Showing posts with label મનોજ ખંડેરિયા. Show all posts
Showing posts with label મનોજ ખંડેરિયા. Show all posts

Thursday, December 23, 2010

પકડો કલમ ને કોઈ ક્ષણે

પકડો કલમ ને કોઈ ક્ષણે એમ પણ બને
આ હાથ આખેઅખો બળે એમ પણ બને...
જ્યાં પહોચવાની ઝંખના વર્ષોથી હોય
ત્યાં પહોચતા જ મન પાછુ વળે એમ પણ બને
-: મનોજ ખંડેરિયા

Wednesday, December 15, 2010

વિકલ્પ નથી

બધાનો હોઇ શકે, સત્યનો વિકલ્પ નથી;
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો કોઇ વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચાલે ગઝલની રગરગમાં,
જરૂરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.
-: મનોજ ખંડેરિયા

Wednesday, June 9, 2010

વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે. .
-: મનોજ ખંડેરિયા

Wednesday, July 16, 2008

એક પગ બીજા ને છળે એમ પણ બને

પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
-: મનોજ ખંડેરિયા

Thursday, May 3, 2007

થોડીક ગઝલો

થોડા દીવસ પહેલા "અમર ભટ્ટ" ના એક પ્રોગ્રામમા સાભળેલ થોડીક ગઝલો

મરીઝ
જીદગી ને જીવવાની ફીલસુફી સમજી લીધી.
જે ખુશી આવી જીવનમા આખરી સમજી લીધી.

કઇક વેળા કઇક મુદ્દતને અમે માની નથી,
તો કઇક વેળા એક ક્ષણને જીદગી સમજી લીધી.

એ રહી રહી ને માગે છે પરિવર્તન "મરીઝ"
કે મારી બરબાદીને મે જેની ખુશી સમજી લીધી.



મનોજ ખન્ડેરીયા
જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે.
વીનમ્ર થઇને કરીએ ફરીયાદ જીદગીમા
રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે.

ઘણીય વેળા ઉભા રહયા તો અશક્ત માની હટાવી દીધા.
ઘણીય વેળા સમયથી આગળ થવાની સજા મળી છે.


બે લાઇન જે મે પુરી નહોતી નોધી.
તારી પીડામા કોણ કોણ છે.
લખવા છે તારે નામ તો મારાથી કર શરુ.