Friday, September 28, 2012

ભૂલનારાને ભૂલે નહીં

ભાંગ્યા મનની આદત એવી, કે ભૂલનારાને ભૂલે નહીં;
એક ડાળ ઝૂલ્યો મનપંખી, હવે બીજી ડાળે ઝૂલે નહીં.

Sunday, September 23, 2012

ચાંદા મામા

ચાંદા મામા ચાંદા મામા,
વાદળમાંથી આવો સામા.

અમને પ્રિય કુરતા પા’જામા,
તમને તો રૂપેરી જામા.

અમને સહુને મળવા માટે,
નોંધી લો સહુના સરનામા.

દાદાજીની આ ડેલીમાં,
રોજ નિહાળો ખેલ ઉધામા.

ટેવ તમારી અમને આપો,
‘હરદમ એવા, લો ન વિસામા’

જાવાનું તો નામ ન લેશો,
નાખો ચંદા કેરા ધામા.

शायद ज़िंदगी बदल रही है!!

જ્યારે મે આ બ્લોગ ચાલુ કર્યો હતો ત્યારે ઇરાદો કાઈક જુદો હતો. હવે તો એ વાતને પણ ઘણો સમય થઈ ગયો. શરુઆતમાં મારે માત્ર મારી મરજી પ્રમાણે જ, મારી જ રચન લખવી હતી, પછી વચ્ચે વચ્ચે કોઈકની વિનંતી પ્રમાણે એમની કવિતાઓ/વાર્તાઓ મુકી, કોઈકની ફરમાઈશો મુકી, કોઈને ક્યાય નહોતી મળતી એવી ગુજરાતી સાહિત્યની જુની રચનાઓ મુકી.વચ્ચે જીવનમાં ઘણુ બધુ બની ગયુ. બનવાનુ અને ન બનવાનુ પણ. સારુ અને ખરાબ પણ. એટલે થોડો સમય ગાયબ પણ રહ્યો. આજે જ્યારે પાછો આવ્યો છુ ત્યારે જોઉ છુ કે પોતાની રચના ( કવિતા કે લેખ) બીજી સાઈટ પર જુએ તો લોકો એને ચોરી કહે છે.
 જો તમને તમારી કોઇ રચના મારા બ્લોગ પર દેખાય તો મને જાણ કરવા વિનંતી. તમારી ઈચ્છા પ્રમાણે તમારુ નામ લખવામંા આવશે અથવા એ પોસ્ટ ડિલિટ પણ કરી શકાશે. હુ જે લખુ છુ એ માત્ર મારા આનંદ માટે લખુ છું.


આજે જે પોસ્ટ છે તે મને હેમંત પટેલે મેઈલમાં મોકલાવેલી. હું પોતે પણ હેમંત પટેલને નથી મળ્યો અને કદાચ મળ્યો હોઉ તો પણ મને નથી ખબર કે આ હેમંત પટેલ. તેઓ મારા સ્કૂલના સીનીયર થાય. હું હજુ જનમ્યો પણ નહી હોઉ ત્યારે તેઓ પાસ આઉટ થઈ ગયા હશે. પણ અમારી સ્કૂલની વેબ સાઈટ અને ગ્રુપ પર એમણે મોક્લેલી એક કવિતા મુકુ છું.

जब मैं छोटा था, शायद दुनिया बहुत बड़ी हुआ करती थी.. मुझे याद है मेरे घर से "स्कूल" तक

का वो रास्ता, क्या क्या नहीं था वहां, चाट के ठेले, जलेबी की दुकान, बर्फ के गोले, सब कुछ,

अब वहां "मोबाइल शॉप", "विडियो पार्लर" हैं, फिर भी सब सूना है..

शायद अब दुनिया सिमट रही है... . . . जब मैं छोटा था, शायद शामें बहुत लम्बी हुआ करती थीं...

मैं हाथ में पतंग की डोर पकड़े, घंटों उड़ा करता था, वो लम्बी "साइकिल रेस", वो बचपन के खेल, वो हर शाम थक के चूर हो जाना,

अब शाम नहीं होती, दिन ढलता है और सीधे रात हो जाती है.

शायद वक्त सिमट रहा है..

. . .

जब मैं छोटा था, शायद दोस्ती बहुत गहरी हुआ करती थी,

दिन भर वो हुजूम बनाकर खेलना, वो दोस्तों के घर का खाना, वो लड़कियों की बातें, वो साथ रोना... अब भी मेरे कई दोस्त हैं, पर दोस्ती जाने कहाँ है, जब भी "traffic signal" पे मिलते हैं "Hi" हो जाती है, और अपने अपने रास्ते चल देते हैं,

होली, दीवाली, जन्मदिन, नए साल पर बस SMS आ जाते हैं,

शायद अब रिश्ते बदल रहें हैं.. . .

जब मैं छोटा था, तब खेल भी अजीब हुआ करते थे,

छुपन छुपाई, लंगडी टांग, पोषम पा, कट केक, टिप्पी टीपी टाप.

अब internet, office, से फुर्सत ही नहीं मिलती..

शायद ज़िन्दगी बदल रही है. . . .

जिंदगी का सबसे बड़ा सच यही है.. जो अक्सर कबरिस्तान के बाहर बोर्ड पर लिखा होता है...

"मंजिल तो यही थी, बस जिंदगी गुज़र गयी मेरी यहाँ आते आते" . . . ज़िंदगी का लम्हा बहुत छोटा सा है...

कल की कोई बुनियाद नहीं है

और आने वाला कल सिर्फ सपने में ही है..

अब बच गए इस पल में..

तमन्नाओं से भरी इस जिंदगी में हम सिर्फ भाग रहे हैं.. कुछ रफ़्तार धीमी करो, मेरे दोस्त, और इस ज़िंदगी को जियो... खूब जियो मेरे दोस्त, और औरों को भी जीने दो..

Friday, September 21, 2012

અપ્રદુષિત "ગમવુ"

કેટલાક માણસો સાવ સુક્કા ઘાસ જેવા હોય જેવા હોય છે.
તેઓ ભારામા બંધાઇ શકે છે, ભેસનો આહાર બની શકે છે,
અને ઝટઝટ બળી શકે છે, પરંતુ ખીલી શક્તા નથી.
ગમાણમા પડેલા સુક્કા ઘાસને ભારે નિરાત હોય છે, ન ખીલવાની નિરાત !

ધ્રુવ પ્રદેશ ના થીજી ગયેલા બરફ ને નિરાત હોય છે.
એ વહી જવાની ઉપાધીથી મુકત હોય છે.

ખાબોચિયુ સુકાઈ શકે છે પણ વહી નથી શકતુ.
ઝરણુ સદાય વહેવાની ધુન મા હોય છે.
પથ્થરો સાથે અથડાતા રહી ને એ વ્હેવાનુ ચાલુ રાખે છે.
પ્રત્યેક પગથિયે પહાડી ઝરણુ પોતાની જાત ને જોખમમા મૂકતુ રહે છે.
એના આવા સાહ્સ માથી જ સંગીત પેદા થતુ હોય છે.
આ વિશ્વમા જ્યા અને જ્યારે કશાક પ્રકારનો સંઘર્ષ
લયબધ્ધ બને ત્યારે જ સંગીતનુ નિર્માણ થતુ હોય છે.
સંગીત એટ્લે સંઘર્ષનો મોક્ષ...

ખાબોચિયા અને ઝરણા વચ્ચે જીવતી માણસજાત
સતત કોને અનુસરવુ તેની વિમાસણમા જ જિદગી પૂરી કરતી આવી છે.
ખાબોચિયાની સલામતી એટ્લે મ્રુત્યુ પહેલા જ મરી જ્વાની જડ્બેસલાક, બંધિયાર અને ગંદી વ્યવસ્થા.

ઝરણાની બિનસલામતી એટ્લે જિવાય ત્યા સુધી જીવી જ્વાની મંગલમય અવ્યવસ્થા.

------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------ ------

પ્રત્યેક પગ ને એક ઝંખના હોય છે,
જ્યા પ્રતિક્ષા થતી હોય ત્યા પહોચી જ્વાની .
પ્રતિક્ષાને કારણે પગનુ હોવુ સાર્થક થાય છે.
કોઈ આપણી રાહ જોઈને બેઠુ છે,
એવો આભાસ પણ ચાલવા માટેનુ વાજ્બી કારણ ગણાય.
આવા નશામા ચાલવુ એ પ્રત્યેક માણસ નો પ્રતિક્ષાસિધ્ધ અધિકાર ગણાય.

કોઈને આપણે ગમીએ છીએ એવી પ્રતીતિ આપણા જીવવા માટે પૂરતી છે.
આવુ અપ્રદુષિત "ગમવુ"
દુનિયાની તમામ અદાલતો એ ઘડેલા અને દંભી ધર્મગુરુઓએ ઠોકી બેસાડેલા
કાયદાઓ કરતા અનેક્ગણુ મહાન છે.
કોઈને ગમવાપાત્ર બનવુ એ પ્રત્યેક વ્યક્તિનો સ્નેહસિધ્ધ અધિકાર છે.

આપણી યાદમા કોઈ આખો જન્મારો કાઢી નાખવા તૈયાર છે,
એ ઘટ્ના જ આપણા જીવતર માટે પૂરતી છે.
આવુ કોઈ જ આપણાને ન જડ્યુ એ આપણા અકાળ મ્રુત્યુ માટેનુ સૌથી યોગ્ય બહાનુ ગણાય.

પ્રત્યેક સમાજ મા એક કોન્સોલેશન ક્લિનિક હોવુ જોઈએ.
જ્યા રણની સુક્કીભઠ્ઠ રેતીમા તરફડ્તા ભીના હૈયાઓને થોડીક ટાઢ્ક મળી શકે.
-: ગુણવંત શાહ

Thursday, September 20, 2012

બેસી નિરાંતે બે ઘડી

થોડો ખોવાઇ ગયો હતો. મને નહોતી ખબર કે મારી ગેરહાજરીમા મારો બ્લોગ આટલો વંચાતો હશે અને હજુ પણ વંચાતો હશે. હવે ફરી પહેલાની જેમ જીવંત રાખવનો પ્રયત્ન કરીશ. ......

બેસી નિરાંતે બે ઘડી પૃથક્કરણ કરતા રહો;
જે પણ મળે સારું સતત એને ગ્રહણ કરતા રહો.

એ ભ્રમ કદી ના પાળવો , આકાશ અહીંથી અહીં સુધી,
ક્ષિતિજ કંઈ સીમા નથી જો વિસ્તરણ કરતા રહો.

આ પ્રેમ નામે ગ્રંથોનો ફેલાવો વધવો જોઈએ,
જો પ્રત કદી ખૂટી પડે તો સંસ્કરણ કરતા રહો.

એ નામ લખવાનું અગર મુમકિન નથી તો કંઈ નહીં,
ખાલી જગાના બેય છેડે અવતરણ કરતા રહો. .......
-: હિતેન આનંદપરા