પાંદડું લીલું ને રંગ રાતો,
મારી મેંદીનો રંગ મદમાતો.
ભૂલી રે પડી હું તો રંગના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો..
રેશમની કાયા તારી જાણે લજામણી,
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી,
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો.
વાયરાની લ્હેરમાં લ્હેરાતો..
રંગરસિયા, જરા આટલેથી અટકો,
દિલને લોભાવે તારા લોચનનો લટકો;
વારી વારી થાકી તોયે છેલ રે છબીલા
તું તો અણજાણે આંખમાં છુપાતો..
છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું?
ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને?
હાય! કાળજાની કોરે વાગ્યો કાંટો..
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment