પળે પળનો બદલાવ જોયા કરૂં છું ધરા શું? ગગન શું? સિતારા વળી શું?
સમાયું છે જીવન અહીં ઠોકરોમાં ત્યાં કિસ્મત અને હસ્તરેખા વળી શું ?
ખુદાના તરફથી મળે તે સ્વીકારું, કદી એકલી છું કદી કાફલો છે
મળી મહેફીલો તો મેં માણી લીધી છે સવાલો જવાબો સમસ્યા વળી શું?
નથી કોઈ મંઝિલ નથી કોઈ રસ્તો ચરણને મળ્યું છે સતત ચાલવાનું
કદી થાક લાગે તો થોભી જવાનું ઉતારા વિષેના ઉધામા વળી શું?
મને શબ્દ સાથે જ નિસ્બત રહી છે સ્વયં અર્થ એમાંથી ઉપજ્યા કરે છે
અને મૌનને પણ હું સુણ્યા કરું છું અવાજો વળી શું ને પડઘા વળી શું?
જગતના વિવેકોને વ્યહવાર છોડી ઉઘાડા જં મેં દ્વાર રાખી મૂક્યા છે
ભલે કોઈ અણજાણ આવે અતિથિ પ્રતીક્ષાવળી શું? ટકોરા વળી શું?
-: યામિની ગૌરાંગ વ્યાસ
Tuesday, November 30, 2010
Monday, November 22, 2010
આ તે કેવું ?
ઝરણાનું દે નામ અને ના આપે વહેવું ! આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! આ તે કેવું ?
રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઇ ના કહેવું ? આ તે કેવું
હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઇ ના દેવું ? આ તે કેવું ?
મત્સ્ય હોઉં ને જળને કંઇ તરવાનું પૂછું ?
વાદલ છું તો વરસું કંઇ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! આ તે કેવું ?
-: કૃષ્ણ દવે

તું તો કાળી રે કલ્યાણી રે મા
તું તો કાળી રે કલ્યાણી રે મા ! જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચારે તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને પહેલા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું ભસ્માસુર હણનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તને બીજા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું રાવણકુળ હણનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તને ત્રીજા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું કૌરવકુળ હરનારી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તને ચોથા તે જુગમાં જાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા
તું સતને કારણે વેંચાણી હો મા જ્યાં જોઉં ત્યાં જોગ માયા

Sunday, November 21, 2010
વાદળા જોઈ તારી યાદમાં
વાદળા જોઈ તારી યાદમાં,
એકલો પલળી ગયો વરસાદમાં.
સો ટકા ઈન્સાફ મળશે દાદમાં
દર્દ જો શામિલ હશે ફરિયાદમાં
ખૂશ્બુઓની ખેંચ બળવતર હતી,
હાથ મારો રહી ગયો મરજાદમાં
મેળવતી હતી શક્યતાની એક પળ
એ જ પળ વીતી ગઈ વિખવાદમાં
મીણબતી સૂર્યને ચાંપી દીધી,
એ દિલ તે આ શું કર્યુ ઉન્માદમાં..
-: સંજય ગોંડલિયા
એકલો પલળી ગયો વરસાદમાં.
સો ટકા ઈન્સાફ મળશે દાદમાં
દર્દ જો શામિલ હશે ફરિયાદમાં
ખૂશ્બુઓની ખેંચ બળવતર હતી,
હાથ મારો રહી ગયો મરજાદમાં
મેળવતી હતી શક્યતાની એક પળ
એ જ પળ વીતી ગઈ વિખવાદમાં
મીણબતી સૂર્યને ચાંપી દીધી,
એ દિલ તે આ શું કર્યુ ઉન્માદમાં..
-: સંજય ગોંડલિયા
प्रेम भी तो युध्ध है
अभी हाल ही में "चाणक्य" सीरियल देख रहा था तो उसमे कुछ संवाद पसंद आये तो प्रस्तुत करा रहा हूँ।
"प्रेम भी तो युध्ध है जिसमे कोई योध्धा पराजित नहीं होता। "
"क्याँ तुम मुज पर विजय पाने के लिए मुझसे प्रेम करते हो। "
"मै तो तुम से कब का हार चूका हू।"
"तो क्याँ तुमने किसी स्त्री पर विजय नहीं पाई?"
"क्याँ तुम स्वयं को पराजित स्वीकार करती हो?"
"मै इतना जानती हू की मैने समर्पण किया है।"
"और मेने प्रेम।"

Friday, November 19, 2010
હું તને બાવળ કહું કે ફૂલ
હું તને બાવળ કહું કે ફૂલ : સમજાવે મને
તું પવન છે, અર્થ તારો હાથ નહીં આવે મને
આવવા સાથે પ્રણયને કોઈ ક્યાં સંબંધ છે
યાદમાં પણ આવવું જો હોય તો આવે મને
આરસીમાં પણ પ્રતિબિંબોથી હોઉં છું જુદો
તો હજુ તું કોઈ સાથે કેમ સરખાવે મને
વાવવું છે પાનખરની આંખમાં પણ એક ફૂલ
કોણ છે, જે એક પગલામાં જ હંફાવે મને ?
ઘર હતું તે વિસ્તરીને વિશ્વ થઈ બેઠું અને
આંગણું પણ કોઈ રણની જેમ ભટકાવે મને
એમને માલૂમ નથી કે શું હશે મારે તરસ
આમ નહીં તો ઝાંઝવાનાં જળ ન લલચાવે મને
-: રમેશ પારેખ
તું પવન છે, અર્થ તારો હાથ નહીં આવે મને
આવવા સાથે પ્રણયને કોઈ ક્યાં સંબંધ છે
યાદમાં પણ આવવું જો હોય તો આવે મને
આરસીમાં પણ પ્રતિબિંબોથી હોઉં છું જુદો
તો હજુ તું કોઈ સાથે કેમ સરખાવે મને
વાવવું છે પાનખરની આંખમાં પણ એક ફૂલ
કોણ છે, જે એક પગલામાં જ હંફાવે મને ?
ઘર હતું તે વિસ્તરીને વિશ્વ થઈ બેઠું અને
આંગણું પણ કોઈ રણની જેમ ભટકાવે મને
એમને માલૂમ નથી કે શું હશે મારે તરસ
આમ નહીં તો ઝાંઝવાનાં જળ ન લલચાવે મને
-: રમેશ પારેખ
કરશો તમે સિતમ
કરશો તમે સિતમ અમે આંસુ વહાવશું
પથ્થરતણાં જવાબમાં મોતી લૂંટાવશું
આવો, અમે કશામાં કમી કૈં ન લાવશું
મોતીની શી વિસાત છે ? જીવન લૂટાવશું
ગુણ નમ્રતાનો છે, તે ભલા ક્યાં છુપાવશું ?
એ માનશે નહીં,તો અમે મન મનાવશું
અમને અમારા મૃત્યુનું કૈં દુઃખ નથી, છતાં
દુઃખ એ જરુર છે કે તને યાદ આવશુ !
અમને ભલે. તમારી છબી પણ નહિ મળે
ગઝલો તમારા જેટલી સુંદર બનાવશું
આ જિંન્દગી તો એક ઘડી થોભતી નથી
કોને ખબર કે ક્યારે તને યાદ આવશું ?
‘આસિમ’ કરો ન આમ શિકાયત નસીબની
રુઠી જશે તો બીજો ખુદા ક્યાંથી લાવશું
-: આસિમ રાંદેરી

