Sunday, November 21, 2010

વાદળા જોઈ તારી યાદમાં

વાદળા જોઈ તારી યાદમાં,
એકલો પલળી ગયો વરસાદમાં.

સો ટકા ઈન્સાફ મળશે દાદમાં
દર્દ જો શામિલ હશે ફરિયાદમાં

ખૂશ્બુઓની ખેંચ બળવતર હતી,
હાથ મારો રહી ગયો મરજાદમાં

મેળવતી હતી શક્યતાની એક પળ
એ જ પળ વીતી ગઈ વિખવાદમાં

મીણબતી સૂર્યને ચાંપી દીધી,
એ દિલ તે આ શું કર્યુ ઉન્માદમાં..
-: સંજય ગોંડલિયા

1 comment:

Sarvani said...

ભર ઉનાળે
વરસ્યો મેઘ… કોઈ
કારણ હશે ?

*

કેમ મારું મન અધીરું થાય છે કારણ વગર ?
લાગે છે, તું યાદમાં અટવાય છે કારણ વગર.

તું હૃદયમાં એમ ફરકી જાય છે કારણ વગર,
જેમ નભમાં વીજળી ચમકાય છે કારણ વગર.

એમ તો, શોધ્યો મળે નહીં ક્યાંય તું આયાસથી,
ને કદી કણકણમાં તું દેખાય છે કારણ વગર.

કેટલી કોશિશ કરું- તું યાદ નહીં આવે મને !
…પણ છતાંયે ધ્યાન લાગી જાય છે કારણ વગર.

મેં તને પૂર્યો કવનનાં શબ્દમાં મોઘમ, સખા !
તોયે આવી ટેરવે ટકરાય છે કારણ વગર.

- ઊર્મિ