Sunday, January 27, 2008

એક વર્ષ .....

એક વર્ષ જીવનનુ મહત્વનુ એક વર્ષ.

એક વર્ષ અને ૧૦૦ પોસ્ટ.
થોડુ મોડુ ચાલુ થયુ પણ આ પોસ્ટ થી હુ થોડી મનની વાત કહી શક્યો છુ અને ઘણી નથી કહી. અને હવે કહેવાનુ મન નથી થતુ કારણકે જે એક વર્ષમાં નથી સમજાવી શક્યો એનો હવે કાઈ સમજાવવાનો અર્થ નથી.....

આજ પછી હવે કાઈક નવુ.
થોડુ comic બ્લોગમાં ઘ્યાન આપીશ અને આગળ વધવાનો પ્રયત્ન કરીશ.

કાશ ...હું જો કાગળ હોત

કાશ .....હું કાગળ હોત તમને લખાયેલો. ......
કાશ હું આ કાગળ જ્યારે તમારી આંખોની સામે હોય ત્યારે એમાંથી હું મોઢું બહાર કાઢી તમને જોઈ શકું તો કેવી મજા આવત....! તમને એક્લાં એક્લાં અને છાનામાના હસતાં જોવાની ....................

કાશ .....હું જો કાગળ હોત;
તમારા માટે લખાયેલો.....
પહોચી જાવ હું ટપાલમાં
પાંચ રૂપીયાની ટીકટથી
ઉપડી જાઉં હું વારંવાર
કુરિયરની ઉતાવળથી

બહાર મોઢું કાઢીને જોતે
કાગળની બે આંખોથી

સંતાડેલી મુસ્કાન તમારી
મહેસુસ કરત આ કાગળથી

શરમાયેલા હોઠની લાલી
ભીની કરત આ કાગળથી

સ્પર્શ તમારા હાથનો
અનુભવી લેત આ કાગળથી

જોઈ લેત સપનુ તમારું
તમારી આંખોની હલચલથી


પહોચી જાવ હું ટપાલમાં
પાંચ રૂપીયાની ટીકટથી
ઉપડી જાઉં હું વારંવાર
કુરિયરની ઉતાવળથી


ઓફીસનાં ખાનામાં કે
બેગમાં કે ડાયરીમાં;

આઘી પાછી મુકાત હું
તમારી આંગળીઓનાં સ્પર્શથી.

છાનીમાની જોઈ લેત હું
પળો મારા વીનાની.

ક્યારેક તમારા તકીયા નીચે
દબાઈ જાત માથાથી.

ઊછળીને મગજમાં
પહોંચી જાત તકીયામાંથી


બાજુમાં ન હોવા છતાં,
હેરાન કરત હું અંદરથી

હોઠ, ચહેરા અને છાતી પર
હાથ ફેરવી લેત તારા હાથથી

સમી જાય ઈચ્છાઓ બધી
એકબીજાનાં મળવાથી

મને થાય છે જેલસી
તમને લખાયેલાં કાગળની

કાશ ...હું જો કાગળ હોત
પહોચી જાત હું ટપાલથી
ઉપડી જાત વારંવાર
અઠવાડિયામાં બે-ત્રણ વાર
પણ ................
કાશ ...હું જો કાગળ હોત .....

Friday, January 25, 2008

બસ માત્ર તમે અને હું

ઉપરવાળો ઘણીવાર મજબુર કરી દે છે. કોઈ એક વ્યક્તિને ફરજિયાત પણે ટાઈમ આપવા માટે એ વ્યક્તિ તમારી પાસે હાજર હોય કે ના હોય એ સમય જો એ વ્યક્તિના નામનો હોય તો તમારે એ આપવો જ પડે છે. એમાંથી કદી છટકાતુ નથી.

બહુ જ miss કરુ છું કેટલો સરસ વરસાદ છે. અને મન થાય છે મને પલળવાનું. પણ એક્લા એક્લા ?!!!
કેવી મજા આવે જો તમે મારી સાથે હોવ તો !.....!
એ પણ અત્યારે !.....!

એક ખાલી સડક ઉપર
તમે અને હુ,
બસ માત્ર તમે અને હું.
માત્ર અને માત્ર
હું અને તમે.

નાખીને હાથમાં હાથ
ચાલતાં હોત,
પલળતાં પલળતાં
પાણીથી નીતરતાં.

નજરો ઊઠાવીને જોયુ, મે એક્વાર;
ઉદભવી મારામાં પ્રેમની રસધાર.

પાણીથી ભીંજાયેલા તમારા વાળ;
જેણે ચીર્યુ મારા દીલને આરપાર.

હોઠથી નીતરતું પાણી;
જેનાથી કદી નથી તરસ મારી છીપાણી;

પલળેલા સફેદ કુર્તામાંથી દેખાતી તમારી કાયા;
જેણે લગાડી મને એક અનોખી માયા.

નીહાળેલી એ આઘી ઝલક;
જેનાથી થઈ જાઉ છું હું મરક મરક.

જાય છે પખાળીને તમારા પગને પાણી;
જોઈ ને થઈ જાઉ છું પાણી પાણી.

ઉભા હોવ તમે રસ્તાની વચોવચ;
અને હુ વળગી પડું તમને ચપોચપ.

સમાઈ જાઉ તમારી છાતીમાં
બંધાઈ જાઉ હું તમારી બાહોમાં.

બીડાઈ જાય તમારા મારા હોઠથી હોઠ;
જેની પડી છે મને આજે અનેરી ખોટ.

ઈચ્છું છું આવી એક સાંજ સલોણી;
પણ શું કરું? શું કરું?
આજે છુ હું તમારા વિહોણી.

જો સર્જાય જાય આ અનોખી સ્રુષ્ટી;
તો મળી જાય મને જનમો જનમની ત્રુપ્તી;

બની જાઉ હું નિરાકાર
થઈ જઈએ આપણે એકાકાર.

Tuesday, January 22, 2008

શુ લખું ??!!!?

ઘણો સમય થયો કાઈ લખ્યુ નથી આજે કાઈ લખવાનુ મન થયુ....!!?!?


શુ લખું ??!!!?

અરે થોડા સમયમાં મારી જીંદગીનુ એક મહત્વનુ વર્ષ પુરુ થશે તો પછી એની વિષેની વાત જ લખુ તો કેમ રહેશે.
૨૭મી જાન્યુઆરી મારા જીવનનો મહત્વનો દીવસ છે. કોશિશ કરીશ કે ત્યાં સુધીમાં ૧૦૦ પોસ્ટ પુરી કરુ. હવે આવનારા દિવસોમાં મને લખેલ પત્રોમાથી થોડી લાગણી ભરેલી કવિતાઓ.

આજે તો ખાલી મને આપેલા બુકમાર્ક પરનુ લખાણ

મારુ અજ્ઞાન કબૂલ કરવામાં મને કદી ક્ષોભ નથી.

આપણે કોઈ બાબતમા અજ્ઞાની છીએ એવી સભાનતા ખુદ જ જ્ઞાનનું એક પગથિયું છે.