Sunday, November 14, 2010
આંખો મીંચીને ક્યારેક તો
આંખો મીંચીને ક્યારેક તો
હ્યદયથી અમને યાદ કરજો.
અમારાથી થઈ જાય કોઈ ભૂલ
અમને પ્રેમથી ફરિયાદ કરજો
તમારી અદાઓથી ઘાયલ થયેલા
અમને દૂરથી સાદ કરજો
રાહ જોઈ રહ્યો છું તમારા આવવાની
મારી ઉર્મિઓનો સ્વીકાર કરજો
મરી ફીટશે આપ પર ઘણા હૈયા
આપને હરદમ યાદ કરતા આ હૈયાને,
યાદ રાખજો...
-: ચુનીલાલ મકવાણા
હ્યદયથી અમને યાદ કરજો.
અમારાથી થઈ જાય કોઈ ભૂલ
અમને પ્રેમથી ફરિયાદ કરજો
તમારી અદાઓથી ઘાયલ થયેલા
અમને દૂરથી સાદ કરજો
રાહ જોઈ રહ્યો છું તમારા આવવાની
મારી ઉર્મિઓનો સ્વીકાર કરજો
મરી ફીટશે આપ પર ઘણા હૈયા
આપને હરદમ યાદ કરતા આ હૈયાને,
યાદ રાખજો...
-: ચુનીલાલ મકવાણા
ઘોર અંધારી રે રાતલડીમાં
ઘોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર,
લીલે ઘોડે રે કોણ ચઢે મા રાંદલનો અસવાર
રાંદલ માવડી રે રણે ચઢ્યા મા સોઅળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે
કાળે ઘોડે રે કોણ ચઢે મા કાળકાનો અસવાર
કાળકા માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે
ધોળે ઘોડે રે કોણ ચઢે મા બહુચરનો અસવાર
બહુચર માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર
સવામણનું રે સુખલડું મા અધમણની કુલેર,
જમજો જમજો રે ગોરાણીયું તએ રમજો સારી રાત
-- ઘોર અંધારી રે
રાતે ઘોડે રે કોણ ચઢે મા હર્ષદનો અસવાર
હર્ષદ માવડી રે રણે ચઢ્યા મા સોળે સજી શણગાર

Wednesday, November 3, 2010
લાંબી લાંબી લેખણ લઈને
લાંબી લાંબી લેખણ લઈને લખવાથી શું થાય ?
મૂકે અમલમાં તો સૌ જાણે, કહેવાથી શું થાય ?
એની બંધ કિતાબ મહીં તો છે કોરું-ધાકોર,
કાળા અક્ષરનાં છતરે ઢંકાવાથી શું થાય ?
રોજ રાત આકાશ ખરે છે તારલિયાનાં ફૂલ,
રોજ સવારે સાવરણી ફેરવવાથી શું થાય ?
માત્ર હવાની લઈ આડશ, ને ફેંકે જે પડકાર,
એની સામે શસ્ત્ર-કવચ લઈ લડવાથી શું થાય ?
સાગરનું તળ તરસે રોતું આંસુએ ચોધાર,
જળને બદલે વડવાનલ સંઘરવાથી શું થાય ?
-: પંચમ શુક્લ

સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી
સહારો નહિ, મને તો જોઇએ સત્કાર આદરથી,
હું પડછાયો દીવાલોનો નહીં માંગુ કોઇ ઘરથી.
ઊડે એનેય પાડે છે શિકારી લોક પથ્થરથી,
ધરા તો શું, અહીં ખાલી નથી આકાશ ઠોકરથી.
નથી હોતો કિનારો ક્યાંય દુનિયાનાં દુ:ખો માટે,
તૂફાનો કોઇ દી પણ થઇ શક્યાં નહિ મુક્ત સાગરથી.
બૂરા કરતાં વધારે હોય છે મર્યાદા સારાને,
કરે છે કામ જે શયતાન, નહિ થાશે તે ઇશ્વરથી.
શરાબીની તરસ કુદરતથી બુઝાતી નથી, નહિ તો -
ઘટાઓ તો ભરેલી હોય છે વર્ષાની ઝરમરથી.
કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ !
સરોવરમાં રહી મુખ ઊંચુ રાખે છે સરોવરથી.
ઘણાં અવતાર છે એવા નથી જાતાં જે પાણીમાં,
ઘણાં જળબિન્દુ મોતી થઇને નીકળે છે સમંદરથી.
ચણી દીવાલ દુનિયાએ તો આપે દ્વાર દઇ દીધાં,
નહીં તો હું જુદો ન્હોતો કદીયે આપના ઘરથી.
વસીને મારા અંતરમાં પુરાવો તેં જ દઇ દીધો,
મને દાવો હતો કે હું તને ચાહું છું અંતરથી.
અસર છે એટલી ‘બેફામ’ આ નૂતન જમાનાની,
પુરાણો પ્રેમ પણ કરવો પડ્યો મારે નવેસરથી.
-: બરકત વિરાણી ‘બેફામ’

Subscribe to:
Posts (Atom)