પ્રેમની સૌથી વરવી શિક્ષા કહો જોઈએ કંઈ?
તૂટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ!
એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય
તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ
કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ
સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ
રમતવાત છે ઈશ્વર માટે માણસ સાથે રમવું
બધું હાથમાં લખી નાખતો ઉકલાવે ના કંઈ
દરિયામાં ડૂબ્યા છો પર્વત ને પર્વત પર જળ
જીવન શમણું નથી કે શમણું જીવન જેવું નઈ
પેઢી પાછળ પેઢી આવી સર્જે પ્રેમની ગાથા
તવારીખનું જ્ઞાન પડ્યું રહે પોથી પોકળ થઈ
સાજન સાજન જાપ કરી જે ખાલીપો સર્જાતો
ક્યાંક ભરાશે શર્મિલ એ તો બસ માટીમાં જઈ
-: સંજય વિ. શાહ ‘શર્મિલ’
Friday, December 31, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment