Friday, May 28, 2010

કે અંતરમાં જયારે ઉમળકો આવે છે

કે અંતરમાં જયારે ઉમળકો આવે છે,
બહું ઉંડેથી દોસ્ત,સણકો આવે છે.

કથા, માળા કે જીંદગીની છે સરખી,
કે એમાં મેર પછી ય મણકો આવે છે.

હજી વેઠું છું ત્રાસ અંધારાનો
પણ-ઇલાજમાં એનો રોજ ભડકો આવે છે!

પ્રથમ તપવાનું, તરસવાનું, ગાવાનું,
બહુ મુશ્કેલી બાદ રણકો આવે છે

ગયા તા પાછા ત્યાં જ આવી ને ઉભા
જવું કયાં? ચારેકોર તડકો આવે છે

ઘણાં વખતે આ ઠાઠ, રોનક ને રુઆબી,
લખાવી તારે નામ, ભભકો આવે છે.!

No comments: