જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળ જેમ વીકસવાની ટેક છે.પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતી નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વીવેક છે.આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દીલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”
No comments:
Post a Comment