Tuesday, October 12, 2010

ફૂલ હોય તો સઘળા મહેંકવાના

ગુલાબ હોય કે ચંપો-ચમેલી,
ફૂલ હોય તો સઘળા મહેંકવાના.

લાગણી ભરેલા હૈયાં બધા,
સ્નેહથી સદા ધબકવાના.

આશિક હોય કે પાગલપ્રેમી,
પ્રીતના પાલવડે જરૂર બંધાવાના.

પ્રેમની વસંતમાં પ્રેમીઓ હંમેશા,
કોયલની જેમ પ્રેમ-ટહુકો કરવાના.

શમાની જ્યોતમાં બળે જેમ પરવાના,
પ્રેમ કાજે પ્રેમી ખુવાર થવાના.

પ્રેમનો સ્પર્શ છે અદભુત અને રોમાંચક,
પ્રેમનો અહેસાસ જરૂર કરવાના.

સપનાની પાંખે પ્રેમીઓ સહું,
પ્રેમ-ગગનમાં ઊંચે ઉડવાના,

પ્રેમ વગર કોઇ જીવન નથી,
પ્રેમ તો સૌ કોઇ કરવાના.
-: કિરણ શાહ

1 comment:

Sarvani said...

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી’તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

- ડૉ. મહેશ રાવલ