થોડો ખોવાઇ ગયો હતો. મને નહોતી ખબર કે મારી ગેરહાજરીમા મારો બ્લોગ આટલો
વંચાતો હશે અને હજુ પણ વંચાતો હશે. હવે ફરી પહેલાની જેમ જીવંત રાખવનો
પ્રયત્ન કરીશ. ......
બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.
એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.
આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.
એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો. .......
-: હિતેન આનંદપરા

No comments:
Post a Comment