ મારું કે મને જોઈ કીનારા જ સુકાઈ ગયા.

પતઝડ ની કશ્મ્કશ તો જીરવી ગયા અમે પરંતુ,
જીંદગીના બાગ તો ભરવસંત માં જ ઉજડી ગયા.

તૂફાન માંથી કશ્તી બચાવી લાવનારા એવા ધણા છે
જેમના વહાણ કીનારે આવી જ ડૂબી ગયા.

મોસમ ની મહેર હોય તો હેલી આવી ચઢે છે ઘરમાં,
અમારા જેવા તો કૈં કીન્તુ ભર વરસાદે પણ કોરા રહી ગયાં.

હજારો લાશો ને મંઝીલ સુધી પહોંચાડી હતી 'મક્કુ' પરંતુ,
ખુદ અમારાં જનાજા ચાર કાંધા ના મહોતાજ રહી ગયા.....
-: ભાવેશ 'મક્કુ'