કેટલાક માણસો સાવ સુક્કા ઘાસ જેવા હોય જેવા હોય છે.
તેઓ ભારામા બંધાઇ શકે છે, ભેસનો આહાર બની શકે છે,
અને ઝટઝટ બળી શકે છે, પરંતુ ખીલી શક્તા નથી.
ગમાણમા પડેલા સુક્કા ઘાસને ભારે નિરાત હોય છે, ન ખીલવાની નિરાત !
ધ્રુવ પ્રદેશ ના થીજી ગયેલા બરફ ને નિરાત હોય છે.
એ વહી જવાની ઉપાધીથી મુકત હોય છે.
ખાબોચિયુ સુકાઈ શકે છે પણ વહી નથી શકતુ.
ઝરણુ સદાય વહેવાની ધુન મા હોય છે.
પથ્થરો સાથે અથડાતા રહી ને એ વ્હેવાનુ ચાલુ રાખે છે.
પ્રત્યેક પગથિયે પહાડી ઝરણુ પોતાની જાત ને જોખમમા મૂકતુ રહે છે.
એના આવા સાહ્સ માથી જ સંગીત પેદા થતુ હોય છે.
આ વિશ્વમા જ્યા અને જ્યારે કશાક પ્રકારનો સંઘર્ષ
લયબધ્ધ બને ત્યારે જ સંગીતનુ નિર્માણ થતુ હોય છે.
સંગીત એટ્લે સંઘર્ષનો મોક્ષ...
ખાબોચિયા અને ઝરણા વચ્ચે જીવતી માણસજાત
સતત કોને અનુસરવુ તેની વિમાસણમા જ જિદગી પૂરી કરતી આવી છે.
ખાબોચિયાની સલામતી એટ્લે મ્રુત્યુ પહેલા જ મરી જ્વાની જડ્બેસલાક, બંધિયાર અને ગંદી વ્યવસ્થા.
ઝરણાની બિનસલામતી એટ્લે જિવાય ત્યા સુધી જીવી જ્વાની મંગલમય અવ્યવસ્થા.
------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------
પ્રત્યેક પગ ને એક ઝંખના હોય છે,
જ્યા પ્રતિક્ષા થતી હોય ત્યા પહોચી જ્વાની .
પ્રતિક્ષાને કારણે પગનુ હોવુ સાર્થક થાય છે.
કોઈ આપણી રાહ જોઈને બેઠુ છે,
એવો આભાસ પણ ચાલવા માટેનુ વાજ્બી કારણ ગણાય.
આવા નશામા ચાલવુ એ પ્રત્યેક માણસ નો પ્રતિક્ષાસિધ્ધ અધિકાર ગણાય.
કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.
આપણી યાદમા કોઈ આખો જન્મારો કાઢી નાખવા તૈયાર છે,
એ ઘટ્ના જ આપણા જીવતર માટે પૂરતી છે.
આવુ કોઈ જ આપણાને ન જડ્યુ એ આપણા અકાળ મ્રુત્યુ માટેનુ સૌથી યોગ્ય બહાનુ ગણાય.
પ્રત્યેક સમાજ મા એક કોન્સોલેશન ક્લિનિક હોવુ જોઈએ.
જ્યા રણની સુક્કીભઠ્ઠ રેતીમા તરફડ્તા ભીના હૈયાઓને થોડીક ટાઢ્ક મળી શકે.
-: ગુણવંત શાહ

No comments:
Post a Comment