Monday, May 24, 2010

ગામની એક છોરીને વર્ષ થયા સત્તર

ગામની એક છોરીને વર્ષ થયા સત્તર
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર.

થોડી કાળી થોડી ધોળી
કોણે રુપના દરિયે ઝબોળી
આમ લાગે બાળી ભોળી
ને કરે છે જાદુ જંતર
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર.

એણે હળવેથી વાળ જ્યાં ખંખેર્યા
કે થઈ ગઈ હવા અત્તર
વાતાવરણમાં ગુંજી ઉઠ્યા
પ્રેમના મૂંગા મંતર
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર.

કોઈ કહે છે ચાંદ કોઈ કહે છે પરી
કોઈ કહે ફુલ છે કોઈ કહે ફુલઝડી
ગામના છોરા કંઈ સમજે એ પહેલાં
ભુલી ગયા ભણતર
ગામ ઓટલાના એ કારણે ઘસાઈ ગયા પથ્થર.
ગામની એક છોરીને વર્ષ થયા સત્તર

No comments: