હવાનાં ઊછળતાં હરણ આવશે
ને સૂરજનું ધગધગતું રણ આવશે
ઊઘડતો જશે એક ચહેરો સતત
સ્મરણમાંય એનું સ્મરણ આવશે
હશે કોઈ સામે ને અડવા જતાં
ત્વચા સ્પર્શનું આવરણ આવશે
રહેવા દો દરવાજા ખુલ્લા હવે
છે આશા હજી એક જણ આવશે
તમે પાછા કરશો ખુલાસા નવા
અને અમને વિશ્વાસ પણ આવશે
સમયની તો સીમાઓ પૂરી થઈ
હવે જોઈએ કેવી ક્ષણ આવશે
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
-: આદિલ મન્સૂરી
Friday, December 10, 2010
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
છે હરણની ફાળ જેવા ઓરતા,
ને અરણમાં કચબો પાળ્યો તમે...
- કરસનદાસ લુહાર
ટેવના દરિયા લીલાંછમ ભર્યા છે
તોયે કારણ ના હરણ તરસે મર્યા ...
- શ્યામ સાધુ
ધોમ ધખતા તાપમાં સાગરને ઉકળવુ રહ્યું
જલ ભર્યા ખાબોચિયે સૂરજ ફફડતો હોય પણ
- આર જે નિમાવત
થાકીને સાંજને ટાણે ‘રસિક’ બેસવું પડ્યું,
નહીંતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા.
- રસિક મેઘાણી
Post a Comment